________________
૧૫૫
પુષ્પરવરદી સૂત્રા ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે વચનપૂર્વક અરિહંતો થાય છે અને અનાદિથી અરિહંતોની પ્રાપ્તિ હોવા છતાં અપૌરુષેય વચન નથી, ત્યાં પૂર્વપક્ષી કહે છે કે તમે આ રીતે પૌરુષેયપણું સ્થાપન કર્યું એ રીતે અતીન્દ્રિય પદાર્થોના વક્તા હંમેશાં સર્વજ્ઞ જ છે, અન્ય નહિ તેમ માનવું પડે અને તેમ ન સ્વીકારો તો અસર્વજ્ઞથી કહેવાયેલાં તે વચનોમાં અપ્રામાણ્યની પ્રાપ્તિ થાય, માટે અતીન્દ્રિય પદાર્થોને કહેનારા સર્વજ્ઞ સિવાય અન્ય કોઈ નથી તેમ સ્વીકારવું પડે અને તે સર્વજ્ઞ અનાદિથી થાય છે, તેથી ચિરકાળ પૂર્વે કોઈક સર્વજ્ઞ અવચનપૂર્વક છે તેમ સ્વીકારવું પડે અને તેમ ન સ્વીકારો તો તે અનાદિના સર્વ સર્વજ્ઞો પ્રત્યે કારણ બને તેવું અપૌરુષેય વચન તમારે માનવું પડે, જે વચનથી અનાદિથી સર્વ સર્વજ્ઞો થયા છે અને અવચનપૂર્વક સર્વજ્ઞ તમે સ્વીકારતા નથી તે સંગત નથી, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
વિતર્ક કર, બીજાંકુર ન્યાયથી સર્વજ્ઞ અને અતીન્દ્રિય પદાર્થને કહેનારું વચન છે એમ પૂર્વમાં કહ્યું એનાથી જ અવચનપૂર્વક કોઈક સર્વજ્ઞ છે તેનું નિરાકરણ થયેલું છે, તેને તું યત્નથી પરિભાવન કર.
આ રીતે અવચનપૂર્વક કોઈ સર્વજ્ઞ નથી એમ સ્થાપન કર્યા પછી સ્યાદ્વાદી સર્વત્ર અનેકાંત સ્વીકારે છે, તેથી કથંચિત્ અવચનપૂર્વક પણ કોઈક સર્વજ્ઞ થઈ શકે છે અને તેમ સ્વીકારવા છતાં અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી તે બતાવતાં કહે છે – મોક્ષમાર્ગને બતાવનાર સર્વજ્ઞનું વચન અર્થરૂપ, જ્ઞાનરૂપ અને શબ્દરૂપ છે. જેમ યોગ્ય જીવમાં સામાયિકનો પરિણામ આદિ પ્રગટ થાય છે તે ભગવાનના વચનનો અર્થ છે, વળી, કોઈકને ભગવાનનાં વચનો સાંભળીને તે વચનનો યથાર્થ બોધ થાય છે તે બોધ સ્વરૂપ અધિકૃત વચન છે અને ભગવાને દ્વાદશાંગીરૂપ જે વચનાત્મક કહ્યું છે તે શબ્દરૂપ વચન છે. તેથી એ ફલિત થાય કે વચન, વચનથી વાચ્ય બોધ અને તે બોધને અનુરૂપ સામાયિક આદિની પરિણતિ એ ત્રણેનું વચન શબ્દથી ગ્રહણ છે અને કોઈક જીવને ભગવાનના શબ્દરૂપ વચનની અપ્રાપ્તિ હોય અને તે વચનથી વાચ્ય જે સામાયિક આદિ પરિણતિરૂપ અર્થ પ્રાપ્ત હોય તો પણ તે પુરુષ સર્વજ્ઞ થઈ શકે છે, તેથી શબ્દરૂપ વચનની અપેક્ષાએ અવચનપૂર્વક પણ કોઈક સર્વજ્ઞ થઈ શકે છે, તોપણ અનાદિ શુદ્ધવાદની પ્રાપ્તિરૂપ દોષ નથી; કેમ કે તેઓ પણ વચનના અર્થને પ્રાપ્ત કરીને જ સર્વજ્ઞ થયા છે. જેમ મરુદેવી આદિને અનંતકાળમાં ક્યારેય પણ સર્વજ્ઞનાં વચનો શબ્દથી પ્રાપ્ત થયાં નથી તોપણ ભગવાને શબ્દો દ્વારા જે અર્થોને કહ્યા છે તે અર્થોની પ્રાપ્તિ મરુદેવી આદિને પણ થયેલ, તેનાથી જ તેઓ સર્વજ્ઞ બન્યાં, તેથી કેટલાક શબ્દવચનની અપેક્ષાએ વચનપૂર્વક છે અને મરુદેવી જેવા કેટલાક શબ્દવચનની અપેક્ષાએ અવચનપૂર્વક પણ સર્વજ્ઞ થાય છે, તેથી વચનપૂર્વક સર્વશની પ્રાપ્તિ છે, અવચનપૂર્વક પણ સર્વશની પ્રાપ્તિ છે, એ પ્રકારનો અનેકાંત છે, પરંતુ કોઈ વ્યક્તિ અનાદિ શુદ્ધ સર્વજ્ઞ નથી.
વળી, શાસ્ત્રમાં કહેલ વચનપૂર્વક અરિહંતો થાય છે એ કથનમાં પણ વિરોધ નથી; કેમ કે વચનના અર્થના બોધથી મરુદેવી આદિ સર્વજ્ઞ થયા છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તેઓ પણ વચનપૂર્વક જ છે; કેમ કે નિશ્ચયનય સર્વજ્ઞના વચનનું કાર્ય સામાયિક પરિણતિ આદિ જેઓમાં છે તેઓમાં પણ વચનપૂર્વકપણું છે