________________
૧૧
લોગસ્સ સૂત્ર
જીવના સુખના કારણીભૂત એવા જે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થો છે, તેના ઉપયોગી એવા જીવ-અજીવના ધર્મરૂપ જે ગુણો છે તેનો તેને સામાન્યથી બોધ નથી, જે દોષો છે તેનો સામાન્યથી બોધ નથી અને ગુણ-દોષ ઉભયનો બોધ નથી, તે અવિશેષજ્ઞતા છે.
તેથી એ ફલિત થાય કે જીવમાત્ર સુખના જ અર્થી છે અને વિવેકી જીવો ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થો તે રીતે જ સેવે છે, જેથી ત્રણે પુરુષાર્થના સેવનથી ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ થાય. જેમ સમ્યગ્દષ્ટિ જીવને અર્થ-કામની ઇચ્છા થાય ત્યારે તેને બોધ છે કે જીવનું પારમાર્થિક સુખ નિર્વિકારી છે, તેથી નિર્વિકારી સુખ અને અર્થ-કામના વિકારોથી થતું સુખ સમાન નથી, પરંતુ બલવાન નિર્વિકારી સુખ છે અને ગૌણ વિકારીસુખ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવો નિર્વિકારી સુખના અત્યંત અર્થી હોય છે અને જ્યારે વિકારો ઊઠે છે ત્યારે પ્રતિપક્ષના ભાવનથી તે વિકારોનું શમન કરવા પોતે સમર્થ નથી તેમ જ્યારે જણાય ત્યારે તે વિકારોના શમન માટે ભોગાદિમાં યત્ન કરીને પણ ભોગાદિના શમનજન્ય સુખને પ્રાપ્ત કરે છે, તોપણ ભોગાદિકાળમાં તેનો પક્ષપાત પ્રધાનરૂપે નિર્વિકારી સુખનો છે, ગૌણરૂપે ભોગાદિની સામગ્રીજન્ય સુખમાં પણ ઇચ્છા છે, તેથી જ સમ્યગ્દષ્ટિ જીવો સુખ માટે ધર્મમાં પ્રધાનરૂપે યત્ન કરે છે અને ગૌણરૂપે અર્થકામમાં પણ ઇચ્છા કરે છે, આથી જ જ્યાં સુધી વીતરાગતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષને અનુકૂળ ધર્મને સેવીને હું શક્તિસંચય કરું તેમ પણ ઇચ્છે છે અને પૂર્ણ ધર્મ સેવવાની શક્તિ ન આવે ત્યાં સુધી સુદેવત્વ અને સુમાનુષત્વની ઇચ્છા કરે છે, તેથી તેવા સુદેવત્વ અને સુમાનુષત્વના પ્રાપ્તિકાળમાં ધર્મની ઇચ્છાનો વ્યાઘાત ન થાય તે રીતે ભોગાદિ કરીને પણ તે મહાત્મા ભોગની ઇચ્છાની વૃદ્ધિ કરતા નથી, પરંતુ ક્રમસર ભોગની ઇચ્છાની હાનિ કરીને સર્વથા અસંગભાવના સુખને અનુકૂળ જ બળસંચય કરે છે, આથી જ તેવા વિવેકી જીવો દેવભવમાં તીર્થંકર આદિનાં નાટકો જોઈને પણ ઇચ્છાના શમનજન્ય સમાધિના સુખને પ્રાપ્ત કરે છે અને સ્વભૂમિકા અનુસાર ધર્મને સેવીને વિશેષથી સમાધિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ધર્મબિંદુના આઠમા અધ્યાયમાં કહેલ છે અને જેઓને તેવો વિશેષ બોધ નથી તેઓને ભોગસુખમાં પારમાર્થિક સુખની બુદ્ધિ છે અને ધર્મમાં પારમાર્થિક સુખની બુદ્ધિ નથી, પરંતુ ભોગસુખના અંગરૂપે ધર્મ સેવનીય દેખાય છે તેઓને પુરુષાર્થને ઉપયોગી ગુણોનો કે પુરુષાર્થને વ્યાઘાત કરનારા દોષોનો પારમાર્થિક બોધ નથી, આથી જ ક્લેશકારી એવા ભોગોને પારમાર્થિક સુખરૂપે જાણીને તેના ઉપાયરૂપે જ ધર્મની ઇચ્છા કરે છે, એવી અવિશેષજ્ઞતા ગર્પિત છે, આથી જ તે જીવ તેવા પ્રકારના અજ્ઞાનને વશ દુર્ગતિની પ્રાપ્તિના કારણીભૂત એવી ઋદ્ધિ માટે ધર્મનું પ્રાર્થન કરે છે.
વળી, આ પ્રકારની અવિશેષજ્ઞતા-મર્પિત છે તે સામાન્ય જીવોને પણ સિદ્ધ છે, જેમ સંસારમાં પણ અજ્ઞાનને વશ જેઓ વિપરીત પ્રવૃત્તિ કરે છે તેઓની તે પ્રવૃત્તિની સામાન્ય લોક પણ નિંદા કરે છે, જેમ કોઈ ગોવાળિયાને ચંદ્રકાંતમણિ પ્રાપ્ત થાય અને તેને જોઈને કોઈ તેને કહે કે આ પથ્થર મને જોઈએ છે હું તને ત્રણ કોડી આપીશ, ત્યારે ત્રણ કોડીના મૂલ્યથી તે ચંદ્રકાંતમણિને વેચે છે ત્યારે લોકમાં પણ ચંદ્રકાંતમણિને જાણનાર પુરુષ કહે છે કે આની ચંદ્રકાંતમણિની અનભિજ્ઞતા ગર્હણીય છે, આથી જ તુચ્છ એવી ત્રણ કોડીમાં આવું મૂલ્યવાન રત્ન તેણે આપ્યું, તેમ અંતરંગ સ્વસ્થતાના સુખને નહિ જાણનારા અને વિકારીસુખને