________________
૪૪
લલિતવિસ્તરા ભાગ-૩
થયેલી પરિણતિનો શક્તિ અનુસાર ઉપયોગ, ત્યારપછી=સવિ શબ્દથી વિધ્વજય આદિ બતાવ્યા ત્યારપછી, તે રૂ૫ છે જેનું=પ્રવૃત્તિ આદિ રૂપ છે જેનું, તે તેવી છે=તે પરિપાચના પ્રવૃત્તિ આદિ રૂપવાળી છે. ભાવાર્થ -
પૂર્વમાં શ્રદ્ધાદિ પાંચનું સ્વરૂપ બતાવ્યું, તે શ્રદ્ધાદિ પાંચ અપૂર્વકરણ નામની મહાસમાધિનાં બીજો છે અર્થાત્ જીવમાં અનાદિકાળમાં ક્યારેય પ્રાપ્ત થયો નથી તેવો અપૂર્વકરણ નામનો સમાધિનો પરિણામ છે. તે અન્ય સર્વ સમાધિ કરતાં શ્રેષ્ઠ કોટિની સમાધિ છે, તેથી મહાસમાધિ છે અને તે સમાધિના કારણભૂત કંઈક સમાધિના પરિણામરૂપ જ શ્રદ્ધાદિ પાંચ પરિણામો છે, તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મહાસમાધિને પ્રાપ્ત કરાવશે. આથી જ કહે છે કે શ્રદ્ધાદિના પરિપાકના અતિશયથી મહાસમાધિની સિદ્ધિ છે, તેથી જે શ્રાવકો અને સાધુઓ શ્રદ્ધાદિ ભાવપૂર્વક સદનુષ્ઠાનો કરે છે તે શ્રદ્ધાદિ ભાવો જ ઉત્તરોત્તર અતિશય-અતિશયતર થઈને અપૂર્વકરણ નામની મહાસમાધિની પ્રાપ્તિ કરાવશે.
અહીં પ્રશ્ન થાય કે જીવમાં વર્તતા શ્રદ્ધાદિ ભાવોનો પરિપાક કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – આ શ્રદ્ધાદિ ભાવોની પરિવારના કુતર્કથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વના વિકલ્પના ત્યાગથી શ્રવણ-પાઠ-સ્વીકારઇચ્છા-પ્રવૃત્તિ આદિ રૂપ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓને અને શ્રાવકોને સંસાર નિર્ગુણ જણાયો છે, તેથી સંસારના ઉચ્છેદના ઉપાયભૂત ભગવાનના વચનની ઓઘથી પણ શ્રદ્ધા છે તેઓ શ્રદ્ધા-મેધા આદિ પાંચે ભાવોને કંઈક ધારણ કરે છે અને તેઓ સ્વમતિના વિકલ્પરૂપ કુતર્કોનો ત્યાગ કરીને ભગવાનનાં વચનો કઈ રીતે સંસારના ઉચ્છેદનું પરમ કારણ છે તેનો નિર્ણય કરવા માટે શાસ્ત્રોનું શ્રવણ કરે છે અને શ્રવણ દ્વારા શાસ્ત્રનાં તે વચનો ચિત્તના અવક્રગમનપૂર્વક કઈ રીતે તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે તે પ્રકારે શાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરે છે, ત્યારે શ્રવણકાળમાં શ્રાવક આદિના પરિણામમાં જે શ્રદ્ધાદિ પૂર્વમાં વિદ્યમાન હતા તે શ્રવણની ક્રિયાથી અતિશયિત બને છે, તેથી શ્રદ્ધાદિ બીજોની પરિપાચના થાય છે.
વળી, શાસ્ત્રવચનોનો યથાર્થ બોધ કર્યા પછી તે સૂત્રગત પાઠ કરે છે ત્યારે તે પાઠથી શ્રદ્ધાદિ ભાવો અતિશયિત બને છે; કેમ કે પાઠકાળમાં શ્રદ્ધાદિ ભાવો ઉલ્લસિત બને તે પ્રકારે જ વિવેકી જીવો પાઠ કરે છે. વળી, આ સૂત્રોનો આ જ અર્થ છે એ પ્રકારે સ્પષ્ટ બોધ થાય છે ત્યારે શ્રદ્ધાદિની પરિપાચના પૂર્વ કરતાં પણ અતિશયિત થાય છે.
વળી, ત્યારપછી આ શ્રદ્ધાદિ વૃદ્ધિ પામે એ પ્રકારે ચૈત્યવંદન આદિ ઉચિત અનુષ્ઠાન કરવાની ઇચ્છા થાય છે, ત્યારે તે ઇચ્છાપૂર્વક કંઈક ત્રુટિત અનુષ્ઠાન કરનારમાં પણ અનુષ્ઠાનકાળમાં શ્રદ્ધાદિની પરિપાચના અતિશય થાય છે, કેમ કે પ્રતિપત્તિકાળમાં એ જીવને બોધ હોય છે કે વધતા જતા શ્રદ્ધાદિથી કરાયેલું આ અનુષ્ઠાન કલ્યાણનું કારણ છે, તેથી ઇચ્છાયોગકાળમાં પણ શ્રદ્ધાદિને અતિશય કરવાને અનુકૂળ કંઈક કંઈક સૂક્ષ્મ ઉપયોગ પ્રવર્તે છે.
વળી, તે મહાત્મા ઇચ્છાયોગને સેવીને પ્રવૃત્તિયોગને પ્રાપ્ત કરે, ત્યારપછી વિધ્વજયને પ્રાપ્ત કરે,