________________
૮
લલિતવિસ્તાર ભાગ-૩ શુભભાવના આદિનો પ્રયોગ છે=કાયોત્સર્ગની ક્યિા દ્વારા શુભભાવના અને શુભધ્યાનનો અયોગ છે.
આગાર વગર મરણની પણ ઉપેક્ષા કરીને કાયોત્સર્ગ કરે તેનાથી શુભભાવના આદિનો અયોગ કેમ છે? તેમાં હેતુ કહે છે –
પોતાના પ્રાણના અતિપાતનો પ્રસંગ છેઃઉચ્છવાસ આદિના અત્યંત નિરોધપૂર્વક કાયોત્સર્ગ કરવાથી પોતાના મૃત્યુનો પ્રસંગ છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મકલ્યાણ માટે યત્ન કરતાં કદાચ મૃત્યુ થાય તો શું વાંધો ? એથી કહે છે –
અને તેનો પ્રાણના ત્યાગનો, અવિધિથી નિષેધ છે અને કહેવાયું છે – સર્વત્ર સંયમનું રક્ષણ કરવું જોઈએ, સંયમથી આત્માનું જ રક્ષણ કરવું જોઈએ=બાહ્ય જીવરક્ષાના પાલનરૂપ સંયમને ગૌણ કરીને પોતાના જીવનનું જ રક્ષણ કરવું જોઈએ, અતિપાતથી મુકાય છે સંયમને ગૌણ કરીને આત્માનું રક્ષણ કરવાથી મૃત્યુથી મુકાય છે, ફરી વિશુદ્ધિ થાય છે અને અવિરતિ નથી. પ્રસંગથી સર્યું. ભાવાર્થ :
સૂત્રમાં બતાવેલા આગારો કેટલાક સહજ અતિચાર જાતિવાળા છે, જેમ ઉચ્છવાસ-નિઃશ્વાસનું ગ્રહણ કાયોત્સર્ગની મર્યાદાના ઉલ્લંઘનરૂપ કાયિકક્રિયા સ્વરૂપ છે, તેથી તેવા અતિચારની જાતિ પ્રતિજ્ઞામાં પ્રાપ્ત ન થાય માટે તેને છોડીને કાઉસ્સગ્ન કરવાની પ્રતિજ્ઞા કરાય છે, જેથી સહજ અતિચારોની પ્રાપ્તિ ન થાય, પરંતુ અણીશુદ્ધ પ્રતિજ્ઞાનું પાલન થાય.
વળી, કેટલાક અલ્પ નિમિત્તવાળા આગંતુક અતિચારની જાતિ છે, જેમ ઉધરસ, છીંક, બગાસું આવે તે મન-વચન-કાયાના ત્યાગપૂર્વક કાયોત્સર્ગની પ્રતિજ્ઞાથી વિપરીત આચરણા છે, તેથી તે અતિચારની જાતિ છે, તેના નિવારણ માટે તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
વળી, કેટલાક બહુ નિમિત્તવાળા આગંતુક અતિચારોની જાતિ છે; કેમ કે તેવા પ્રકારના અજીર્ણ આદિથી ઓડકાર આદિ ભાવો થાય છે, તેથી કાયોત્સર્ગકાળમાં પ્રતિજ્ઞાના ઉલ્લંઘનના રક્ષણ માટે તેવા આગારોને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
વળી, કેટલાક નિયમભાવિ અલ્પ અતિચારની જાતિ છે, જેમ સૂક્ષ્મ અંગસંચાર આદિ અવશ્ય થાય છે, જેથી તેના નિમિત્તે સ્વીકારેલ પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તેના માટે તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
વળી, કેટલાક બાહ્ય નિબંધન બાહ્ય અતિચારોની જાતિ પ્રાપ્ત થાય છે, જેમ કાયોત્સર્ગકાળમાં અગ્નિ સ્પર્શે તો તેનાથી રક્ષણ માટે કાયોત્સર્ગમાં જ દૂર ખસવું પડે, તેથી બાહ્ય એવા અગ્નિના કારણે તે પ્રકારે કાયોત્સર્ગથી વિપરીત બાહ્ય પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ સ્વીકારેલી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય માટે તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે અલ્પકાલીન કાયોત્સર્ગમાં પણ આ પ્રકારે આગારો કેમ બતાવ્યા છે ? તેથી કહે છે.