________________
૧૦૦
લલિતવિસ્તરા ભાગ-૩ બીજાઓ વડે પણ કહેવાયું છે – અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલું અવિનાશી તૃષ્ણાજલથી અભિષિક્ત પુરાતન કર્મરૂપી બીજ જંતુના જન્માકુરને મૂકે છે. અને બીજ દગ્ધ થયે છતે જે પ્રમાણે અંકુર અત્યંત પ્રાદુર્ભાવ થતો નથી, તે પ્રમાણે કર્મબીજ દગ્ધ થયે છતે ભવનો અંકુરો ઊગતો નથી, ઈત્યાદિથી અન્યનું ગ્રહણ છે. ભાવાર્થ -
લોકના ઉદ્યોતને કરનારા અને ધર્મતીર્થને કરનારા એ ભગવાનનાં બે વિશેષણો આપ્યાં. એ બે કેમ આપ્યાં? તેમાં યુક્તિ બતાવે છે – જેમ કોઈ પુરુષ કોઈ નગરમાં જાય ત્યારે તે પુરુષ તે નગરમાં ગયો છે તેમ કહેવાય છે, વસ્તુતઃ તે નગરના એક દેશમાં ગયો છે, આખા ગામમાં ગયો નથી, તેમ લોક શબ્દનો અર્થ એક દેશ ગ્રહણ કરવામાં આવે તો અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની પંચાસ્તિકાયમય લોકના એક દેશનું પ્રકાશન કરે છે અર્થાત્ છદ્મસ્થ જીવો ચક્ષુથી જુએ છે તેટલો જ લોક તેમને પ્રગટ છે, પરંતુ તેનાથી અધિક લોક કેવો છે તે દેખાતો નથી અને કોઈ અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની તેના જ્ઞાન અનુસાર લોકને જોઈને પ્રકાશન કરે તો તેઓ પણ ચૌદ રાજલોકના એક દેશનું પ્રકાશન કરનારા છે, જેમ શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનથી સાત દ્વિીપ-સમુદ્રો દેખાયા અને તે દ્વીપ-સમુદ્રોનું વર્ણન કોઈ આગળ કરે તો તે પણ લોકના પ્રકાશક છે તેવો અર્થ પ્રાપ્ત થાય; કેમ કે લોકના એક દેશમાં પણ લોક શબ્દની પ્રવૃત્તિ છે અથવા સૂર્ય-ચંદ્ર પણ લોકના એક દેશને પ્રકાશ કરનારા છે, તેથી લોકના ઉદ્યોતકર શબ્દથી અવધિજ્ઞાની, વિર્ભાગજ્ઞાની કે સૂર્ય-ચંદ્રનું ગ્રહણ ન થાય માટે ધર્મતીર્થને કરનારા એમ બીજું વિશેષણ આપેલ છે, તેથી અવધિજ્ઞાની આદિનો વ્યવચ્છેદ થાય છે; કેમ કે તેઓ ધર્મતીર્થને કરનારા નથી.
વળી, માત્ર ધર્મતીર્થને કરનારા એટલું જ વિશેષણ કહેવામાં આવે તો મુગ્ધ બુદ્ધિવાળા જીવો માને છે કે ગંગા આદિ કેટલીક નદીઓમાં અવતરણ કરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને તે નદી આદિ વિષમ સ્થાનમાં ધર્મ માટે અવતરણ કરવા માટે કોઈ પગથિયાં આદિ નિર્માણ કરે તો તે પણ ધર્મતીર્થને કરનારા છે તેવો અર્થ પ્રાપ્ત થાય, તેથી લોકઉદ્યોતકર એ પણ વિશેષણ આપેલ છે, જેથી પ્રસ્તુતમાં તેવા ધર્મતીર્થને કરનારાઓનું સ્તવન નથી, પરંતુ પારમાર્થિક ધર્મતીર્થને કરનારા તીર્થકરોનું જ સ્તવન છે એમ પ્રાપ્ત થાય છે; કેમ કે નદી આદિ વિષમ સ્થાનમાં જેઓ તીર્થને કરે છે તેઓ લોકના ઉદ્યોતને કરનારા નથી.
વળી, લોકઉદ્યોતકર અને ધર્મતીર્થ કરનારા જિન જ છે, તો પણ કેટલાક દર્શનકારો માને છે કે જ્ઞાની ધર્મના તીર્થને કરનારા પરમપદમાં જઈને પોતાના તીર્થનો નાશ થતો જોઈને ફરી ભવમાં જન્મ લે છે, તેથી તેઓ જિન નથી છતાં તેઓનું ગ્રહણ લોકઉદ્યોતકર અને ધર્મતીર્થને કરનારા વિશેષણથી ન થાય, માટે જિન એ પ્રકારે ત્રીજું વિશેષણ આપેલ છે, તેથી લોકના ઉદ્યોતને કરનારા ધર્મતીર્થ કરનારા જિનની હું સ્તુતિ કરીશ, એ પ્રકારનું પ્રતિસંધાન થાય છે.
વળી, જેઓ તીર્થના નાશને જોઈને જન્મ લે છે તેઓ રાગાદિને જીતનારા નથી તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જો તેઓએ રાગાદિ જીત્યા હોય તો તીર્થના નાશને જોઈને તેઓમાં ફરી ભવનો અંકુરો કેમ પ્રભાવ પામે ? અર્થાત્ પ્રભવ પામી શકે નહિ. વળી, રાગાદિ ન હોય તો ભવનો અંકુરો પ્રભાવ પામે નહિ તેને દઢ