________________
૭૯
અન્નત્થ સૂત્ર કાયોત્સર્ગરૂપ અર્થ=વંદનાદિ અર્થ, સ્વીકારાતા કાયોત્સર્ગ કરણમાં હો=પ્રવર્તી, તેને ગ્રંથકારશ્રી કહે છે. આ રીતે તો=લિયત પ્રમાણવાળો કાયોત્સર્ગ પૂર્વપક્ષી સ્વીકારે તો, અહીં શું વિરોધ છે? અર્થાત્ પૂર્વપક્ષીએ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સ્વીકારવો જોઈએ, એથી કહે છે પૂર્વપક્ષી કહે છે. વળી, આ=દંડકનો અર્થ, તે નથી કાયોત્સર્ગ નથી, પતિ શબ્દ પર વક્તવ્યતાના સમાપ્તિ અર્થવાળો છે. ભાવાર્થ :
કેટલાક જીવો શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવામાં પ્રમાદી હોય છે, એટલું જ નહિ પણ શાસ્ત્રના અર્થો વિચારવામાં પણ પ્રમાદવાળા હોય છે. તેવા પ્રમાદરૂપ મદિરાના મદથી હણાયેલા ચિત્તવાળા તે જીવો તે પ્રકારના લોકોની આચરણાને જ પ્રમાણ કરે છે, પરંતુ ભગવાનના વચનને યથાસ્થિત આલોચન કરતા નથી; કેમ કે પ્રમાદરૂપી મદિરાનો મદ ચડેલો હોવાથી હિતાહિતની વિચારણામાં તેઓની બુદ્ધિ કુંઠિત હોય છે, તેથી આ પ્રમાણે પૂર્વ-અપર વિરુદ્ધ કહે છે અર્થાત્ અરિહંત ચેઇયાણ દંડક અને અન્નત્થ સૂત્ર બોલીને જે કાઉસ્સગ્ન કરે છે તે સૂત્રમાં બોલાતા અર્થથી પ્રાપ્ત થતા ભાવનું યથાર્થ પ્રતિસંધાન કરતા નથી, તેથી સૂત્રમાં જે પૂર્વમાં બોલે છે તેનાથી વિરુદ્ધ આ પ્રમાણે કહે છે, તેથી તેઓનું કથન પૂર્વ-અપર વિરુદ્ધ છે. શું કહે છે? તે સ્પષ્ટ કરે છે –
કાયોત્સર્ગમાં આઠ ઉછુવાસ પ્રમાણ જે જઘન્ય કાઉસ્સગ્ગ છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું એ ઉસૂત્ર છે, કેમ ઉસૂત્ર છે તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – સાધુલોકથી અને શ્રાવકલોકથી અનાચરિતપણું છેઃ વર્તમાનમાં સાધુ અને શ્રાવક લોકો પ્રસ્તુત દંડકથી જે કાયોત્સર્ગ કરે છે તે આઠ ઉચ્છવાસ પ્રમાણ કરતા નથી, માટે તે પ્રમાણે આચરણ કરવું જોઈએ નહિ અને તેમ જેઓ કરે છે તે ઉત્સુત્ર છે, તેને ગ્રંથકારશ્રી કહે
પૂર્વપક્ષીનું આ કથન અયુક્ત છે. કેમ અયુક્ત છે તેમાં હેત કહે છે – અધિકૃત કાયોત્સર્ગને કહેનાર જે પ્રસ્તુત દંડક સૂત્ર છે તેનો અન્ય અર્થ થઈ શકતો નથી. કેમ થઈ શકતો નથી ? તેમાં હેતુ કહે છે – પૂર્વમાં કહ્યું એ પ્રમાણે દંડક સૂત્રનો અર્થ કરાયે છતે આઠ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગનો વિરોધ નથી; કેમ કે પ્રસ્તુત સૂત્રમાં બોલાય છે કે અરિહંત ભગવંતોનાં વંદન, પૂજન, સત્કાર આદિથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ મને પ્રસ્તુત કાયોત્સર્ગથી મળો, તેથી પ્રતિનિયત ફળ મેળવવા માટે કાયોત્સર્ગ કરાય છે, માટે ચેષ્ટા કાયોત્સર્ગ છે અને ચેષ્ટા કાયોત્સર્ગ પ્રતિનિયત પ્રમાણવાળો જ હોય છે, તેથી પ્રસ્તુત દંડકનો અર્થ વિચારવામાં આવે તો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સ્વીકારવામાં વિરોધ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે નિયત પ્રમાણ કાયોત્સર્ગરૂપ અર્થ વંદનાદિનો કાયોત્સર્ગ કરવામાં થાવ, પરંતુ પ્રસ્તુત દંડકનો અર્થ કાયોત્સર્ગ નથી, તેથી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ આ કાયોત્સર્ગ છે તેમ કહેવું ઉચિત નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રસ્તુત દંડકનું ઉચ્ચારણ શેના માટે છે અર્થાત્ કાયોત્સર્ગ માટે ન હોય તો શેના માટે છે ? ત્યાં પૂર્વપક્ષી કહે કે વંદના માટે પ્રસ્તુત દંડક સૂત્ર બોલાય છે, કાયોત્સર્ગ માટે નહિ અર્થાત્ ભગવાનને વંદન કરવા માટે