________________
૮૦.
લલિતવિસ્તરા ભાગ-૩ ચૈત્યવંદન કરાય છે તે વંદન માટે પ્રસ્તુત દંડક સૂત્ર બોલાય છે તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે પ્રસ્તુત અરિહંત ચેઇયાણ રૂ૫ દંડક સૂત્રનો વંદન અર્થ નથી, આમ છતાં અતદ્અર્થના ઉચ્ચારણમાં=વંદન-પૂજન આદિ માટે હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારે વંદનથી ભિન્ન એવા કાઉસ્સગ્ગ અર્થના ઉચ્ચારણમાં, સૂત્ર હોવા છતાં વંદનાર્થ છે એમ કહેવામાં આવે તો અતિપ્રસંગની પ્રાપ્તિ થાય અર્થાત્ જે સૂત્ર જે અર્થે કહેલું ન હોય તે અર્થે સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય, જેમ કુસુમિણ દુસુમિણ માટે બોલાતા સૂત્રમાં જ્ઞાનાદિ માટે હું કાઉસ્સગ્ન કરું છું તેમ ઉચ્ચારણ નથી છતાં તે કાઉસ્સગ્નને જ્ઞાનાદિ માટે સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં પૂર્વપક્ષી કહે કે કાયોત્સર્ગયુક્ત જ વંદન છે=પ્રસ્તુત સૂત્રથી કાયોત્સર્ગ કરાય છે તે કાયોત્સર્ગથી યુક્ત જ ભગવાનને વંદનની ક્રિયા છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો કાયોત્સર્ગયુક્ત વંદન હોય તો તે કરવો જોઈએ કાયોત્સર્ગ કરવો જોઈએ, ત્યાં પૂર્વપક્ષી કહે કે ભુજાના પ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય જ છે અર્થાત્ પ્રસ્તુત સૂત્ર બોલીને કાયોત્સર્ગની મુદ્રારૂપ ભુજા પ્રલંબમાત્ર કરીને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી પ્રતિજ્ઞા અનુસાર શુભ ચિંતવન કાયોત્સર્ગયુક્ત વંદનમાં કરાય છે, તેથી કોઈ દોષ નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાઉસ્સગ્ન પ્રતિનિયત પ્રમાણવાળો છે, તેથી કાયોત્સર્ગના નિયત પ્રમાણ વગર જેઓ કાયોત્સર્ગ કરે છે તે પ્રસ્તુત દંડક સૂત્રનો અર્થ નથી, માટે પૂર્વપક્ષીનું કથન અનુચિત છે અને તે પ્રમાણે જેઓ કરે છે તે પ્રમાદ આચરણા છે, પરંતુ શાસ્ત્રસંમત આચરણા નથી, કેમ તે આચરણા ઉચિત નથી અર્થાત્ પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાયોત્સર્ગ કરે છે અને કાયોત્સર્ગમાં શુભ ચિંતવન પણ કરે છે છતાં તે આચરણા ઉચિત કેમ નથી? તેથી કહે છે – કાયોત્સર્ગ ચેષ્ટા અને અભિભવના ભેદથી બે પ્રકારે છે, તેમાં આવશ્યક નિર્યુક્તિની સાક્ષી બતાવે છે – કાયોત્સર્ગ ચેષ્ટા અને અભિભવ એમ બે પ્રકારે છે, ભિક્ષાચર્યાદિ માટે કરાતો કાઉસ્સગ્ન ચેષ્ટારૂપ છે અને અભિભવ માટે અર્થાત્ ઉપસર્ગોના જય માટે બીજા પ્રકારનો કાઉસ્સગ્ન કરાય છે, તે બે પ્રકારના કાઉસ્સગ્નમાંથી કોઈ એક પ્રકારનો કાયોત્સર્ગ પ્રસ્તુત દંડકથી થઈ શકે અને તે બેમાં અંતર્ભાવ ન થાય તેવો કાયોત્સર્ગ પરમાર્થથી કાયોત્સર્ગ કહેવાય નહિ; કેમ કે સ્વમતિ અનુસાર પ્રવૃત્તિરૂપ છે અને પ્રસ્તુત દંડકથી કરાતો કાઉસ્સગ્ન અભિભવ કાયોત્સર્ગ નથી; કેમ કે અભિભવ કાયોત્સર્ગના લક્ષણનો તેમાં યોગ નથી. કેમ યોગ નથી ? તેમાં હેતુ કહે છે – એક રાત્રિની આદિના કાલમાનવાળો અભિભવ કાયોત્સર્ગ છે, જ્યારે પ્રસ્તુત દંડકથી કરાતો કાયોત્સર્ગ તો ચેષ્ટા કાયોત્સર્ગરૂપ જ સ્વીકારી શકાય અને ચેષ્ટા કાયોત્સર્ગનું જઘન્ય પણ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ માન છે.
તેથી એ ફલિત થાય કે કોઈક પ્રયોજનથી જે ચેષ્ટા કરાય તે ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય, જેમ જ્ઞાનની આરાધના માટે કાયોત્સર્ગ કરાય તે જ્ઞાનની શુદ્ધિના પ્રયોજનથી કરાય છે, તેથી તે કાયોત્સર્ગને ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય, તેમ ભગવાનના વંદન-પૂજન આદિના ફળ માટે પ્રસ્તુત કાયોત્સર્ગ કરાય છે, તેથી પ્રસ્તુત કાયોત્સર્ગ ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય અને તેનું જઘન્યથી પણ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ માન છે, તેથી પ્રસ્તુત દંડક સૂત્રથી ચેષ્ટા કાયોત્સર્ગ કરાતો હોય છતાં તે શ્વાસોચ્છવાસની મર્યાદાને છોડીને કાયોત્સર્ગની