________________
૧૪૯
પુષ્પરવરદી સૂત્ર અનાદિના છે અને વચનપૂર્વક થાય છે માટે વચન અપૌરુષેય છે તેમ ન સ્વીકારવું હોય તો એક તીર્થકરને અવચનપૂર્વક સ્વીકારવા પડે અને તેમાં અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે એ રૂપ પક્ષાંતરને પણ તિરસ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પર વડે કહેવાયેલું કોઈ ભગવાનનું અવચનપૂર્વકપણું નથી જ, કયા કારણથી કોઈ એક ભગવાનનું અવચનપૂર્વકપણું નથી જ? એથી કહે છે=એથી હેતુને કહે છે – ત આદિપણાને કારણે=વચનપૂર્વકપણાને કારણે, તેના અનાદિત્વનો વિરોધ છે અવચનપૂર્વકત્વથી આલિપ્ત એવા ભગવાનનું નિરાકરણ છે, પરમાર્થને કહે છે – બીજ-અંકુરની જેમ આ છે=જે પ્રમાણે બીજથી અંકુર અને અંકુરથી બીજ તે પ્રમાણે વચનથી અરિહંત અને અરિહંતથી વચન પ્રવર્તે છે, પ્રકૃત સિદ્ધિને કહે છેઃબીજ-અંકુર થાયથી વચન પૌરુષેય છે અને પ્રવાહથી અનાદિ છે એ રૂપ પ્રકૃત સિદ્ધિને કહે છે – અને તેથી=બીજ-અંકુરના દષ્ટાંતથી, પ્રવાહથી=પરંપરાની અપેક્ષાએ, વચનનું અનાદિપણું હોવા છતાં પણ સર્વજ્ઞના અભૂતના ભવનની જેમ પૂર્વમાં નહિ થયેલા ઋષભદેવ આદિ વ્યક્તિરૂપ સર્વજ્ઞતા ભવનની જેમ, અખિલ વચનનું લૌકિક-લોકોત્તર ભેદથી ભિન્ન એવા વચનનું, વક્તાના વ્યાપારપૂર્વકપણું જ છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ભગવાન શ્રતધર્મના પિતાભૂત છે, તેનાથી સર્વથા આપૌરુષેય વચનનો નિરાસ થાય છે, ત્યાં વેદને અપૌરુષેય સ્વીકારનાર પૂર્વપક્ષી કહે છે કે તમે મૃતધર્મની આદિને કરનારા તીર્થકરને સ્વીકારીને પૌરુષેય વચન છે તેમ કહો છો, પરંતુ દંપર્યની શુદ્ધિથી વિચારીએ તો તમારે પણ અપૌરુષેય વચન જ સ્વીકારવું પડે. સ્યાદ્વાદીના મતે કઈ રીતે ઔદંપર્યની શુદ્ધિથી અર્થાત્ તાત્પર્યની શુદ્ધિથી અપૌરુષેય વચન સિદ્ધ થાય ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે –
તમારા મતે સર્વ તીર્થંકરો વચનપૂર્વક થયા છે અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એ પ્રકારના કોઈક તીર્થકરના વચનપૂર્વક થયા છે; કેમ કે તમારા શાસ્ત્રનું જ વચન છે કે વચનપૂર્વક અરિહંતો થાય છે, તેથી સિદ્ધ થાય કે અનાદિ કાળથી જે કોઈ તીર્થંકરો થયા છે તે સર્વ વચનપૂર્વક થયા છે, તેથી તે સર્વ તીર્થકરોનું કારણ એવું વચન અનાદિનું છે, તેનાથી જ સર્વ તીર્થંકરો થાય છે, તેથી તે વચન અનાદિનું હોવાથી અપૌરુષેય છે તેમ સિદ્ધ થાય છે.
વળી, પૂર્વપક્ષી પોતાના કથનને દૃઢ કરવા માટે કહે છે – તમે “કોઈક એક તીર્થકરને અવચનપૂર્વક મોક્ષમાં ગયા છે અને તેઓએ વચન દ્વારા માર્ગ બતાવ્યો, તેથી ત્યારપછી સર્વ તીર્થકરોનો પ્રવાહ વચનપૂર્વક થાય છે તેમ સ્વીકારો તો અપૌરુષેય વચન સિદ્ધ થાય; કેમ કે વચન વગર જેઓ સર્વજ્ઞ થયા છે તેઓએ પ્રથમ વચન દ્વારા માર્ગ બતાવ્યો અને તે માર્ગ પ્રમાણે અન્ય તીર્થકર થાય છે અને તેઓ ફરી તે માર્ગ બતાવે છે, આથી વચનપૂર્વક સર્વ તીર્થકરોની સંગતિ થાય અને વચન પણ અપૌરુષેય સિદ્ધ થાય, પરંતુ અવચનપૂર્વક એક સર્વજ્ઞ થયા છે તે પણ તમારા સિદ્ધાંતને વિરોધી છે, કેમ વિરોધી છે ? એથી કહે છે – ન્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે અને ન્યાય એ છે કે જે સદ્ હોય અને કારણ વગરનું હોય તે નિત્ય હોય,