________________
૧૧૧
લલિતવિક્તા ભાગ-૩ આદિ અપ્રધાન સિદ્ધો છે અને મોક્ષમાં ગયેલા પ્રધાન સિદ્ધ છે, અથવા અંધકારથી ઊર્થ એ ઉત્તમસઃ છે; કેમ કે ઉત્ શબ્દ પ્રાબલ્ય, ઊર્ધ્વગમન અને ઉચ્છેદનમાં છે એ પ્રકારનું વચન છે, વળી, પ્રાકૃતશૈલીથી ઉત્તમસ ને બદલે ઉત્તમા કહેવાયા છે. સિદ્ધ શબ્દની વ્યુત્પત્તિ કરે છે –
સિદ્ધો=સિત અર્થાત્ બદ્ધ એવું કર્મ બાત છે આમનું અર્થાતુ નાશ કરાયું છે આમનું એ સિદ્ધો અર્થાત્ કૃતકૃત્ય એ પ્રકારનો અર્થ છે, આવા ઉત્તમ સિદ્ધો આરોગ્ય બોધિલાભને આપો એમ અન્વય છે. આરોગ્ય બોધિલાભનો અર્થ સ્પષ્ટ કરે છે –
અરોગનો ભાવ કર્મરૂપી ભાવરોગના અભાવનો ભાવ, આરોગ્ય=સિદ્ધત્વ, તેને માટે બોધિનો લાભ આરોગ્ય બોધિલાભ=જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ=ભગવાનના વચનનો તત્ત્વથી સ્પર્શ થાય તેવા જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ બોધિલાભ કહેવાય છે, તેને આપો=સિદ્ધ ભગવંતો આપો એમ અન્વય છે, અને અનિદાન એવો તે=આરોગ્ય માટે બોધિલાભનો અભિલાષ, મોક્ષ માટે જ પ્રશંસા કરાય છે=મોક્ષ માટે જ થાય છે, અને તેના માટે જ=બોધિલાભ માટે જ, શું?=શું પ્રાપ્ત થાય? આથી કહે છે – સમાધાન સમાધિ=ચિતની સ્વસ્થતાની પરિણતિ, અને તે સમાધિ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે, ત્યાં બે પ્રકારત્ની સમાધિમાં, દ્રવ્ય સમાધિ જેના ઉપયોગથી=જે ઔષધ આદિના ઉપયોગથી, સ્વાધ્ય થાય છે=દેહનું આરોગ્ય થાય છે, અથવા જેઓનો અવિરોધ થાય છે કોઈકની સાથે વિરોધ હોય અને કોઈક રીતે સમાધાન થાય ત્યારે જેઓનો અવિરોધ થાય તે દ્રવ્યસમાધિ, વળી, ભાવસમાધિ જ્ઞાનાદિનું સમાધાન જ છે=સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન-સમ્યગ્વારિત્રનું આત્માને સ્પર્શે તે રીતે સેવન જ છે; કેમ કે તેઓના ઉપયોગથી જ રત્નત્રયીના સમ્યગુ સેવનથી જ, પરમ સ્વાધ્યનો યોગ છે અને જે કારણથી આ=સમાધિ, આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, બે પ્રકારે છે દ્રવ્યના અને ભાવના ભેદથી બે પ્રકારે છે, આથી દ્રવ્યસમાધિના વ્યવચ્છેદ માટે કહે છે - વર=પ્રધાન એવી ભાવસમાધિ એ પ્રકારનો અર્થ છે=ભાવસમાધિ આપો એ પ્રકારનો અર્થ છે, આ પણ=ાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ પણ, તારતમ્યના ભેદથી અનેક પ્રકારે જ છે, આથી કહે છે – ઉત્તમ=સર્વોત્કૃષ્ટ, આપો સિદ્ધ ભગવંતો સર્વોત્કૃષ્ટ એવી જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ મને આપો. ભાવાર્થ
ચોવીશે તીર્થંકરો પાસે “તમે પ્રસાદપર થાવ એવી પ્રાર્થના કર્યા પછી સિદ્ધ ભગવંતો પાસે વિશેષ પ્રકારની પ્રાર્થના કરે છે; કેમ કે આત્માને સિદ્ધ અવસ્થા જ અત્યંત ઇષ્ટ છે અને તેની પ્રાપ્તિ સ્વપરાક્રમથી જ થાય છે અને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિને અનુરૂપ સ્વપરાક્રમ સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિથી પ્રગટે છે, તેથી સુસાધુઓ અને સુશ્રાવકો હંમેશાં સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે સ્વનામથી કીર્તન કરે