________________
અન્નત્ય સૂત્ર
૭૫ પૂર્વપક્ષીએ કહ્યું કે દંડકનો અર્થ તે કાયોત્સર્ગ નથી તેને ગ્રંથકારશ્રી કહે છે –
કયા અર્થે ઉચ્ચારણ છે?=પ્રસ્તુત દંડક કાયોત્સર્ગ અર્થે ઉચ્ચારણ નથી તો કયા અર્થે છે એ પૂર્વપક્ષીએ કહેવું જોઈએ, જો પૂર્વપક્ષી કહે કે વંદનાર્થે ઉચ્ચાર છે=ભગવાનને વંદન કરવા માટે પ્રસ્તુત દંડકનું ઉચ્ચારણ છે, કાયોત્સર્ગ માટે નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તે બરાબર નથી; કેમ કે અતદર્થપણું છે=“અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ' એ સૂત્રનો અર્થ વંદનાર્થપણું નથી, પરંતુ કાયોત્સર્ગ અર્થપણું છે અને અતદર્થના ઉચ્ચારણમાં અતિપ્રસંગ છે=વંદનાર્થ એ પ્રકારનું ઉચ્ચારણ નહિ હોવા છતાં વંદનાર્થ ઉચ્ચારણ છે એમ સ્વીકારવામાં દરેક સૂત્રને વંદનાર્થ સ્વીકારવાનો અતિપ્રસંગ છે.
અહીં પ્રમાદ અવષ્ટબ્ધ પૂર્વપક્ષી કહે છે કે કાયોત્સર્ગયુક્ત જ વંદન છે=અરિહંત ચેઈચાણ સૂત્રરૂપ દંડકનો અર્થ કાયોત્સર્ગયુક્ત જ વંદન છે એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તે=કાયોત્સર્ગ, કર્તવ્ય છે, અહીં પૂર્વપક્ષી કહે કે ભુજાના પ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય છે જ=અરિહંત ચેઇયાણ દંડક સૂત્ર બોલીને ભુજાના પ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય છે જ, તેથી કાયોત્સર્ગયુક્ત જ વંદન દંડક સૂત્રનો અર્થ છે, તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે તેનું=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્ગનું, પ્રતિનિયત પ્રમાણપણું છે=માત્ર ભુજાને લટકતી કરીને કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેવારૂપ કાઉસ્સગ્ગ નથી, પરંતુ તે તે કાઉસ્સગ્ન જે જે ઉચ્છવાસથી પ્રતિનિયત છે તે તે પ્રમાણવાળો તે કાઉસ્સગ્ગ છે. કેમ તે કાઉસ્સગ્ગ ભુજાપ્રલંબમાત્રરૂપ નથી, પરંતુ પ્રતિનિયત પ્રમાણવાળો છે ? તેમાં હેતુ કહે છે – ચેષ્ટા અને અભિભાવના ભેદથી બે પ્રકારપણું છે કાયોત્સર્ગનું બે પ્રકારપણું છે, અને કહેવાયું છે – તે ઉત્સર્ગ કાયોત્સર્ગ, ચેષ્ટામાં અને અભિભવમાં બે પ્રકારનો જાણવો, ભિક્ષાચર્યાદિમાં પ્રથમ છે, ઉત્સર્ગના અભિયોજનમાં બીજોઅભિભવ કાયોત્સર્ગ છે. અને આ પણ=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાઉસ્સગ્ગ પણ, આ બેમાંથી જ અન્યતર થાય, અન્યથા=બે પ્રકારના કાઉસગ્ગમાં તેનો અંતર્ભાવ કરવામાં ન આવે તો, કાયોત્સર્ગપણાનો અયોગ છેeતેને કાયોત્સર્ગ સ્વીકારી શકાય નહિ, અને આ=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાયોત્સર્ગ, અભિભવ કાયોત્સર્ગ નથી; કેમ કે તેના લક્ષણનો અયોગ છે=અભિભવ કાયોત્સર્ગના લક્ષણનો અયોગ છે.
પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાયોત્સર્ગમાં કેમ અભિભવ કાયોત્સર્ગના લક્ષણનો અયોગ છે ? તેમાં હેતુ કહે છે –
એક રાત્રિકી આદિ પ્રતિમામાં તેનો ભાવ છે અભિભવ કાયોત્સર્ગનો સદ્ભાવ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્નને ચેષ્ટા કાઉસ્સગ્ગ સ્વીકારીએ તોપણ તેનાથી આઠ શ્વાસોચ્છવાસ માનની કઈ રીતે સિદ્ધિ થાય ? તેમાં હેતુ કહે છે –