________________
રાલ
લોગસ્સ સૂત્ર
ઇતરરૂપ દોષોનો અર્થાત્ ગુણથી ઇતરરૂપ દોષોનો અને તદ્ ઉભયનો અર્થાત્ ગુણદોષરૂપ ઉભયનો વિશેષ અર્થાત્ વિવરક વિભાગ અર્થાત્ વિવેચન કરનાર વિભાગ તેની વિપરીત બોધરૂપ અનભિજ્ઞતા દૂષિત છે, અર્થક્ષય અને અનર્થની પ્રાપ્તિનું હેતુપણું હોવાથી અર્થાત્ ઇષ્ટ પ્રયોજનનો નાશ અને અનર્થની પ્રાપ્તિનું હેતુપણું હોવાથી, હિંસા-મૃષાવાદ આદિની જેમ દૂષિત છે.
કેવી રીતે આ પ્રત્યેય છે ?=અવિશેષજ્ઞતાનું ગર્હણ કેવી રીતે જાણી શકાય એમ છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે પૃથક્ જનોને પણ આ સિદ્ધ છે=પૃથક્ અર્થાત્ તેવા પ્રકારના અલૌકિક શાસ્ત્રીય આચાર-વિચારાદિથી બહાર રહેલા ઘણા પ્રકારના બાલ આદિ પ્રકારવાળા પ્રાકૃત લોકો અર્થાત્ પૃથક્ લોકો તેઓને પણ અવિશેષજ્ઞતાનું ગર્હણ પ્રતીત છે, શું વળી, શાસ્ત્રને આધીન બુદ્ધિવાળા અન્ય બુદ્ધિમાનોને એ પિ શબ્દનો અર્થ છે.
અવિશેષતાનું ગર્હણ પૃથગ્ જનોને પ્રતીત છે તેમાં હેતુ કહે છે
નાર્યન્તિ ઇત્યાદિ બે શ્લોકોથી અવિશેષજ્ઞ વ્યવહારવાળા તેઓનું પણ ગર્હણીયપણાથી પ્રતીતપણું છે, તે બે શ્લોકોનો અર્થ આ પ્રમાણે છે
જે દેશમાં પરીક્ષકો નથી, સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નોનું તેઓ મૂલ્ય કરતા નથી, ખરેખર ! ગોવાળો આભીર ઘોષમાં=ભરવાડની વસતિમાં, ત્રણ કોડીથી ચંદ્રકાંતમણિને વેચે છે.
હે સખી કોયલ ! આ બહેરા લોકની નિવાસભૂમિમાં તારા કોમલ કુંજન વડે શું ? કલાને નહિ જાણનારા એવા આ લોકો=બહેરા લોકો, ભાગ્યના વશથી તેના સરખા વર્ણવાળી એવી તને કાગડો જ જાણે છે.
આ થાય=લોકમાં અભ્યુદય ફલપણાથી ધર્મનું રૂઢપણું હોવાથી અને તે પ્રકારે જ અર્થાત્ અભ્યુદયરૂપ તીર્થંકર આદિપણારૂપે જ, તેની પ્રાર્થનામાં અર્થાત્ તીર્થંકરની ઋદ્ધિ માટે ધર્મની પ્રાર્થનામાં, કઈ અવિશેષજ્ઞતા છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – યોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે=ઋદ્ધિના અભિષ્યંગથી ધર્મની પ્રાર્થનાનો અવિશેષજ્ઞતારૂપ આ વ્યવહાર મોક્ષમાં જવાની ઇચ્છાવાળા એવા મુમુક્ષુની બુદ્ધિથી પરિચ્છેદ્ય છે, ધર્મના પ્રારંભનું અને અવસાનનું સુંદર પરિણામરૂપપણું હોવાથી અને ઋદ્ધિનું સ્થાને સ્થાને વિપદાઓના સ્થાનભૂતપણું હોવાથી મહાન ભેદ છે અને અન્યને યોગી સિવાય અન્યને, ભવના અભિષ્યંગને કારણે આ પ્રકારે=ધર્મનું અને ઋદ્ધિનું જે વિશેષ બતાવ્યું એ પ્રકારે, બોધ કરાવવા માટે અશક્યપણું હોવાથી યોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે એમ અન્વય છે, વળી, સાર્થક-અનર્થક ચિંતામાં આ ભાજ્ય છે=આરોગ્ય બોધિલાભ માટે શ્રેષ્ઠ સમાધિનું પ્રાર્થન ભાજ્ય છે=કથંચિત્ સાર્થક છે સ્થંચિત્ અનર્થક છે એ રૂપ ભાજ્ય છે; કેમ કે ચોથી ભાષારૂપપણું છે, આ અભિપ્રાય છે — =જે કારણથી, આ ચોથી આશંસારૂપ ભાષા કોઈક સિદ્ધ અર્થને કરવા માટે અથવા નિષેધ કરવા માટે સમર્થ નથી, એથી અનર્થિકા છે, વળી, પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય આવું ફલ છે, એથી સાથિકા છે, આ રીતે ભાજ્યતા છે. ।।૬।।
આ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિથી રચાયેલી લલિતવિસ્તરાવૃત્તિની પંજિકામાં ચતુર્વિશતિસ્તવ સમાપ્ત
થયો.