________________
૯
લલિતવિક્તા ભાગ-૩
ભાવાર્થ -
અરિહંત ચેઇયાણં સૂત્રથી કરાયેલ કાયોત્સર્ગમાં ઉચ્છવાસનું માન આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે, પરંતુ તે કાયોત્સર્ગમાં ધ્યેયનો નિયમ નથી=નવકાર જ બોલવો જોઈએ લોગસ્સ નહિ, લોગસ્સ જ બોલવો જોઈએ નવકાર નહિ, એવા પ્રકારનો ધ્યેયનો નિયમ નથી, તો શું ધ્યાન કરવું જોઈએ? એથી કહે છે – જે પ્રકારે પોતાનો પરિણામ વર્તતો હોય તેને અનુરૂપ ધ્યેયનું ધ્યાન કરવું જોઈએ અને તે ધ્યેય ત્રણ પ્રકારના છે – ૧. સ્થાપનેશના ગુણરૂપ તત્ત્વો અથવા ૨. સ્થાન-વર્ણ-અર્થ-આલંબન અથવા ૩. પોતાનામાં જે દોષો વર્તે છે તેના પ્રતિપક્ષરૂ૫ ધ્યેય.
તેથી એ ફલિત થાય કે કાયોત્સર્ગકાળમાં જે તીર્થંકર આદિની પ્રતિમા છે તે સ્થાપના સ્વામી વીર ભગવાન આદિ છે તેમના ગુણરૂપ તત્ત્વો તે ધ્યેય છે, તેથી તેમના ગુણરૂપ તત્ત્વને કહેનારાં સૂત્રો અર્થને સ્પર્શે તે રીતે ચિંતવન કરવામાં આવે તે પ્રથમ ભેદવાળું ધ્યાનના વિષયભૂત ધ્યેય છે.
અથવા નવકાર આદિ સૂત્રો બોલાતાં હોય ત્યારે સ્થાન, શબ્દરૂપ વર્ણ, તેનાથી વાચ્ય અર્થ અને સન્મુખ રહેલ પ્રતિમાદિ આલંબન તે ત્રણમાં ક્રમસર ઉપયોગ પ્રવર્તતો હોય ત્યારે તે ધ્યાનનો વિષય સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન બને છે, તેથી તે બીજા પ્રકારનું ધ્યેય છે.
અથવા પોતાનામાં જે દોષો વર્તે છે તેના પ્રતિપક્ષભૂત જે ગુણો છે તેમાં ઉપયોગ પ્રવર્તે એ પ્રકારે કોઈ સૂત્ર બોલાય ત્યારે તે ધ્યાનનો વિષય ત્રીજા પ્રકારનું ધ્યેય બને છે અને આ ત્રણ પ્રકારના ધ્યેયમાંથી જેનું ધ્યાન કરવાથી ભાવનો પ્રકર્ષ થતો હોય એ રૂપ યથા પરિણામથી આ છે=ધ્યેયનું ધ્યાન છે.
વળી, આ ધ્યેયનું ધ્યાન વિદ્યાજન્મનું બીજ છે=આત્મામાં વિવેકની ઉત્પત્તિનું કારણ છે અર્થાતુ જેમ જેમ ધ્યેયનું ધ્યાન કરવામાં આવે તેમ તેમ ધ્યેયથી ભિન્ન વીતરાગતુલ્ય પોતાનો આત્મા દેહમાં વર્તે છે, તેમાં રહેલ વીતરાગભાવ કષાયથી આવૃત્ત છે, પ્રસ્તુત ધ્યાન તે કષાયને અલ્પ કરીને તેટલા અંશમાં વીતરાગભાવના વેદનને પ્રગટ કરે તેવું વિદ્યાજન્મનું બીજ પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન છે–ત્રણમાંથી યથાઉચિત કરાયેલા ધ્યેયનું ધ્યાન છે અને તે શાસ્ત્રસિદ્ધ પરમેશ્વરપ્રણીત ધ્યાન છે અર્થાતુ જે જીવની જે પ્રકારની યોગ્યતા છે તેને અનુરૂપ ધ્યેયનું ચિંતવન કરીને આત્મહિત સાધવું જોઈએ એમ જે ભગવાને કહેલ છે તેને અનુરૂપ આ ધ્યાન છે. કેમ આવું વિવેકયુક્ત ધ્યાન પરમેશ્વરથી પ્રણીત છે ? તેમાં હેત કહે છે – આ પ્રકારના પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારથી જ ઉપયોગની શુદ્ધિ થાય છે.
આશય એ છે કે જીવ સતત મતિજ્ઞાનના ઉપયોગવાળો છે અને તે મતિજ્ઞાનનો ઉપયોગ કષાયોના સંશ્લેષથી કાલુષ્યને સ્પર્શનારો છે અને જે મહાત્મા પ્રસ્તુતમાં બતાવ્યું એ પ્રમાણે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરે, તેનાથી તેના આત્મામાં તેટલા અંશમાં કષાયની ક્ષીણતા થાય છે અને તેના કારણે તેનો મતિજ્ઞાનનો ઉપયોગ પૂર્વ કરતાં નિર્મળ કોટિનો બને છે, આથી જ જીવો જેટલા જેટલા અંશથી સંવેગના પરિણામથી વાસિત બને છે તેટલા તેટલા અંશથી ભોગમાં તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ પૂર્વ પૂર્વ કરતાં અલ્પ-અલ્પતર સંશ્લેષવાળો બને છે, આથી જ જે જીવો દઢ પ્રણિધાનપૂર્વક પ્રતિદિન ચૈત્યવંદન