________________
૧૨૩
લોગસ્સ સૂત્ર
જીવમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક વિશુદ્ધ વિનયભાવ પ્રગટે છે અને તેના કારણે તે મૂળમાંથી સ્કંધનો બંધ થાય છે અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પરિણતિરૂપ ભાવો પ્રત્યે વિશુદ્ધ વિનય થવાને કારણે સમ્યગ્દર્શનના મૂળમાંથી તે કલ્પવૃક્ષનો સ્કંધ ફૂટે છે અને જેમ સ્કંધ વૃદ્ધિ પામીને શાખા ઉપશાખાવાળો બને છે તેમ જીવમાં વિનયનો પરિણામ પ્રગટ્યા પછી શક્તિ અનુસાર દાન-શીલ-તપ-ભાવના ભેદરૂપ શાખા-ઉપશાખાવાળું સુંદર કલ્પવૃક્ષ સમૃદ્ધ બને છે અર્થાત્ તે મહાત્મા શક્તિ અનુસાર ચાર પ્રકારના ધર્મને સેવીને સમૃદ્ધ બને છે, તેના ફળરૂપે અતિશય સુખવાળા દેવ-મનુષ્યભવના સુખ-સંપત્તિરૂપી ફણગાઓ ફૂટે છે અને અંતે સર્વ ઉપદ્રવોથી રહિત મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે, આવું સુંદર ધર્મરૂપી કલ્પવૃક્ષ છે તે જીવની પરિણતિરૂપ છે, તેને નાશ કરે એવો નિદાનનો પરિણામ છે અને આરોગ્ય બોધિલાભાદિનું પ્રાર્થન તેવું નિદાન નથી; કેમ કે તે પ્રાર્થનામાં નિદાનનું લક્ષણ ઘટતું નથી, કેમ ઘટતું નથી ? તેથી કહે છે
દ્વેષ, વિષયોનો અનુરાગ અને મોહ=અજ્ઞાન, તેનાથી યુક્ત એવો જે જીવનો પરિણામ તે નિદાન છે, જેમ બ્રહ્મદત્તચક્રવર્તીના જીવે સંભૂતિ મુનિના ભવમાં સાધુપણું પાળીને આત્મામાં ધર્મકલ્પવૃક્ષ પ્રગટ કર્યું, તેનાથી ઉત્તમ સંયમના બળથી તે મહાત્મા સુંદર સંસારી સુખોની પ્રાપ્તિ કરીને પરિમિત કાળમાં મોક્ષસુખને પામે તેવી ઉત્તમ પરિણતિવાળા હતા અને ચક્રવર્તી થવાના રાગના પરિણામથી તે ધર્મકલ્પવૃક્ષનો તે રીતે નાશ કર્યો કે જેથી ચક્રવર્તીપણાના પ્રાપ્તિકાળમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ તેવું નિદાન રાગગર્ભિત હોય છે અને આ રાગગર્ભિત નિદાનમાં પણ નિદાનકાળમાં વર્તતા ભોગના રાગની તરતમતાના બળથી અનેક ભેદો પડે છે અને તે રાગની તીવ્રતા આદિના ભેદથી તેટલા અંશમાં ધર્મકલ્પદ્રુમ ક્ષીણ થાય છે, જેમ સંભૂતિ મુનિએ નિયાણુ કરીને ધર્મકલ્પવૃક્ષનું મૂળ એવું સમ્યગ્દર્શન જ વિનાશ કર્યું, તેથી ચક્રવર્તીના ભવમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ, વળી, દ્રૌપદીનો જીવ સુકુમાલિકાના ભવમાં પાંચ પતિની ઇચ્છા કરીને કાળ કરીને બીજા દેવલોકમાં જાય છે, ત્યાંથી ચ્યવીને દ્રૌપદી થાય છે, તેણે પણ સુકુમાલિકાના ભવમાં રાગથી નિદાન કરેલ, તેથી દ્રૌપદીના ભવમાં ચારિત્રની પ્રાપ્તિ ન થઈ, તોપણ સમ્યગ્દર્શન અને દેશવિરતિરૂપ ધર્મકલ્પવૃક્ષનો નાશ ન થયો, તેથી પૂર્વભવમાં પાળેલું સર્વવિરતિ ચારિત્ર ઉત્તરના ચારિત્રની પ્રાપ્તિ દ્વારા ધર્મકલ્પવૃક્ષની વૃદ્ધિનું કારણ હતું, છતાં વિષયના રાગજન્ય નિદાનથી તેટલું મ્યાન થયું, તેથી દ્રૌપદીના ભવમાં સર્વવિરતિની પ્રાપ્તિ થઈ નહિ, વળી, કૃષ્ણના જીવે પણ પૂર્વભવમાં ચારિત્ર પાળેલ અને બલભદ્ર મુનિએ પણ પૂર્વભવમાં ચારિત્ર પાળેલું, પરંતુ કૃષ્ણના જીવે રાગથી નિદાન કરીને દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ ન થઈ શકે તે રીતે કલ્પવૃક્ષનો ઘાત કર્યો, તેથી કૃષ્ણના ભવમાં અવિરતિનો ઉદય હોવા છતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ રીતે નિદાનકાળમાં વર્તતા કષાયના અનુરાગના ભેદથી ધર્મકલ્પવૃક્ષના વિનાશનો ભેદ પડે છે, વળી, અગ્નિશર્માના જીવે દ્વેષથી ગુણસેનકુમારને મારવાનું નિદાન કર્યું, જેનાથી દૂરદૂરવર્તી પણ ધર્મને અભિમુખ જે તે જીવનો પરિણામ હતો તેનો નિદાનથી વિનાશ થયો, જોકે અગ્નિશર્માનો જીવ ચ૨માવર્તથી બહારના પુદ્ગલપરાવર્તનવાળો હતો તોપણ તે જીવ જેમ જેમ કંઈક સુંદર ભાવો કરે છે તેમ તેમ ચ૨માવર્તની નજીક આવે છે, તેથી ધર્મને અભિમુખ કંઈક દૂરદૂરવર્તી પણ જે તેની પરિણતિ હતી તે દ્વેષથી કરાયેલા નિદાનથી વિનાશ પામે છે, તેથી ચ૨માવર્તની