________________
ge
અન્નત્ય સૂત્ર
ઉપાધિશુદ્ધ પરલોકનું અનુષ્ઠાન મોક્ષનું કારણ છે તે બતાવવા માટે આગારોનો ઉપન્યાસ છે.
આશય એ છે કે જે પ્રકારની પ્રતિજ્ઞા કરેલી હોય તે પ્રતિજ્ઞાનાં સર્વ અંગોનું પૂર્ણ પાલન થાય તો તે અનુષ્ઠાનનાં સર્વ અંગોરૂપ ઉપાધિથી શુદ્ધ તે અનુષ્ઠાન બને અને તેવું અનુષ્ઠાન સેવવાથી જીવમાં દૃઢ પ્રતિજ્ઞાપાલનનો અધ્યવસાય પ્રગટે છે અને જેઓ દૃઢ પ્રતિજ્ઞાપૂર્વક તે તે અનુષ્ઠાન સેવે છે તેઓમાં તે અનુષ્ઠાનના સેવનના બળથી મોહ નાશ કરવાને અનુકૂળ અંતરંગ દૃઢવીર્ય ઉલ્લસિત થાય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ બનશે, તેથી પ્રાજ્ઞ પુરુષને બોધ થાય છે કે કાયોત્સર્ગમાં જેનો પરિહાર અશક્ય છે તેને છોડીને હું કાયોત્સર્ગ કરું છું, માટે કાયોત્સર્ગકાળમાં જે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રમાદના પરિહાર માટે ભગવાનની આજ્ઞા છે તે પ્રમાણે જ મારે કાયોત્સર્ગ ક૨વો જોઈએ, જેથી પ્રતિજ્ઞાના પૂર્ણ પાલનના બળથી મારામાં સત્ત્વ પ્રગટે. જો આગારો ન હોય તો વિચારકને અધ્યવસાય થાય કે જેમ કાયાને વોસિરાવવાની પ્રતિજ્ઞા કરીને પણ શ્વાસોચ્છ્વાસ આદિ ગ્રહણ થાય છે તેમ પ્રમાદવશ અન્ય પણ જે કંઈ સ્ખલના થાય છે છતાં હું સેવન કરું છું તેટલા અંશથી મારું અનુષ્ઠાન સફળ છે. વસ્તુતઃ પ્રતિજ્ઞાનું સર્વાંશથી પાલન જ સત્ત્વના સંચયનું અંગ છે, આથી જ જેઓમાં સર્વવિરતિના પાલનની શક્તિ નથી તેને પણ પોતાની શક્તિના પ્રકર્ષથી દેશવિરતિના અનુષ્ઠાનના પાલનની ભગવાનની આજ્ઞા છે અને તે રીતે જેઓ સ્વભૂમિકાના દેશવિરતિના આચારો અણિશુદ્ધ પાલન કરીને શક્તિસંચય થાય ત્યારે સર્વવિરતિનું ગ્રહણ કરીને સિંહની જેમ મોહરૂપશત્રુના નાશમાં મહા પરાક્રમવાળા થાય છે, તેથી તેઓની દેશિવરતિની થોડી પણ પાલના ગુણકરી બને છે અને જેઓ ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન સેવવા માટે દૃઢ પ્રણિધાનવાળા નથી, માત્ર દેશવિરતિ કરતાં સર્વવિરતિ શ્રેષ્ઠ છે તેમ માનીને સર્વવિરતિ ગ્રહણ કરે છે અને દૃઢપાલનનું સત્ત્વ સંચય થયેલું નહિ હોવાથી ગુરુદોષો સેવીને મનુષ્યજન્મ પણ અફળપ્રાયઃ કરે છે, એથી ધર્મની પ્રવૃત્તિમાં ગુરુલાઘવની વિચારણા કરાય છે, જેથી જે પ્રવૃત્તિથી દૃઢ પ્રતિજ્ઞાના પરિણામરૂપ વીર્ય સંચય થાય તે ગુરુ અનુષ્ઠાન છે અને જેનાથી દૃઢવીર્ય સંચય ન થાય તે લઘુ અનુષ્ઠાન છે, આથી જ સુસાધુ પણ ઉત્સર્ગમાર્ગથી શમભાવમાં યત્ન કરી શકે ત્યારે અપવાદનું આલંબન લેતા નથી, પરંતુ અપવાદના સેવન વગર શમભાવના પરિણામમાં દૃઢ યત્ન થતો ન હોય ત્યારે તેના રક્ષણ માટે અપવાદ સેવે છે, તેથી શમભાવમાં દૃઢ યત્ન થવાથી મહાબલ સંચય થાય છે અને તે વખતે જો અપવાદના સેવન દ્વારા શમભાવમાં યત્ન ન કરવામાં આવે અને ઉત્સર્ગમાર્ગના સેવનના બળથી શમભાવના પરિણામની રક્ષા ન થાય તો શમભાવના દૃઢ સંસ્કારો દ્વારા જે દૃઢ વીર્યનો સંચય થાય તે થાય નહિ, માટે ધર્મનું અનુષ્ઠાન સ્વીકારવામાં અને તેના પાલનમાં ગુરુ-લાઘવનું આલોચન આવશ્યક છે, આથી જ અલ્પકાલીન એવા કાયોત્સર્ગમાં કે નવકારશી આદિ પચ્ચક્ખાણોમાં પણ આગારો છે.
આ કથનથી કોઈકનું વચન નિરાકૃત થાય છે, કોઈક શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે – ચૈત્યવંદન માટે તત્પર થયેલા મહાત્મા ઉચ્છ્વાસ આદિને છોડીને હું કાઉસ્સગ્ગ કરું છું એમ બોલે છે તેમાં ઉચ્છવાસ આદિના સેવનની અપેક્ષા રહે છે તે અપેક્ષા સુંદર નથી; કેમ કે જેને ભગવાન પ્રત્યે ભક્તિ હોય તેણે ભગવાનની ભક્તિમાં સર્વ શક્તિથી ઉદ્યમ ક૨વો જોઈએ, પરંતુ ઉચ્છ્વાસ આદિને છોડીને હું યત્ન કરીશ