________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
ભાવાર્થ:
વિવેકી સાધુઓ અને વિવેકી શ્રાવકો વધતી જતી અનુપ્રેક્ષાથી કાયોત્સર્ગ કરવા યત્ન કરે છે, પરંતુ મારે કાયોત્સર્ગ ક૨વો છે તેવો સંકલ્પ માત્ર કરીને કાયોત્સર્ગ કરે તે રૂપ પ્રવૃત્તિમાત્રથી કાયોત્સર્ગ કરતા નથી.
૪૧
અનુપ્રેક્ષા શું છે ? તે સ્પષ્ટ કરે છે – જે અનુષ્ઠાન પોતે સેવે છે તે અનુષ્ઠાનથી પ્રાપ્તવ્ય જે તત્ત્વરૂપ અર્થ છે તેને પ્રાપ્ત કરવાને અનુકૂળ અનુચિંતવન અનુચિંતા છે, જેમ નિપુણ ચિત્રકાર ચિત્રના આલેખનકાળમાં તે ચિત્ર કઈ રીતે અતિશય-અતિશયતર થાય તેને અનુરૂપ અનુચિંતવન કરે છે, તેમ પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા વંદન-પૂજન આદિ રૂપે બોલાયેલા શબ્દો જે પ્રકારે વીતરાગની ભક્તિને અનુકૂળ ક્રિયા બને છે, તે ક્રિયા કઈ રીતે નિપુણતાપૂર્વક પોતાનામાં વીતરાગભાવરૂપ તત્ત્વને પ્રગટ કરવાને અનુકૂળ પ્રયત્નવાળી થાય તે પ્રકારે અનુચિંતા કરે છે, જેમ કેવલી એવા ચા૨ ભાણેજને ગીતાર્થ એવા તેના મામા આચાર્ય કેવલી પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે વધતી જતી અનુપ્રેક્ષાપૂર્વક વંદન કરે છે, તેથી ક્રમસર ચારે કેવલીને વંદન કરતાં ચોથા કેવલીને વંદન કરતી વખતે પોતાનામાં વર્તતો કેવલજ્ઞાન સ્વરૂપ તત્ત્વરૂપ અર્થ અનુપ્રેક્ષાના બળથી પ્રગટ થયો, તેમ સાધુ અને શ્રાવક પણ સ્વશક્તિ અનુસાર તત્ત્વરૂપ અર્થને પ્રગટ કરવાનું કારણ બને તેવું અનુચિંતવન કરે છે.
વળી, આ અનુપ્રેક્ષા મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ચિત્તધર્મ છે, આથી જ જેઓને તે તે અનુષ્ઠાનમાં કઈ રીતે માનસવ્યાપાર કરવાથી તત્ત્વરૂપ અર્થ પ્રગટ થઈ શકે તેને અનુરૂપ જેઓનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વર્તે છે તેઓ જ તે પ્રકારની અનુપ્રેક્ષા કરી શકે છે. જેમ બધા ચિત્રકારો પણ ચિત્રને અતિશય કરવાને અનુકૂળ નિપુણ ક્ષયોપશમ ન હોય તો ચિત્રના કરણકાળમાં પણ તે પ્રકારે અનુપ્રેક્ષણ કરી શકતા નથી, પરંતુ જેઓનો તે પ્રકા૨નો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે તેઓ ચિત્રકર્મની ક્રિયા વિષયક તે પ્રકારે ઊહાપોહ કરી શકે છે, તેમ સદ્ અનુષ્ઠાનમાં પણ અનુપ્રેક્ષાને અનુકૂળ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળા જીવો સુખપૂર્વક તે પ્રકારની અનુપ્રેક્ષા કરી શકે છે અને જેઓમાં તેવો ક્ષયોપશમ થયો નથી છતાં નિપુણતાપૂર્વક યત્ન કરે તો તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય તેમ છે, તેવા વિવેકી સાધુઓ અને શ્રાવકો શાસ્ત્રવચનનું અને ગુરુના ઉપદેશનું અવલંબન લઈને સમ્યગ્ યત્ન કરવા દ્વારા તે પ્રકારના જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ પ્રગટ કરે છે. જેના કારણે નિપુણતાપૂર્વક સેવાતા અનુષ્ઠાનમાં અનુપ્રેક્ષા કરીને લક્ષ્યવેધિ ઉપયોગવાળા બને છે.
વળી, આ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તરતમતાથી અનેક ભેદવાળો છે, તેથી જેઓમાં નિપુણ અનુપ્રેક્ષાનો ક્ષયોપશમ છે તેઓ અનુપ્રેક્ષાના બળથી અલ્પકાળમાં ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે છે અને સામાન્ય પ્રકારે અનુપ્રેક્ષાના ક્ષયોપશમવાળા જીવો સ્વઅભ્યાસના બળથી તે તે પ્રકારના અધિક અધિક જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થતી વિશેષ વિશેષ પ્રકારની અનુપ્રેક્ષાને પ્રાપ્ત કરે છે. જેનાથી ક્ષપકશ્રેણીને અનુકૂળ કંઈક કંઈક શક્તિ પ્રગટે છે.
વળી, આ અનુપ્રેક્ષા અનુભૂત અર્થના અભ્યાસનો ભેદ છે, જેમ જે શ્રાવકને અને સાધુને વીતરાગતાને અનુકૂળ શાંતરસનો કંઈક અનુભવ છે તે અનુભૂત અર્થને અતિશય ક૨વાને અનુકૂળ અભ્યાસરૂપ અનુપ્રેક્ષા