________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
નથી, તેના અંતમાં દેખાય છે, તે કારણથી ઘટાદિ કાર્ય કરાતું કરાયેલું નથી. તેથી અહીં નિશ્ચયનયની વૃત્તિથી ત્યાગ કરવા માટે આરબ્ધ કાયવાળો તેના દેશની અપેક્ષાએ=ત્યાગના એક દેશની અપેક્ષાએ, ત્યાગ કરાયેલો જ જાણવો.
४७
ભાવાર્થ:
પૂર્વમાં શ્રદ્ધાદિ પાંચ અપૂર્વકરણરૂપ મહાસમાધિનાં બીજો છે અને તેની પરિપાચના કઈ રીતે થાય છે તે બતાવ્યું અને જેઓ પ્રસ્તુત સૂત્રનો શ્રવણપાઠ વગેરે કરીને ઉચ્ચારણ કરે છે તેઓ જ ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન કરે છે અને તેવા જીવો જ પ્રસ્તુત અનુષ્ઠાનના અધિકારી છે તેમ જ્ઞાપન કર્યું, હવે તે શ્રદ્ધાદિ ભાવોથી પણ ચૈત્યવંદન કઈ રીતે કરવું જોઈએ ? તે બતાવવા માટે કહે છે
વધતી જતી શ્રદ્ધા આદિથી કાયોત્સર્ગ કરવો જોઈએ, પરંતુ અવસ્થિત શ્રદ્ધાદિ પાંચ ભાવોથી કાયોત્સર્ગ કરવો જોઈએ નહિ, તેથી એ પ્રાપ્ત થાય કે જીવના તે પ્રકારના માર્ગાનુસારી ઉપયોગના બળથી શ્રદ્ધાદિ વૃદ્ધિ પામે છે, જેમ સૂત્રના શ્રવણ આદિ પૂર્વે જે શ્રદ્ધાદિ ભાવો હતા તે કુતર્કના મિથ્યા વિકલ્પ વગર શ્રવણ, પાઠ આદિ કાળમાં તે તે પ્રકારના શ્રવણકાલીન ઉપયોગના બળથી વૃદ્ધિ પામે છે તેમ કાયોત્સર્ગકાળમાં પણ જે સાધુ કે શ્રાવક આ ચૈત્યવંદન જ મહાકલ્યાણનું બીજ છે, માટે મારી શક્તિના પ્રકર્ષથી હું તેમાં યત્ન કરું, એ પ્રકારના ઉપયોગપૂર્વક વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં છું, તે પ્રકારે પ્રસ્તુત સૂત્રથી પ્રતિસંધાન કરે ત્યારે તે પ્રકારના માનસવ્યાપારથી તેના પ્રયત્નને અનુકૂળ શ્રદ્ધાદિ વૃદ્ધિ પામે છે અને આ વર્ધમાન વિશેષણનું શ્રદ્ધાદિ પાંચે સાથે યોજન છે, તેથી તે પ્રકારના ઉપયોગથી શ્રાવકમાં વિદ્યમાન શ્રદ્ધાદિ પાંચે કંઈક કંઈક અંશથી વૃદ્ધિ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રદ્ધાદિ ક્રમનો ઉપન્યાસ આ પ્રમાણે કેમ કર્યો છે ? તેથી કહે છે શ્રદ્ધાદિની આ ક્રમથી જ પ્રાપ્તિ થાય છે, તેથી જેઓને આદ્યભૂમિકામાં સામાન્ય શ્રદ્ધા પ્રાપ્ત થઈ છે કે સંસારમાંથી નિસ્તારનું કારણ ભગવાનનું વચન છે તે જીવોમાં તે શ્રદ્ધાને કારણે જ ભગવાનના વચનના તાત્પર્યને જાણવા માટે કારણ બને તેવી મેધા પ્રવર્તે છે; કેમ કે જેઓને ઓઘથી પણ ભગવાનના વચનમાં શ્રદ્ધા છે તેઓ કુતર્ક દ્વારા મિથ્યા વિકલ્પો કર્યા વગર ભગવાનના શાસનનાં સૂત્રોના રહસ્યને જાણવા માટે પોતાની કંઈક કંઈક મેધા પ્રવર્તાવે છે, હવે તેનાથી તેઓને ભગવાનના વચનનો કંઈક સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થાય છે, તેથી તે અનુષ્ઠાન સમ્યગ્ સેવવાને અનુકૂળ કૃતિ તેઓમાં પ્રગટે છે અને તેઓ ધૃતિપૂર્વક તે અનુષ્ઠાન જે અંશથી કરે છે તે અંશથી તે અનુષ્ઠાનના ભાવોની કંઈક ધારણા પ્રગટે છે અને તે ધારણા પ્રગટ થવાને કારણે જ તેઓને તેના વિષયક સ્વપ્રજ્ઞા અનુસાર અનુપ્રેક્ષા પ્રવર્તે છે, તેથી શ્રદ્ધા આદિ ભાવો ઉત્તર-ઉત્તરની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે.
–
વળી, શ્રદ્ધાદિની વૃદ્ધિ પણ આ જ ક્રમથી થાય છે, આથી જ જેઓને સંસારના ઉચ્છેદનું કારણ વીતરાગનું વચન છે તેવી જેટલી નિર્મળ શ્રદ્ધા હોય તેટલી તેઓની મેધા પણ ભગવાનના વચનના રહસ્યને જાણવા માટે અધિક પ્રવર્તે છે અને જેમ જેમ તેઓની મેધાની વૃદ્ધિ થાય છે તેમ તેમ તેઓની ધૃતિની પણ