________________
પ૮
લલિતવિક્તા ભાગ-૩ ઉપયોગ તે અનુષ્ઠાનજન્ય શુભભાવોને અભિમુખ જે જે અંશથી થાય છે તે તે અંશથી આત્મામાં પ્રગટ થયેલ શુદ્ધ પરિણામને નિર્મળ કરે છે એ અનુભવ અનુસાર અન્વયે વ્યતિરેક દ્વારા વિચારવું જોઈએ. જેમ વિવેકી શ્રાવક પણ ઉપયોગપૂર્વક ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન કરે છે ત્યારે તેના ઉપયોગ અનુસાર સૂત્ર-અર્થ વિષયક વીતરાગના ગુણનો જે અંશથી સ્પર્શ થાય છે તે અંશથી ચિત્તમાં ભોગનો સંશ્લેષ પૂર્ણ કરતાં ઉત્તરમાં અલ્પ-અલ્પતર થતો સ્વસંવેદનથી જણાય છે અને જ્યારે જ્યારે વિવેકી શ્રાવક તે પ્રકારના અનુષ્ઠાનનું સેવન કરતા નથી ત્યારે ત્યારે ભોગનો અવસ્થિત સંશ્લેષ અનુષ્ઠાનની સહાયતા વગર સ્વતઃ નિવર્તન પામતો જણાતો નથી. આ પ્રકારે સમ્યગુ પરિભાવન કરવાથી સુખના અર્થી જીવની ઉત્કટરુચિ સુખના ઉપાયમાં ઉલ્લસિત થાય છે અને વિવેકી જીવને શમભાવના સુખ આગળ અન્ય સર્વ સુખો તુચ્છ અને અસાર જણાય છે અને શમભાવનું સુખ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ વર્તમાનમાં સુખ વધે છે, આગામી ઉત્તમ ભાવોની પ્રાપ્તિ દ્વારા તેની અતિશય વૃદ્ધિ થશે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ થશે તેવો વિશ્વાસ થવાથી શક્તિ અનુસાર અપ્રમાદથી સદનુષ્ઠાનને સેવવાનો ઉલ્લાસ થાય છે.
વળી, સદનુષ્ઠાન સેવનારામાં આદર આદિ હોય છે તેમ અન્ય વડે પણ કહેવાયું છે તે ગ્રંથકારશ્રી બતાવે
સદનુષ્ઠાનનું લક્ષણ-સદનુષ્ઠાન પ્રત્યે આદર, કરણમાં પ્રીતિ, વિપ્નનો અભાવ, સંપત્તિનો આગમ, જિજ્ઞાસા અને તદ્જ્ઞની સેવા છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું મિથ્યાત્વ મંદ થયું છે તેઓને ગુણવૃદ્ધિના કારણભૂત સદનુષ્ઠાન સેવવા પ્રત્યે સ્વાભાવિક આદર વર્તે છે. વળી, સદનુષ્ઠાન પ્રીતિપૂર્વક કરે છે અને પ્રીતિપૂર્વક સદનુષ્ઠાન સેવવાને કારણે પાપપ્રકૃતિઓ ક્ષીણ થાય છે, તેથી સંસારના ક્ષેત્રમાં કે યોગમાર્ગના ક્ષેત્રમાં સર્વત્ર વિનો અલ્પ થાય છે, તેથી તે વિઘ્ન વગર સુખપૂર્વક સ્વસ્થતાથી જીવી શકે છે. વળી, સદનુષ્ઠાનકાળમાં વર્તતા તેના અધ્યવસાયને અનુકૂળ પુણ્યપ્રકૃતિઓ જાગ્રત થાય છે, તેથી શારીરિકમાનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી સંપત્તિનું આગમન થાય છે. વળી, તેવા મહાત્માઓ આદરપૂર્વક સદનુષ્ઠાન સેવે છે ત્યારે તે સદનુષ્ઠાન વિષયક વિશેષ-વિશેષની જિજ્ઞાસા વર્તે છે અર્થાત્ કઈ રીતે આ સદનુષ્ઠાન પ્રકર્ષથી સેવી શકાય તેવી જિજ્ઞાસા વર્તે છે, આથી જ તેવા જીવો સદનુષ્ઠાનના સૂક્ષ્મ રહસ્યને જાણનારા ઉત્તમ પુરુષોની સેવા કરે છે, તેથી સદનુષ્ઠાનના સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિ કરીને સદનુષ્ઠાનને અતિશય કરવા સમર્થ બને છે.
આ સદનુષ્ઠાનના સેવનથી અભિલષિત અર્થની પ્રાપ્તિ થાય છે અર્થાત્ ચિત્તમાં કષાયોના શમનથી અને પુણ્યપ્રકૃતિના ઉત્કર્ષથી સર્વ પ્રકારના અભિલષિત અર્થોની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે પ્રાપ્તિ થાય છે ? તેથી કહે છે – તે તે પ્રકારના ભાવની વિશુદ્ધિથી સર્વ પ્રકારના સુખની પરંપરાની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે ઇસુને સદ્હેતુનો યોગ થાય તો ક્રમસર શર્કરાની પ્રાપ્તિ થાય છે અર્થાત્ ઇસુને પલનાર પુરુષનો યોગ થાય તો રસની પ્રાપ્તિ થાય અને તે રસને ઉકાળવાની ક્રિયાના યોગની પ્રાપ્તિ થાય તો ગોળ, ખાંડના ક્રમથી શર્કરાની પ્રાપ્તિ થાય છે તે રીતે સદનુષ્ઠાનથી સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ થાય છે.