________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૧
અહીં ગુણદ્વેષીથી એ પ્રાપ્ત થાય કે પૂર્ણ ગુણ સ્વરૂપ મોક્ષ છે અને પૂર્ણ ગુણ સ્વરૂપ મોક્ષ પ્રત્યે કા૨ણ એવો જે મોક્ષમાર્ગ ભગવાનના વચન સ્વરૂપ છે, તે પણ ગુણ રૂપ છે તેના પ્રત્યે દ્વેષ અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત જીવો પ્રત્યે જે દ્વેષ તે ગુણદ્વેષ છે, જેમ જમાલીને મોક્ષ પ્રત્યે ઇચ્છા હતી, તોપણ ભગવાનના વચનરૂપ મોક્ષમાર્ગના એક દેશમાં જે દ્વેષ હતો તે ગુણદ્વેષ હતો, વળી, કોઈકને ગુણવાન પ્રત્યે ઇર્ષ્યા આદિને કા૨ણે પણ તેના ગુણો પ્રત્યે દ્વેષ થાય તે ગુણદ્વેષી છે અને તે ગુણદ્વેષ જેટલો અતિશય તેટલા સંસારની વૃદ્ધિ થાય છે; અને યોગમાર્ગની ભૂમિકાને સન્મુખ થયેલા જીવો મિથ્યાત્વની મંદતાને કારણે ક્વચિત્ ભગવાનના વચનથી વિપરીતમાં રુચિ ધરાવે છે, તોપણ તે રુચિ નિવર્તનીય છે, તેથી તે વિપરીત રુચિ શિથિલ મૂળવાળી હોવાથી ગુણદ્વેષરૂપ નથી, પરંતુ તે જીવો ગુણના અદ્વેષવાળા છે અને જેમ જેમ તેઓને મોક્ષ અને મોક્ષમાર્ગના સ્વરૂપનો બોધ થાય છે તેમ તેમ ગુણનો રાગ વધે છે અને ગુણરૂપ ભગવાનના વચનમાં જે વિપરીત રુચિ છે તે ક્રમસર અલ્પ-અલ્પતર થાય છે અને ગુણનો રાગ વૃદ્ધિ પામીને સમ્યક્ત્વ પ્રાપ્તિકાળમાં ઉત્કટ વર્તે છે, તેથી તેઓને સર્વજ્ઞનાં સર્વ વચનમાં સ્થિર રાગ હોય છે, આથી ‘સર્વાંગયં સમ્મત્ત’ એ પ્રકારનું વચન છે અર્થાત્ સર્વજ્ઞનાં સર્વ વચનો વિષયક રુચિ વર્તે છે, તેથી જેઓને ઇક્ષુ જેવો પણ મુક્તિનો અદ્વેષ પ્રગટ્યો છે તેઓ ગુણદ્વેષી નથી, પરંતુ જેઓને તત્ત્વભૂત પણ ભગવાનના વચનમાં જમાલીની જેમ દ્વેષ વર્તે છે તેવા ગુણદ્વેષી જીવો પ્રસ્તુત સૂત્ર બોલવાના અનધિકારી છે, છતાં યદ્દચ્છાથી પ્રવૃત્તિ કરીને તેઓ મૃષાવાદ જ કરે છે, વળી, તેઓને તેનાથી પરિતોષ છે, તે પણ અસમંજસ છે તે બતાવતાં કહે છે
-
તે જીવો મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી મેં કાઉસ્સગ્ગ કર્યો છે એ પ્રકારનો પરિતોષ માને છે તેઓ સમ્યક્ કાયોત્સર્ગ કરનારા લોકોને નીચત્વ બતાવનાર છે અર્થાત્ પોતે જે રીતે કાયોત્સર્ગ કરે છે, એ રીતે જ કાયોત્સર્ગ કરવો ઉચિત છે અને જેઓ સમ્યક્ કાયોત્સર્ગ કરીને વીતરાગ તરફ જનારા છે તેઓ મૂર્ખ છે તેમ બતાવનારા છે; કેમ કે ગુણદ્વેષી જીવોને ગુણ તરફ જનારા જીવો મૂર્ખ ભાસે છે, જેમ જમાલીને ભગવાનનું વચન સ્વીકારનારા મૂર્ખ છે તેમ જ જણાય છે; કેમ કે તેઓને તે વચનમાં વિપરીતરૂપે જ સ્થિર રુચિ છે, તેથી તે રૂપે જે સ્વીકારે તે ઉચિત કરનારા છે તેમ જણાય છે અને જેઓ તેને અનુચિત માને છે તેઓ હીન છે તેમ માને છે, તેમ ગુણદ્વેષી જીવો સમ્યક્ કાઉસ્સગ્ગ કરનારાઓને સાક્ષાત્ ઉલ્લેખ ન કરે તોપણ અર્થથી નીચ જ માને છે.
વળી, તેઓ ગુણ પ્રત્યે દ્વેષવાળા હોવા છતાં ગુણવૃદ્ધિને અનુકૂળ યત્ન કરાવે એવા ભાવને કહેનાર પ્રસ્તુત સૂત્ર બોલે છે તે મિથ્યાત્વ ગ્રહનો વિકાર છે અર્થાત્ તેઓમાં મિથ્યાત્વરૂપ ઉન્માદ વર્તે છે તે જ આગ્રહરૂપ વિકાર છે અને તે વિકારને વશ જ પોતે પ્રસ્તુત કાયોત્સર્ગ કરીને મેં કાઉસ્સગ્ગ કર્યો છે તેમ પરિતોષ માને છે, વસ્તુતઃ તેઓએ કાયોત્સર્ગને અનુકૂળ લેશ પણ યત્ન કર્યો નથી, તેથી તેઓનો પરિતોષ મિથ્યાત્વનો જ વિકાર છે, તેમાં અન્ય દર્શનની સાક્ષી આપે છે. જેમ કોઈ ભિક્ષુક હોય, હાથમાં દંડ હોય, જીર્ણ વસ્ત્ર હોય, ભસ્મ આદિથી વિભૂષિત હોય અને અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરનારા હોય, તેથી વિચારકોને તે દયાપાત્ર જણાતા હોય, છતાં હું સંન્યાસી છું એ પ્રકારના પોતાના આગ્રહથી રાજાથી પણ હું