________________
૧પ૮
લલિતવિક્તા ભાગ-૩
તેને હું વંદન કરું છું અને તે પ્રકારે આ હોતે છતે શ્રુતજ્ઞાન હોતે છતે, વિવેકીની મોહજાળ વિલય પામે છે જ. III ભાવાર્થ :
શ્રુતજ્ઞાન તીર્થકરોના કેવલજ્ઞાનથી વચનરૂપે ઉદ્ભવ પામેલું છે અને જે જીવોને જે તાત્પર્યથી ભગવાને જે વચનો કહ્યાં છે તે વચનોથી તે તાત્પર્યનો યથાર્થ બોધ થાય છે તે બોધ શ્રુતજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છેઃ જીવની નિર્મળ મતિ ભગવાનના વચનથી પરિસ્કૃત થઈને શ્રતરૂપે પરિણમન પામે છે, તે શ્રુતજ્ઞાનનો જીવમાં વર્તતો ઉપયોગ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર છે અથવા અજ્ઞાન આપાદક બદ્ધસ્પષ્ટ અને નિધત્ત જ્ઞાનાવરણીયકર્મ છે અને નિકાચિત એવું જ્ઞાનાવરણીયકર્મ છે, તે જ્ઞાનાવરણીયકર્મને શ્રુતજ્ઞાનનો ઉપયોગ વિનાશ કરનાર છે, તેથી જેઓમાં જે પ્રકારના મહાપરાક્રમથી શ્રુતજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે પ્રકારે જ્ઞાનાવરણીયકર્મનો નાશ થાય છે અને ક્ષપકશ્રેણીમાં સ્કુરાયમાન થતો મૃતનો ઉપયોગ નિકાચિત કર્મના પડદાને પણ ધ્વંસ કરે છે તેવા અદ્ભુત માહાસ્યવાળું શ્રુતજ્ઞાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રુતજ્ઞાન અજ્ઞાનના નિરાસથી આત્માના યથાર્થ બોધને પ્રગટ કરે છે.
વળી, આ શ્રુતજ્ઞાન સર્વ પ્રકારના હિતનું કારણ હોવાથી તેના પ્રત્યે જેઓને ભક્તિ થઈ છે તેવા બુદ્ધિમાન દેવોના સમૂહ અને બુદ્ધિમાન એવા રાજાઓ શ્રુતના મહિમાને કરે છે, તેથી શ્રુતજ્ઞાન બુદ્ધિમાન એવા દેવો અને મનુષ્યોથી પૂજાયેલું છે તેવા ઉત્તમ ગુણવાળું છે.
વળી, શ્રતને ધારણ કરનારા મહાત્માઓ હંમેશાં મર્યાદામાં વર્તનારા છે, તે શ્રુતજ્ઞાનના કારણે ત્રણ ગુપ્તિઓ દ્વારા કર્મોના ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરે છે તેવી મર્યાદા તે મહાત્મામાં શ્રુતજ્ઞાનથી પ્રગટે છે; કેમ કે શ્રુતના વિવેકની પ્રાપ્તિ પૂર્વે તે મહાત્માઓ પણ મર્યાદામાં ન હતા, આથી જ અગુપ્તિથી કર્મોને બાંધીને સંસારની વિડંબનાને પામતા હતા અને શ્રતની પ્રાપ્તિથી તેઓમાં તે પ્રકારની મર્યાદા પ્રગટ થઈ, તેથી આત્મામાં મર્યાદાને ધારણ કરાવનાર શ્રુતજ્ઞાન છે.
વળી, આ શ્રુતજ્ઞાન આત્મામાં મિથ્યાત્વ, સોળ કષાયો અને નવ નોકષાયોનાં જે જાળાં છે તેને પ્રકર્ષથી તોડનાર છે, આથી જ જે મહાત્માઓ આત્માને શ્રુતવચનોથી જેમ જેમ ભાવિત કરે છે તેમ તેમ તેઓમાં વર્તતા કષાય, નોકષાય ક્ષણ-ક્ષીણતર થાય છે.
વળી, આદ્ય ભૂમિકાવાળા યોગ્ય જીવમાં જે મિથ્યાત્વરૂપ વિપર્યાસ વર્તતો હતો તે પણ શ્રુતજ્ઞાનથી નાશ પામે છે, જેમ નયસારના ભવમાં વિર ભગવાનને મહાત્માથી માર્ગનો બોધ થયો, તેનાથી મિથ્યાત્વના જાળાનો વિનાશ થયો, વળી, જે મહાત્મા જેમ જેમ અધિક શ્રુતથી વાસિત થાય છે તેમ તેમ સર્વ કષાયનોકષાયનો ક્ષય કરીને શ્રુતના બળથી જ તે મહાત્મા વિતરાગ થાય છે અને અજ્ઞાનનો નાશ કરીને સર્વજ્ઞ થાય છે.
આવા ઉત્તમ શ્રતને હું વંદન કરું છું, એ પ્રકારે શ્રુત પ્રત્યે ભક્તિથી બોલીને વંદન કરનાર મહાત્મા ભક્તિના પ્રકર્ષને અનુરૂપ શ્રુતજ્ઞાનાવરણનો નાશ કરે છે. શા