________________
५०
લલિતવિસ્તરા ભાગ-૩
પંજિકાર્થ ઃ
'तत्परितोषे 'त्यादि દ્રાત્ ।। તત્વરિતોષેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે, તેનાથી=મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી=વીતરાગ પ્રત્યે અબહુમાન હોવા છતાં હું વધતી જતી શ્રદ્ધાથી કાઉસ્સગ્ગ કરું છું એ રૂપ મિથ્યા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી, કૃતાર્થતારૂપ પરિતોષ=મેં ચૈત્યવંદન કર્યું છે એ પ્રકારના પરિણામરૂપ પરિતોષ, તેનાથી અન્ય જનને અધઃકારી છે=સમ્યક્ કાયોત્સર્ગ કરનારા લોકના નીચત્વને બતાવનારા છે, મિથ્યાત્વ ગ્રહનો વિકાર છે=તેવા જીવોનો પરિતોષ મિથ્યાત્વ જ ઉન્માદરૂપપણું હોવાને કારણે દોષવિશેષરૂપ ગ્રહ તેનો વિકાર છે, તુ શબ્દ પુનઃ અર્થમાં છે, ઉદ્ધરણના શ્લોકમાં રહેલ વમ્નો અર્થ ગ્રહ પ્રકારથી છે, ઉદ્ધરણમાં રહેલ તત્ત્વત્વનિક્ારત એનો અર્થ કરે છે – તેનો=કૃતાર્થનો, વ્યત્યય=અકૃતાર્થ, તેનાં ઉચ્છંખલ પ્રવૃત્તિ આદિ લિંગો તેઓમાં રત એવા પોતાને કૃતાર્થની જેમ જુએ છે એમ અન્વય છે, તાજ્ઞાવેશો અર્થ કરે છે તે જ ગ્રહ= વ્યત્યય લિંગમાં રત છે અને પોતાને કૃતાર્થ માને છે તે જ મોહના વિકારરૂપ તગ્રહ છે, તેના આવેશથી=ઉદ્રેકથી, પોતાને કૃતાર્થ માને છે.
-
ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે ઇક્ષુથી માંડીને શર્કરા સુધીના ચિત્તધર્મવાળા જીવો જે ચૈત્યવંદન આદિ કરે છે તેઓમાં મંદ-તીવ્ર આદિ ભેદવાળા શ્રદ્ધાદિ અવશ્ય છે, તેથી ચલચિત્તવાળા જીવો પણ આદર આદિપૂર્વક ચૈત્યવંદન કરતા હોય તો તેઓમાં પ્રેક્ષાવાનપણાની ક્ષતિ નથી અને જેઓ શ્રદ્ધાદિ વિકલ હોય અને પ્રેક્ષાવાન હોય તેઓ આ પ્રકારનું સૂત્ર બોલતા નથી.
વળી, જેઓ શ્રદ્ધાદિ વિકલ છે અને અપ્રેક્ષાવાળા જીવો છે અર્થાત્ વસ્તુની સમાલોચના કર્યા વગર મુગ્ધતાથી પ્રવૃત્તિ કરનારા જીવો છે, તે જીવો પ્રસ્તુત સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરે છે તે મૃષાવાદરૂપ જ છે; કેમ કે તેઓ યદચ્છાથી પ્રવૃત્તિ કરનારા છે, નટ આદિ જેવા ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરનારા છે અને ગુણદ્વેષી છે, માટે તેઓ ચૈત્યવંદન કરવાના અધિકારી નથી, છતાં હું વધતી જતી શ્રદ્ધાથી કાયોત્સર્ગ કરું છું તેમ બોલે છે તે મૃષાવાદ સ્વરૂપ છે, જેમ કુંભારનું મિચ્છા મિ દુક્કડં વાસ્તવિક પોતે કરેલા કૃત્યના લેશ પણ પશ્ચાત્તાપવાળું નથી, પરંતુ યદચ્છા પ્રવૃત્તિરૂપ છે, તેમ જેઓને ગુણ પ્રત્યે દ્વેષ છે તેઓ લેશ પણ ગુણવૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ યદચ્છાથી તે પ્રકારે સૂત્ર બોલે છે, તેથી નટ આદિ જેવી તેઓની પ્રવૃત્તિ છે. જેમ નટ જે પ્રકારે પોતાના હાવ-ભાવ બતાવે તે પ્રકારના ભાવો ચિત્તમાં નથી હોતા, લોકને બતાવવા માટે છે, જેમ કુંભારનું મિચ્છા મિ દુક્કડં પાપના નિવર્તનને અભિમુખ પરિણામવાળું લેશ પણ નથી, માત્ર બતાવવા માટે છે, તેમ અપ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોને ગુણને અભિમુખ જવાનો લેશ પણ પરિણામ નથી, છતાં પ્રસ્તુત સૂત્ર દ્વારા ગુણવાન એવા વીતરાગ પ્રત્યે વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ગ કરું છું તેમ બોલે છે તે મૃષાવાદ જ છે, જેનાથી પાપબંધરૂપ અનર્થની જ પ્રાપ્તિ થાય; કેમ કે ગુણના પ્રત્યે દ્વેષ વિદ્યમાન હોવા છતાં ‘ગુણને અનુકૂળ હું યત્ન કરું છું’ એ પ્રકારે સૃષા ભાષણ કરીને તેઓ પાપ જ બાંધે છે.