________________
લલિતવિસ્તરા ભાગ-૩
૮૨
અતિચાર નિયત થતા નથી, પરંતુ કોઈક કોઈક આચરણામાં અતિચાર થાય છે, તેથી ત્યાં કહી શકાય કે મુહપત્તિ આદિ સર્વ પડિલેહણની ક્રિયાઓમાંથી જે ક્રિયામાં અતિચાર થયા હોય તેનું આલોચન કરવું જોઈએ, તેથી આદિ શબ્દથી શેષ ઉપકરણનું સૂચન થઈ શકે છે અને વંદનનો કાઉસ્સગ્ગ જો નિયત છે તો તેના કાલમાનનું સાક્ષાત્ કથન કરવું જોઈએ, માટે આઠ શ્વાસોચ્છવાસ કાલમાનનું આદિ પદથી વંદન કાઉસ્સગ્ગમાં ગ્રહણ કરવું ઉચિત નથી, જેથી સાધુને બોધ થાય કે પ્રસ્તુત દંડકમાં પણ નિયત કાલમાન શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ગ છે અને ઉદ્ધરણનાં પાઠમાં સાક્ષાત્ તેનું કાલમાન કહ્યું નથી, માટે આદિ પદથી તેનું ગ્રહણ કરીને પ્રસ્તુત દંડકના કાયોત્સર્ગને આઠ ઉચ્છ્વાસ પ્રમાણ સ્વીકારવો ઉચિત નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે
—
અતિચારના આલોચનની ગાથામાં પણ મુહપત્તિ આદિમાં રહેલા રજોહરણ આદિ ઉપધિનું પ્રત્યુપેક્ષણ નિયત છે અર્થાત્ સાધુ મુહપત્તિ આદિ સર્વ વસ્ત્રોનું નિયત પડિલેહણ કરે છે છતાં તેનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આદિ પદથી અન્ય ઉપધિનું ગ્રહણ છે, તેમ પ્રસ્તુતમાં પણ આદિ પદથી દંડકના કાયોત્સર્ગનું ગ્રહણ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે મુહપત્તિ રજોહરણ આદિ સર્વ પડિલેહણના વિષયભૂત સમાન જાતિ છે, તેથી સમાન જાતિ હોવાને કારણે આદિ પદથી તેનું ગ્રહણ થઈ શકે, જેમ પશુના વર્ણન વખતે અશ્વ આદિ પશુઓ છે તેમ કહેવાથી અશ્વની સમાન જાતિવાળા અન્ય પશુનું આદિ પદથી ગ્રહણ થઈ શકે તેમ મુખવસ્ત્રિકાદિમાં રહેલા આદિ પદથી સમાન જાતિવાળા અન્ય ઉપકરણનું ગ્રહણ થઈ શકે અને પ્રતિનિયત શ્વાસોચ્છ્વાસ કહેનારા સૂત્રમાં પટ્ઠવાડિમળમામાં રહેલા આદિ પદથી અસમાન જાતિવાળા દંડકના કાર્યોત્સર્ગનું ગ્રહણ થઈ શકે નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે
—
દંડકના કાઉસ્સગ્ગમાં પણ આઠ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ સમાન જાતિવાળો છે, તેથી આઠ ઉચ્છ્વાસવાળા કયા કયા કાઉસ્સગ્ગો છે તે બતાવવા માટે પ્રસ્થાપન-પ્રતિક્રમણ આદિ છે એમ કહેવામાં આવે ત્યારે દંડક સૂત્રના કાઉસ્સગ્ગનું પણ ગ્રહણ થઈ શકે છે, માટે પ્રસ્તુત દંડક સૂત્રનો કાયોત્સર્ગ આઠ ઉચ્છ્વાસનો નિયત માનવાનો નથી, એ પ્રકારનો અભિનિવેશ પૂર્વપક્ષીએ ત્યાગ કરવો જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે સાધુ-શ્રાવક આદિ લોકથી તે પ્રકારે અનાચરિત જ છે, માટે તે લોકોની અનાચરણાને પ્રમાણ સ્વીકારીને જ આ આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાલમાન ઉત્સૂત્ર છે, તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે
—
આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ પ્રસ્તુત દંડકનો કાયોત્સર્ગ સાધુ-શ્રાવક આદિ લોકથી અનાચરિત જ નથી, પરંતુ કેટલાક સુસાધુમાં અને શ્રાવકોમાં એ પ્રકારની આચરણા પ્રાપ્ત થાય છે, તેથી બંને પ્રકારની આચરણા પ્રાપ્ત થતી હોય ત્યારે આગમવિની આચરણા જ પ્રમાણ સ્વીકારવી પડે અને પ્રસ્તુત દંડકથી આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગની આચરણા આગમના જાણનારા પુરુષો કરે છે એ પ્રમાણે સંભળાય છે, તેથી તેને પ્રમાણ માનવી જોઈએ.