________________
૪૮
લલિતવિસ્તરા ભાગ-૩ અનુષ્ઠાનસેવનકાળમાં વૃદ્ધિ થાય છે; કેમ કે મેધાથી સૂક્ષ્મ પદાર્થનો બોધ થવાને કારણે તે ભાવની નિષ્પત્તિને અનુકૂળ વૈર્ય વૃદ્ધિ પામે છે અને જેમ જેમ વૈર્યપૂર્વક પ્રવૃત્તિ થાય છે તેમ તેમ સૂત્રથી વ્યક્ત થતા ભાવોની ધારણા પણ અતિશય-અતિશયતર થાય છે; કેમ કે ધૃતિના દઢ ઉપયોગના બળથી ધારણાના સંસ્કારો અતિશય બને છે અને જેમ જેમ ઉત્તમ ભાવોની ધારણાની વૃદ્ધિ થાય તેમ તેમ તે ભાવોના સૂક્ષ્મ રહસ્યને જાણવા માટેની અનુપ્રેક્ષા પણ વૃદ્ધિ પામે છે, તેથી પ્રાપ્તિના ક્રમની જેમ જ વૃદ્ધિનો ક્રમ છે.
આ રીતે હું કાયોત્સર્ગમાં રહું છું એ પ્રમાણે પ્રસ્તુત સૂત્રથી બોલાય છે એના દ્વારા કાયાના ઉત્સર્ગનો સ્વીકાર બતાવાય છે અર્થાત્ હું કાયાનો ત્યાગ કરીને વધતી જતી શ્રદ્ધા આદિપૂર્વક શુભ ધ્યાન કરીશ એ પ્રકારનો સંકલ્પ કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ એ વચન દ્વારા કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ કરેલ અને અહીં હું કાયોત્સર્ગમાં રહું છું એ પ્રકારનો સંકલ્પ કરે છે, તે બંને વિકલ્પોમાં વર્તમાનકાલીન પ્રયોગ છે, તેથી તે બેમાં શું ભેદ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
પૂર્વમાં અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ એ વચન દ્વારા રોમિ પ્રયોગ કરિષ્યનિ એ પ્રકારના અર્થમાં છે, તેથી નજીકના કાળમાં હું કરીશ એમ બતાવીને ક્રિયાનું અભિમુખપણું બતાવાયું કાઉસ્સગ્ન કરવાને હું અભિમુખ છું એમ કહેવાયું, હવે ઠામિ કાઉસ્સગ્ગ એ વચન દ્વારા કાઉસ્સગ્નની ક્રિયાનું આસન્નતરપણું હોવાથી અને ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનો કથંચિત્ અભેદ હોવાથી ઉતમ એ પ્રમાણે કહેવાય છે અર્થાત્ પૂર્વમાં કાઉસ્સગ્નની ક્રિયા દૂરતર હતી, તેથી કાઉસ્સગ્ન કરવાને અભિમુખ થવા માટે કરેમિ કાઉસ્સગ્ગ એ પ્રકારે બોલાય છે, હવે સાધુ કે શ્રાવક કાઉસ્સગ્નની અતિ નજીકની ભૂમિકામાં સંપન્ન થયા છે, તેથી આગારનું અન્નત્ય સૂત્ર બોલીને તરત કાઉસ્સગ્નમાં સ્થિર થશે અને કાઉસ્સગ્નમાં સ્થિર થવાની ક્રિયા અને સ્થિર થવાનું કાર્ય એ રૂ૫ નિષ્ઠા તે બેનો અભેદ હોવાથી હું કાયોત્સર્ગમાં રહું છું એમ કહીને પોતે કાયોત્સર્ગમાં સ્થિર છે તે પ્રકારનો અધ્યવસાય કરાય છે, આ કથન દ્વારા હું વંદન-પૂજન-સત્કાર-સન્માન માટે કાઉસ્સગ્ન કરું છું અને અરિહંત ચૈત્યોને વંદન-પૂજન આદિ બોધિલાભ માટે કરું છું અને બોધિલાભની ઇચ્છા મોક્ષ માટે કરું છું એ પ્રકારના સ્વીકારપૂર્વક, અને શ્રદ્ધાદિ ભાવોથી યુક્ત કરાયેલું ચૈત્યવંદન અનુષ્ઠાન સદનુષ્ઠાન થાય છે તેમ બતાવાયું છે.
વળી, પંજિકામાં પ્રતિપત્તિનો અર્થ કાયોત્સર્ગરૂપ સ્વીકાર છે તેને ઠામિ કાઉસ્સગ્ગ એ વચન બતાવે છે. તેમ બતાવ્યા પછી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કથંચિત્ અભેદ છે તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે નિશ્ચયનયની દૃષ્ટિથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ છે. કેમ અભેદ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે સમયે જે ક્રિયા કરાય છે તે ક્રિયા તે સમયમાં જ તેટલું કાર્ય પૂર્ણ કરે છે, જેમ કરવતથી કાપવાની ક્રિયા કરાતી હોય ત્યારે જેટલી કાપવાને અનુકૂળ ક્રિયા કરવામાં આવે તેટલું લાકડાનું છેદન તે સમયે જ થાય છે. તેથી ક્રિયા અને ક્રિયાની સમાપ્તિ એક ક્ષણમાં છે, આથી જ જ્યારે જીવ જે અધ્યવસાય કરે છે તે અધ્યવસાયનું કાર્ય કર્મબંધ કે નિર્જરા તે જ સમયમાં તેના અધ્યવસાયને અનુરૂપ થાય છે અને વ્યવહારનય