________________
પર
લલિતવિસ્તરા ભાગ-૩ પ્રતિકૂળ છે તેમાં જ તેની મેધા પ્રવર્તે છે, આથી જ શાસ્ત્રો ભણે તોપણ શાસ્ત્રોમાં કહેલાં અનુષ્ઠાનો કઈ રીતે વીતરાગતાનું કારણ છે તે વિષયક લેશ પણ અભિમુખ ભાવ થતો નથી, પરંતુ તેઓની શાસ્ત્રવિષયક મતિ તુચ્છ ઐહિક બાહ્ય પદાર્થોની પ્રાપ્તિના ઉપાયરૂપે જ પ્રવર્તે છે, જેમ અંગારમર્દક આચાર્ય શાસ્ત્રો ભણ્યા તોપણ તેઓની મતિ વીતરાગતાને અભિમુખ લેશ પણ પ્રવર્તી નહિ, પરંતુ શાસ્ત્રઅધ્યયનની પ્રવૃત્તિ તુચ્છ ઐહિક બાહ્ય માન-ખ્યાતિ આદિ માટે થઈ, તેથી તેઓ મેધા આદિ વિકલ હતા, વળી, તેઓની ધૃતિ પણ બાહ્ય ભોગોમાં જ હોય છે, કષાયોના શમનને અનુકૂળ વ્યાપારમાં હોતી નથી, તેથી તેઓને ધારણા પણ મોક્ષને અનુકૂળ ભાવોમાં નથી, તેઓની વિચારક શક્તિ પણ બાહ્ય પદાર્થમાં જ નિપુણતાવાળી હોય છે, વીતરાગતાને અનુકૂળ અનુપ્રેક્ષા થાય તેવી કોઈ નિપુણતા હોતી નથી તેવા જીવો કોઈક સંયોગથી ચૈત્યવંદન આદિ કરે અને પ્રસ્તુત સૂત્રથી વધતી જતી શ્રદ્ધા આદિથી કાઉસ્સગ્ન કરું છું એમ બોલે છે એ મૃષાવાદ જ છે એમ કોઈને શંકા થાય તેને ગ્રંથકારશ્રી કહે છે
તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે બોલનારા જીવો મૃષાવાદ જ કરે છે એ સત્ય છે અને તત્ત્વના જાણનારાઓ તેઓની ચૈત્યવંદનની ક્રિયાને મૃષાવાદ જ માને છે, પરંતુ વીતરાગતામાં લેશ પણ શ્રદ્ધા આદિ નથી અને વિચારક છે તેઓ ક્યારેય આ પ્રકારે સુત્ર બોલે નહિ; કેમ કે વિચારક જીવો જે કંઈ બોલે તેનો વિચાર કરીને જ બોલે છે અને તેઓને સ્પષ્ટ જણાતું હોય કે આત્માની વિતરાગ અવસ્થા સુંદર નથી; કેમ કે ભોગજન્ય સુખરહિત અસાર અવસ્થા છે, તેઓ ક્યારેય પ્રસ્તુત સૂત્ર બોલીને વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ન કરું છું તેમ બોલે નહિ, પરંતુ મૂઢતા આદિ ભાવોને કારણે કે તુચ્છ આલોકના માન-સન્માન આદિના કારણે તેવા જીવો પ્રસ્તુત સૂત્ર બોલે છે તેનાથી તેઓને મૃષાવાદની જ પ્રાપ્તિ છે.
વળી, અન્ય સંસારી જીવો કે જેઓમાં મંદ શ્રદ્ધાદિ ભાવો છે તેઓ જે ચૈત્યવંદન આદિ કરે છે તેમાં તે પ્રકારનાં આદર આદિ લિંગોથી શ્રદ્ધાદિ ભાવોનું અનુમાન થઈ શકે છે, જેમ કેટલાક ભદ્રક પ્રકૃતિવાળા જીવો ઉપયોગશૂન્ય ચૈત્યવંદન આદિ કરતા હોય તોપણ તેઓને વીતરાગ પ્રત્યે કંઈક આદરભાવ છે, આથી ઉપદેશક પાસે તેઓ સાંભળે કે સંસાર ચારગતિની વિડંબના સ્વરૂપ છે, તેમાં રહેલા જીવો નરક-તિર્યંચ આદિ ગતિમાં અનેક પ્રકારની કદર્થના પ્રાપ્ત કરે છે, મનુષ્યભવમાં પણ રોગ-શોક આદિ અનેક કદર્થનાઓ પામે છે, દેવભવમાં પણ પરસ્પર ઈર્ષ્યા આદિ ભાવોની કદર્થના પામે છે, તેથી સંસારના ભોગો અનેક ક્લેશોથી સંશ્લિષ્ટ છે, માટે અસાર છે અને મુક્ત અવસ્થા જન્મ-જરા-રોગ-શોક આદિથી રહિત અને ભોગના ક્લેશ વગરની છે તેથી સુંદર છે, તે સાંભળીને જેઓને મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી, છતાં ભોગસામગ્રી રહિત મોક્ષમાં સુખ છે તેવો બોધ થયો નથી તેવા પણ જીવો સંસારના ક્લેશથી પર એવા મોક્ષ પ્રત્યે દ્વેષવાળા નથી અને તેઓને ચૈત્યવંદન મોક્ષના ઉપાયરૂપે કરવાનો અભિલાષ થાય છે તેઓને મોક્ષના અદ્વેષથી મોક્ષના ઉપાય પ્રત્યે મંદ શ્રદ્ધા વર્તે છે, અને જેઓને મોક્ષ જીવની સુંદર અવસ્થા છે અને સંસાર જીવની વિકૃત અવસ્થા છે, મોક્ષપ્રાપ્તિનો ઉપાય વીતરાગતા છે અને અવીતરાગતા સંસારનું કારણ છે તેવો સ્પષ્ટ સ્વસંવેદનરૂપ બોધ વર્તે છે તેઓને મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તીવ્ર શ્રદ્ધા છે અને મંદ શ્રદ્ધા અને તીવ્ર શ્રદ્ધાના વચલા ભેદોને પામેલી શ્રદ્ધા મધ્યમ શ્રદ્ધા છે અને જેઓને જે પ્રકારની શ્રદ્ધા છે તેને અનુરૂપ