________________
૧૫૬
લલિતવિસ્તરા ભાગ-૩
તેમ સ્વીકારે છે, આથી જ જિનકલ્પી મુનિ સાક્ષાદ્ ગુરુનિશ્રામાં નથી તોપણ જિનકલ્પીમાં ગુરુનિશ્રાનું કાર્ય અસંગ પરિણતિ છે, તેથી તેઓને ગુરુનિશ્રામાં નિશ્ચયનય સ્વીકારે છે તેમ મરુદેવી આદિને ભગવાનના વચનના કાર્યરૂપ અર્થની પ્રાપ્તિ છે, તેથી મરુદેવી આદિ પણ વચનપૂર્વક થયાં છે તેમ સ્વીકારે છે, માટે બધા સર્વજ્ઞ વચનપૂર્વક થાય છે એમ સ્વીકારવામાં વિરોધ નથી.
વળી, સાક્ષાર્દૂ વચન વગર અર્થનો બોધ થઈ શકે છે તેને સ્પષ્ટ કરતાં કહે છે – જે જીવોને વિશિષ્ટ દર્શનમોહનીય આદિ વિષયક ક્ષયોપશમ વર્તે છે તેવા માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવોને સર્વજ્ઞના વચન વગર પણ અર્થનો બોધ થઈ શકે છે. કેમ થઈ શકે ? તે યુક્તિથી બતાવતાં કહે છે – જેઓને કેટલાક પ્રજ્ઞાપનીય પદાર્થોમાં તે પદાર્થને કહેનારાં વચનો સાક્ષાત્ પ્રાપ્ત થયાં નથી તોપણ માર્ગાનુસારી બુદ્ધિને કારણે તેઓને સર્વજ્ઞએ કહેલા અર્થનો બોધ થાય છે, એ પ્રકારનું દર્શન છે, સર્વજ્ઞના વચન વગર તેઓને તે પ્રકા૨નો અર્થ કેવી રીતે સ્વતઃ યથાર્થ ભાસે છે ? તે બતાવવા યુક્તિ આપે છે સંવાદની સિદ્ધિ છે=સાક્ષાત્ કોઈ પદાર્થ કોઈને કહેલ ન હોય તોપણ તે અર્થનો સ્વતઃ સ્વપ્રજ્ઞાથી નિર્ણય કરીને તે પ્રકારે પ્રવૃત્તિ કરનારા પ્રાપ્ત થાય છે, જે અતીન્દ્રિય પદાર્થને કહેનારા અર્થ સાથે વ્યભિચાર વગરના છે તેમ દેખાય છે, આથી જ માર્ગાનુસારી બુદ્ધિવાળા પતંજલિ ઋષિ કોઈક અંશથી કોઈક સ્થાનોમાં મોક્ષમાર્ગનું યથાર્થ પ્રકાશન કરે છે તે તેઓના માર્ગાનુસારી ક્ષયોપશમને કારણે પ્રાપ્ત થયેલા યથાર્થ અર્થને કા૨ણે છે, તે રીતે મરુદેવી આદિ કોઈક જીવને પ્રકૃષ્ટ માર્ગાનુસારી ક્ષયોપશમથી પૂર્ણ યોગમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, આ રીતે વચન પૌરુષેય છે તેમ સ્થાપન કર્યું, તેથી વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શુદ્ધવાદની પ્રાપ્તિ નથી; કેમ કે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે સર્વ જ સર્વજ્ઞ વચનપૂર્વક થાય છે, વળી, પ્રવાહથી અનાદિ શુદ્ધવાદ સ્યાદ્વાદી પણ સ્વીકારે છે, તેથી કથંચિદ્ અનાદિ શુદ્ધવાદ છે અને કથંચિદ્ અનાદિ શુદ્ધવાદ નથી અર્થાત્ પ્રવાહની અપેક્ષાએ અનાદિ શુદ્ધવાદ છે, વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શુદ્ધવાદ નથી એમ અનેકાંત છે. આનાથી શું ફલિત થયું ? તે સ્પષ્ટ કરે છે
પૂર્વપક્ષીએ કહેલું કે સ્યાદ્વાદીએ પણ અપૌરુષેય વચન માનવું પડશે, એ દોષ તત્ત્વથી સ્યાદ્વાદીને નથી; કેમ કે સ્યાદ્વાદી અતીન્દ્રિય પદાર્થોને કહેનારા સર્વજ્ઞને જ સ્વીકારે છે અને વચન પુરુષના પ્રયત્નજન્ય સ્વીકારે છે, તેથી પૂર્વપક્ષી જે પ્રકારે અપૌરુષેય વચન સ્વીકારે છે તેવું અપૌરુષેય વચન સ્વીકારવાની આપત્તિ સ્યાદ્વાદીને નથી, અને આ કથનનો વિસ્તાર ગ્રંથકારશ્રીએ સર્વજ્ઞસિદ્ધિ આદિ ગ્રંથોમાં કરેલો છે, તેથી અહીં પ્રયત્ન કરતા નથી એમ કહીને જિજ્ઞાસુને ત્યાંથી જાણવાનું સૂચન કરેલ છે. IIII
—
અવતરણિકા ઃ
तदेवं श्रुतधर्म्मादिकराणां स्तुतिमभिधायाधुना श्रुतधर्म्मस्याभिधित्सुराह-'तमतिमिर' इत्यादि અવતરણિકાર્થ :
આ રીતે=પ્રથમ ગાથામાં કહ્યું એ રીતે, શ્રુતધર્મના આદિકર એવા તીર્થંકરોની સ્તુતિને કહીને હવે શ્રુતધર્મની સ્તુતિને કહેવાની ઇચ્છાવાળા કહે છે
‘તમતિમિર’ હત્યાતિ -
-
=
-