________________
લોગસ સૂત્ર
૧૩
આશય એ છે કે આત્મામાં મોક્ષને અનુકૂળ ઉત્તમસમાધિ પ્રગટ કરવાનો અભિલાષ પ્રસ્તુત પ્રાર્થનાથી થાય છે, તે ઇચ્છાયોગ સ્વરૂપ છે અને તેનાથી જ બળ સંચિત થાય ત્યારે પ્રવૃત્તિયોગ પ્રાપ્ત થાય છે, તેથી મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયભૂત બોધિલાભની ઇચ્છા કરે છે અને તે બોધિલાભના કારણભૂત શ્રેષ્ઠ સમાધિની ઇચ્છા કરે છે અને ગુણસંપન્ન એવા સિદ્ધ ભગવંતોને કીર્તન, વંદન, પૂજન કરીને તેઓની પાસે તેવી ઉત્તમસમાધિની ઇચ્છા કરે છે અને સિદ્ધ ભગવંતોની પોતે જે ભક્તિ કરી છે તે ભક્તિના ફળરૂપે મારામાં ઉત્તમસમાધિ વૃદ્ધિ પામો, એ પ્રકારનો અભિલાષ કરે છે. તે સમાધિની પ્રાપ્તિની બલવાન ઇચ્છારૂપ હોવાથી પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય છે, તેનાથી જ તે સમાધિમાં કારણ બને તેવું પુણ્ય બંધાય છે અને તેવી સમાધિમાં બાધક જે ક્લિષ્ટ કર્મ છે તે કંઈક ક્ષીણ થાય છે. તેથી આ રીતે વારંવાર અભિલાષા કરીને યોગ્ય જીવો તેવી ઉત્તમસમાધિને પ્રાપ્ત કરે છે, જેનાથી બોધિલાભની પ્રાપ્તિ થશે, તે અંતે મોક્ષરૂપ આરોગ્યનું કારણ થશે, તેથી પ્રાર્થના કરનારની અપેક્ષાએ તે પ્રાર્થન સાર્થક છે, આ રીતે પૂર્વપક્ષીએ સાર્થકઅનર્થકના વિકલ્પો કરીને સિદ્ધ ભગવંતો પાસે આરોગ્ય-બોધિલાભ આદિનું પ્રાર્થને ઉચિત નથી એમ જે કહેલ તેનું નિરાકરણ થાય છે; કેમ કે પ્રસ્તુત પ્રાર્થન ચોથી ભાષારૂપ છે. આ કથનને જ સાક્ષીપાઠથી સ્પષ્ટ કરે છે –
સિદ્ધ ભગવંત પાસે જે પ્રાર્થના કરાય છે તે અસત્યઅમૃષા ભાષા છે અને ક્ષીણ-રાગદ્વેષવાળા સિદ્ધ ભગવંતો સમાધિને બોધિને આપતા નથી તે અપેક્ષાએ તે પ્રાર્થના નિરર્થક છે, તોપણ તે પ્રાર્થનાથી મૃષાવાદની પ્રાપ્તિ નથી; કેમ કે તે પ્રકારની પ્રાર્થનામાં સમાધિ અને બોધિલાભની પ્રાપ્તિનું પ્રણિધાન થાય છે, તેનાથી તે ગુણની પ્રાપ્તિ થાય છે, માટે તે પ્રાર્થના સફળ છે. આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે ચિંતામણિ રત્ન આદિને પ્રાર્થના કરનાર પ્રત્યે રાગ નથી, તોપણ સમ્યગુ રીતે વિધિપૂર્વક જેઓ ચિંતામણિની ઉપાસના કરે છે તેઓને સમીહિત વસ્તુ પ્રાપ્ત થાય છે તેમ સિદ્ધ ભગવંતોને રાગાદિનો અભાવ છે, તેથી પ્રાર્થના કરનારને આપતા નથી, તોપણ પ્રાર્થના કરનારને તે પ્રકારના પ્રણિધાનથી બોધિલાભ આદિની પ્રાપ્તિ થાય છે; કેમ કે અપૂર્વ ચિંતામણિ જેવા મહાન ગુણોવાળા તીર્થકરોનો એવો જ સ્વભાવ છે કે જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક તેઓની સ્તુતિ કરે છે તેઓ બોધિલાભને પ્રાપ્ત કરે છે. વળી, જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે અને ગુણપ્રકર્ષવાળાનું બહુમાન કર્મવનને બાળવા માટે દાવાનળ જેવું છે, આથી જ જેઓ ભગવાનના ગુણોનું સ્મરણ કરીને ભક્તિથી બોધિલાભ આદિની પ્રાર્થના કરે છે અને વર્તમાનમાં બોધિપ્રાપ્તિના કારણભૂત સત્શાસ્ત્રોના અધ્યયન આદિમાં ઉચિત યત્ન કરે છે તેઓને પારમાર્થિક બોધિલાભની બલવાન ઇચ્છા છે, તેનાથી જ જન્મ-જન્માંતરમાં અવશ્ય બોધિલાભ થશે અને જેઓ બોધિલાભાદિ પ્રત્યે તેવી ઇચ્છાવાળા નથી, આથી જ શક્તિ અનુસાર બોધિલાભ માટે કોઈ યત્ન કરતા નથી, માત્ર ભગવાન પાસે પ્રાર્થના કરીને સંતોષ માને છે તેઓને અન્ય ભવમાં કયા મૂલ્યથી બોધિલાભ થશે ? અર્થાત્ બોધિલાભ થશે નહિ, તેમ શાસ્ત્રકારો કહે છે; કેમ કે વર્તમાનમાં બોધિલાભ પ્રાપ્ત કરવો છે, માટે હું શક્તિ અનુસાર પ્રયત્ન કરે તેવો પ્રણિધાન આશય જ નથી, માત્ર બોલવારૂપ પ્રયત્ન છે, તેથી બોધિલાભ પ્રત્યે પ્રવર્ધમાન રાગરૂપ પ્રણિધાનના અભાવને કારણે માત્ર પ્રાર્થનાથી તેઓને