________________
૧૦૪
લલિતવિક્તા ભાગ-૩
પ્રકારે પૂર્વપક્ષીની શંકામાં ઉત્તર આપે છે –
અહીં=જિનપ્રવચનમાં, શ્રુતકેવલી વગેરે અન્ય પણ કેવલીઓ વિધમાન છે જ, તે કારણથી તેઓમાં=શ્રુતકેવલી વગેરે અન્ય કેવલીઓમાં, આવો સંપ્રત્યય ન થાવ, એથી તેના પ્રતિષેધ માટે શ્રુતકેવલી વગેરે અન્યોની હું સ્તુતિ કરીશ એ પ્રકારના બોધના પ્રતિષેધ માટે, લોકના ઉધોતકર ઈત્યાદિ પણ કહેવું જોઈએ, આ રીતે=અત્યાર સુધીમાં અરિહંતનાં સર્વ વિશેષણો કઈ રીતે સફલ છે તેમ બતાવ્યું એ રીતે, બે આદિના સંયોગની અપેક્ષાથી પણ વિચિત્ર નય મતના
અભિજ્ઞ પુરુષે=ભગવાનના વચનના અનેક પ્રકારના નયને જોનારી દષ્ટિવાળા પુરુષ, સ્વબુદ્ધિથી વિશેષણનું સાફલ્ય વિચારવું જોઈએ, એથી વિસ્તારથી સર્યું, આ=અત્યાર સુધી વર્ણન કર્યું છે, ગમનિકા માત્ર છે=વિવિધ પ્રકારના નયના મતોને જાણવાને અનુકૂળ દિશાસૂચન માત્ર છે. III ભાવાર્થ :
વળી, માત્ર જિનોનું હું કીર્તન કરીશ એમ કહેવામાં આવે તો વિશિષ્ટ કૃતધર આદિ જિનો છે તેઓનું પણ ગ્રહણ થાય છે, કેમ કે જેઓ સર્વ ઉદ્યમથી જિન થવા માટે યત્નશીલ હોય તેઓ જિન કહેવાય, તેથી વિશિષ્ટ શ્રુતના બળથી કે અવધિજ્ઞાનના બળથી કે મન:પર્યવજ્ઞાનના બળથી જેઓ સર્વથા જિન થવા યત્ન કરે છે તે જિનો છે; કેમ કે કરાતું હોય તે કરાયું કહેવાય એ વચનાનુસાર તેઓ પણ જિન છે, વળી, અગિયારમા–બારમા ગુણસ્થાનકવાળા પણ જિનો છે, તે સર્વ જિનોની વ્યાવૃત્તિ કરવા માટે લોકઉદ્યોતકર આદિ વિશેષણોનું ગ્રહણ છે; કેમ કે પ્રસ્તુતમાં તેઓની સ્તવના નથી કરવી, પરંતુ તીર્થકરોની સ્તવના કરવી છે.
વળી, અરિહંત એ વિશેષ્યપદ છે, તેથી જેઓ અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય છે તેઓ લોકઉદ્યોતકર આદિ વિશેષણોથી વિશિષ્ટ છે તેઓનું પ્રસ્તુતમાં ગ્રહણ છે, તેથી નામ, સ્થાપના આદિ અન્ય અરિહંતોની વ્યાવૃત્તિ થાય છે; કેમ કે સ્થાપના અરિહંત પણ અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત છે અને દ્રવ્ય અરિહંત પણ નજીકમાં અષ્ટ મહાપ્રાતિહાર્યથી પૂજા યોગ્ય થવાના છે તેઓનું પ્રસ્તુતમાં ગ્રહણ નથી, માત્ર અરિહંતપદ કહેવાથી નામ, સ્થાપના આદિ ભેદવાળા અરિહંતોનું પણ ગ્રહણ થાય, તેના નિવારણ માટે અરિહંત પદનાં અન્ય વિશેષણોનું સાફલ્ય છે.
વળી, નિનઃ એ વિશેષણ સ્વરૂપ જ્ઞાપન માટે છે; કેમ કે વિશેષણનું ગ્રહણ ત્રણ સ્થાનમાં સફલ છે, તેથી ઉભયપદનો વ્યભિચાર હોય ત્યારે વિશેષણથી અપ્રસ્તુતની વ્યાવૃત્તિ થાય છે, જેમ નીલકમલ કહેવામાં આવે ત્યારે કમલ કહેવાથી નીલથી અન્ય કમળનું ગ્રહણ થાય છે અને નીલ કહેવાથી નીલકમલ સિવાય અન્ય નલવસ્તુનું પણ ગ્રહણ થાય છે, તે સ્થાનમાં નીલકમલનો જ બોધ કરાવવા માટે નીલ ઉત્પલ કહેવાય છે.
વળી, એક પદના વ્યભિચારમાં પણ વિશેષણનું ગ્રહણ થાય છે, જેમ પાણી દ્રવ્ય છે, પૃથ્વી દ્રવ્ય છે તે સ્થાનમાં પાણી કહેવાથી દ્રવ્યની પ્રાપ્તિ છે, દ્રવ્ય સિવાય અન્યની પ્રાપ્તિ નથી, પરંતુ દ્રવ્ય કહેવાથી પાણીની