________________
૪૫
અરિહંત ચેઈયાણં સૂત્ર ત્યારપછી સિદ્ધિને પ્રાપ્ત કરે તે સર્વકાળમાં શ્રદ્ધાદિ ભાવો ક્રમસર અતિશય-અતિશયતર પરિપાકને પામે છે, તેથી જેઓ તત્ત્વના પક્ષપાતપૂર્વક અને સ્વમતિના મિથ્યાવિકલ્પોના ત્યાગપૂર્વક શાસ્ત્રવચનો કઈ રીતે તત્ત્વને બતાવે છે તેના શ્રવણનો પ્રારંભ કરે ત્યારથી તે જીવમાં વર્તતા શ્રદ્ધાદિ ભાવોની પરિપાચના થાય છે અને તે પરિપાચનાનો અતિશય અનુષ્ઠાનમાં તે પ્રકારના સ્વૈર્યની સિદ્ધિ સ્વરૂપ છે. તેથી જેઓ શાસ્ત્રવચનથી તે અનુષ્ઠાનનો યથાર્થ બોધ કરીને તે પ્રકારના સ્વૈર્યપૂર્વક ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનોનું સેવન કરે છે તેઓને ક્રમસર તે અનુષ્ઠાન વિષયક ભૈર્યની સિદ્ધિ થાય છે જે આત્મા માટે કલ્યાણનો પ્રધાન હેતુ છે અને તે પ્રકારનો ધૈર્યભાવ જ અપૂર્વકરણને લાવનાર છે, એ પ્રકારે સ્વયં ભાવન કરવું જોઈએ, જેથી ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનો પોતાની શક્તિ અનુસાર અતિશય-અતિશયતર થઈને સર્વ કલ્યાણનું કારણ બને છે અને સૂત્રનું ઉચ્ચારણ આ રીતે બોધ કરીને કરવામાં આવે તો ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન બને છે અર્થાત્ જેઓ પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યું તેમ શ્રદ્ધાદિ ભાવોના અર્થોના શ્રવણપૂર્વક તે ભાવો કઈ રીતે અપૂર્વકરણ રૂપ મહાસમાધિનાં બીજો છે અને કઈ રીતે તે બીજો શ્રવણ આદિ ક્રિયાથી પરિપાકને પામે છે તે જાણીને તે પ્રકારે જ મારે ભાવો કરવા છે એ પ્રકારના બોધપૂર્વક પ્રસ્તુત સૂત્રનું ઉચ્ચારણ કરે ત્યારે તે સૂત્ર ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન બને છે. ક્વચિત્ અનભ્યસ્ત દશામાં તે પ્રકારના ભાવો માટે અંતરંગ યત્ન દુષ્કર જણાતો હોય તોપણ શુદ્ધ કરવાના અભિલાષપૂર્વક સૂત્રનું ઉચ્ચારણ કરાતું હોય અને તેનાથી ચૈત્યવંદન કરવામાં આવે તો તે ચૈત્યવંદન ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન બને છે, અને આ પ્રકારે ચૈત્યવંદન કરવામાં તત્પર થયેલા જીવો જ ચૈત્યવંદનના અધિકારી છે, એ પ્રકારે જ્ઞાપન માટે પ્રસ્તુત સૂત્રમાં વધતી જતી શ્રદ્ધા આદિથી કાઉસ્સગ્ન કરું છું એમ કહેલ છે. લલિતવિસ્તરાઃ
वर्द्धमानया-वृद्धिं गच्छन्त्या नावस्थितया, प्रतिपदोपस्थाय्येतत्, श्रद्धया वर्द्धमानया, एवं मेधया इत्यादि, लाभक्रमादुपन्यासः श्रद्धादीनां, - श्रद्धायां सत्यां मेधा, तद्भावे धृतिः, ततो धारणा, तदन्वनुप्रेक्षा, वृद्धिरप्यनेनैव क्रमेण, एवं तिष्ठामि कायोत्सर्गमित्यनेन प्रतिपत्तिं दर्शयति, प्राक 'करोमि करिष्यामीति क्रियाभिमुख्यमुक्तं, सांप्रतं त्वासनतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथंचिदभेदात्तिष्ठाम्ये'वाहं, अनेनाभ्युपगमपूर्वं श्रद्धादिसमन्वितं च सदनुष्ठानमिति दर्शयति। લલિતવિસ્તરાર્થ -
વર્ધમાન–વૃદ્ધિને પામતી એવી, શ્રદ્ધાદિથી હું કાઉસ્સગ્ન કરું છું, પરંતુ અવસ્થિત શ્રદ્ધાદિથી નહિ, પ્રતિપદ ઉપસ્થાયી આ છે દરેક પદ સાથે સંબંધવાળું ‘વટમાણીએ' પદ છે, તેને સ્પષ્ટ કરે છે – વર્ધમાન શ્રદ્ધાથી એ રીતે વર્ધમાન મેધાથી ઈત્યાદિ દરેક પદ સાથે વર્ધમાન શબ્દનું યોજન છે, શ્રદ્ધાદિનો લાભના ક્રમથી ઉપચાસ છે, તે લાભનો ક્રમ સ્પષ્ટ કરે છે – શ્રદ્ધા હોતે છતે મેધા થાય છે, તેના ભાવમાં મેધાના સદ્ભાવમાં, ધૂતિ થાય છે, ત્યારપછી=ધૂતિ પછી, ધારણા થાય છે, ત્યારપછી=ધારણા પછી, અનપેક્ષા થાય છે, વૃદ્ધિ પણ=શ્રદ્ધાદિની વૃદ્ધિ પણ,