________________
અરિહંત ચેઈયાણું
૪૯
સૂત્ર
ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ ભિન્ન માને છે, તેથી જે સમયે ક્રિયા થાય છે તે સમયે કાર્ય થતું નથી, ઉત્તર સમયમાં કાર્ય થાય છે તેમ માને છે તે ઉચિત નથી તેમ બતાવવા માટે નિશ્ચયનય કહે છે કે ક્રિયાકાળમાં ક્રિયાનું કાર્ય પ્રાપ્ત ન થતું હોય તો અને ક્રિયાના બીજા સમયમાં તે કાર્ય થાય છે તેમ સ્વીકારવામાં આવે તો, ક્રિયાના બીજા સમયમાં તે ક્રિયા નથી તેમ ક્રિયાના આરંભ પૂર્વે પણ ક્રિયા નથી, માટે જો ક્રિયાના ઉત્તર સમયમાં વગર ક્રિયાએ કાર્યની પ્રાપ્તિ થતી હોય તો ક્રિયાના પ્રારંભ પૂર્વે પણ ક્રિયા વગર કાર્યની પ્રાપ્તિ થવી જોઈએ; કેમ કે ક્રિયાના ઉત્તર સમયમાં પણ ક્રિયાનો અભાવ છે અને ક્રિયાના પ્રારંભ પૂર્વે પણ ક્રિયાનો અભાવ છે, તેથી ક્રિયાનો અભાવ બંને ઠેકાણે સમાન હોવાથી ક્રિયાના ઉત્તર સમયમાં કાર્ય થતું હોય તો ક્રિયાના આરંભ પૂર્વે પણ કાર્ય થવું જોઈએ અને ક્રિયાના આરંભ પૂર્વે કાર્ય થતું નથી તેમ ક્રિયાના ઉત્તર સમયે પણ કાર્ય થઈ શકે નહિ, તેથી પ્રામાણિક અનુભવ અનુસાર ક્રિયાકાળમાં ક્રિયાનું કાર્ય થાય છે અને જે કરાયેલું કાર્ય છે તે કરાતું પણ હોય અને ઉ૫૨મ ક્રિયાવાળું પણ હોય, જેમ કરવતથી કાપવાની ક્રિયા કરાય છે ત્યારે લાકડાના ભેદરૂપ કાર્ય ક્રિયમાણ છે અને ત્યારપછી લાકડાના ભેદરૂપ જે કાર્ય છે તે ઉપરત ક્રિયાવાળું છે.
વળી, વ્યવહારનય કહે છે કે ક્રિયમાણ અન્ય છે અને કૃત અન્ય છે, તેથી ક્રિયાકાળમાં કાર્યની નિષ્ઠા નથી, પરંતુ ઉત્તરમાં કાર્યેની નિષ્ઠા છે. કઈ રીતે વ્યવહારનયનું વચન પણ યુક્તિયુક્ત છે ? તે સ્પષ્ટ કરે છે
કોઈ વ્યક્તિ ઘટ બનાવવાનો આરંભ કરે ત્યારે આરંભકાળમાં ઘટ દેખાતો નથી, વળી, આરંભ કર્યા પછી સિવાદિના સમયોમાં પણ=ઘટની અવાંતર અવસ્થાઓના સમયમાં પણ, ઘટ દેખાતો નથી, પરંતુ ઘટ બનાવવાની ક્રિયા સમાપ્ત થાય ત્યારે જ ઘટ દેખાય છે, માટે ઘટ કરાતો હોય ત્યારે કરાયો કહેવાય નહિ, પરંતુ ઘટ કરવાની ક્રિયાની સમાપ્તિમાં ઘટ કરાયો છે તેમ કહેવાય છે. વ્યવહારનયનું આ વચન પણ નિશ્ચયનય સાથે વિરોધી નથી, ફક્ત નિશ્ચયનય પ્રત્યેક સમયની ક્રિયાનું કાર્ય તે જ સમયે થાય છે તેમ સ્વીકારે છે, જ્યારે વ્યવહારનય ઘટનો અર્થી ઘટ બનાવવાનો પ્રારંભ કરે ત્યારથી તે ક્રિયાને ઘટ બનાવવાની ક્રિયા છે તેમ માને છે, તેથી દીર્ઘકાલની ક્રિયા પછી ઘટરૂપ કાર્ય થાય છે તેમ કહે છે, પ્રતિસમયની ક્રિયાથી જે કાર્ય થાય છે તે કાર્યને જોવામાં વ્યવહારનય પ્રવર્તતો નથી, પરંતુ જે કાર્યને લક્ષ્ય કરીને ક્રિયાનો પ્રારંભ કરાય છે તે કાર્ય ન થાય ત્યાં સુધી તે ક્રિયાથી કાર્ય થયું નથી તેમ સ્વીકારે છે. જેમ કોઈ નગ૨ ત૨ફ કોઈ પુરુષ જતો હોય ત્યારે પ્રતિસમય ગમનની ક્રિયાથી તે તે સ્થાનની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે તોપણ નગરની પ્રાપ્તિ થાય ત્યારે જ વ્યવહારનય મારા ગમનનું ફળ પ્રાપ્ત થયું છે તેમ સ્વીકારે છે અને નિશ્ચયનય પ્રતિસમય ગમનની ક્રિયાથી તે નગરને આસન્ન-આસન્નતર સ્થાનની પ્રાપ્તિરૂપ કાર્યને સ્વીકારીને કહે છે કે ગમનની ક્રિયાનું કાર્ય પ્રતિક્ષણમાં થાય છે, તેથી પ્રસ્તુતમાં નિશ્ચયનયની દૃષ્ટિથી અરિહંત ચેઇયાણં સૂત્ર બોલનાર સાધુ કે શ્રાવક કાયાનો ત્યાગ ક૨વા માટે પ્રયત્નશીલ થયેલા તે દેશની અપેક્ષાએ ત્યાગ કરાયેલી કાયાવાળા જાણવા. જેમ ગમનક્રિયા કરનાર જેટલાં પગલાં નગર તરફ જાય છે તેટલા અંશથી તે સ્થાનમાં પહોંચેલો જ કહેવાય, તેમ હું કાયાનો ત્યાગ કરું છું એ પ્રમાણે બોલનાર સાધુ કે શ્રાવક તેટલા અંશથી મન