________________
૧૦૮
લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરાર્થ:
આ રીતે-પૂર્વની ત્રણ ગાથામાં કહેવાયું એ વિધિથી, મારા વડે એ પોતાના નિર્દેશને કહે છે અર્થાત્ મારા વડે સ્તુતિ કરાયા=અભિમુખ્યથી સ્તવન કરાયા એ અભિપ્ટતા છે= સ્વનામ વડે કીર્તન કરાયેલા છે એ પ્રકારનો અભિથુઆ શબ્દનો અર્થ છે, કેવા વિશિષ્ટ તેઓ છે? એથી કહે છે – વિધૂત રજમલવાળા છે, ત્યાં વિધૂત રજમલવાળા એ વિશેષણમાં, રજ અને મલ રજમલ, પ્રકંપિત કરાયા છે રજ અને મલ જેના વડે તે તેવા પ્રકારના છે વિધૂત રજમલવાળા છે, અહીં વિધૂતનો અર્થ પ્રકંપિત કર્યો અને તેનો અર્થ અપનીત કર્યો, તેનું કારણ ઘાતુઓનું અનેકાર્થપણું છે, તેથી વિધૂતનો અર્થ અપનીત થાય છે, ત્યાં=રજ અને મલમાં, બધ્યમાન કર્મ રજ કહેવાય છે, વળી, પૂર્વબદ્ધ કર્મ મલ કહેવાય છે અથવા બંધાયેલું કર્મ જ કહેવાય છે, નિકાચિત કર્મ મલ કહેવાય છે અથવા ઈર્યાપથ કર્મ રજ કહેવાય છે, સાંપરાયિક કર્મ મલ કહેવાય છે.
અને જે કારણથી આવા પ્રકારના છે દૂર કરાયેલા રજમલવાળા છે, આથી જ પ્રક્ષીણ જરામરણવાળા છે; કેમ કે કારણનો અભાવ છે=જરા-મરણના કારણ એવા જમલનો અભાવ છે, ત્યાં=જરા-મરણમાં, જરા વયની હાનિરૂપ છે અને મરણ પ્રાણના ત્યાગરૂપ છે, પ્રક્ષીણ થયાં છે જરા-મરણ જેઓનાં તે તેવા પ્રકારના છે=પ્રક્ષીણ જરા-મરણવાળા છે, ચતુર્વિશતિરપિમાં રહેલા ગ શબ્દથી અન્ય પણ જિનવરો મૃતાદિ જિન પ્રધાન, અને તે સામાન્ય કેવલીઓ પણ થાય છે, આથી કહે છે – તીર્થકરો, આ તીર્થકરો એ શબ્દ, પૂર્વની સાથે સમાન છે=પૂર્વમાં વર્ણન કરેલું તેવા સ્વરૂપવાળો છે, મારા ઉપર શું? પ્રસાદપર થાવચોવીશ તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરવામાં તત્પર થાવ. ભાવાર્થ
પ્રસ્તુત સૂત્રની પ્રથમ ગાથાથી કેવા સ્વરૂપવાળા તીર્થકરોનું પોતે નામથી કીર્તન કરશે તેનું પ્રતિસંધાન કરાય છે, જેથી તેવા સ્વરૂપવાળા આ ચોવીશે તીર્થકરો છે તેમનું હું નામથી કીર્તન કરું છું તેવી નિર્મળ બુદ્ધિ થાય છે અને બેથી ચાર ગાથા દ્વારા નામથી તેઓનું કીર્તન કર્યું ત્યારપછી તેઓની પાસે પ્રાર્થના કરવા માટે કહે છે – આવા તીર્થકર મારા વડે સ્તુતિ કરાયા છે અર્થાત્ તેઓનું નામ ગ્રહણ કરીને તેમના ગુણોથી મેં મારા આત્માને વાસિત કર્યો છે, વળી, તેઓ રજમલ વગરના અને ક્ષીણ થયેલા જરા-મરણવાળા છે તેવા ચોવીશે પણ જિનવરો તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરનારા થાવ અર્થાત્ તેઓના ગુણથી મારું ચિત્ત તે પ્રકારે સદા વાસિત રહો કે જેથી મારા સંસારનો શીધ્ર ક્ષય થાય એ પ્રકારનો અભિલાષ પ્રસ્તુત ગાથાથી કરાય છે.
વળી, ચોવીશે ભગવાનનાં બે વિશેષણો આપ્યાં-વિધૂત રજમલવાળા અને પ્રક્ષીણ જરા-મરણવાળા, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને રજ અને મલને દૂર કર્યા છે, ત્યાં રજ અને મલ શબ્દથી ત્રણ પ્રકારના અર્થની પ્રાપ્તિ થઈ શકે છે, જેમ કોઈની ઉપર રજકણો ચોંટે તે રજ કહેવાય અને તેનાથી દેહ મલિન થાય, તેથી