________________
લલિતવિસ્તરા ભાગ-૩
૩૬
જેઓ પોતાની શક્તિ અનુસાર તે ગ્રંથોના વચનથી પોતાના આત્માને સંપન્ન કરવા યત્ન કરે છે તેઓનો રાગાદિ કષાયોરૂપ ભાવરોગ ક્ષય થાય છે અને ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે, તેના બળથી સદ્ગતિઓની પરંપરા દ્વારા તે મહાત્મા સંપૂર્ણ ભાવરોગથી મુક્ત થશે ત્યારે શાશ્વત આરોગ્ય સુખનો ભોક્તા બનશે, આ પ્રકારે મેધાવી પુરુષ સગ્રંથોના સૂક્ષ્મ પદાર્થને જાણી શકે છે અને પ્રાપ્ત થયેલા તે સગ્રંથરૂપ ઔષધના વિશિષ્ટ ફળને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા છે, તેથી ક્યારેય સગ્રંથરૂપ ઔષધને છોડીને અન્ય ગ્રંથોને ગ્રહણ કરવામાં યત્ન કરતા નથી.
લલિતવિસ્તરા :
एवं च धृत्या-न रागाद्याकुलतया, धृतिर्मनः प्रणिधानं, विशिष्टा प्रीतिः, इयमप्यत्र 'मोहनीयकर्म्मक्षयोपशमादिसंभूता, रहिता दैन्यौत्सुक्याभ्यां धीरगम्भीराशयरूपा अवन्ध्यकल्याणनिबन्धनवस्त्वाप्त्युपमया; यथा दौर्गत्योपहतस्य चिन्तामण्याद्यवाप्तौ विज्ञाततद्गुणस्य 'गतमिदानीं दौर्गत्यमिति विदिततद्विघातभावं भवति धृतिः, एवं जिनधर्म्मचिन्तारत्नप्राप्तावपि विदिततन्माहात्म्यस्य 'क इदानीं संसार' इति तद्दुःखचिन्तारहिता सञ्जायत एवेयम् उत्तमालम्बनत्वादिति ।
લલિતવિસ્તરાર્થ :
અને આ રીતે=જે રીતે વધતી જતી શ્રદ્ધાથી અને મેધાથી કાઉસ્સગ્ગ કરે છે એ રીતે, વિવેકી સાધુ અને શ્રાવક વધતી જતી ધૃતિથી કાઉસ્સગ્ગ કરે છે, રાગાદિ આકુલપણાથી નહિ. ધૃતિ શું છે ? તે સ્પષ્ટ કરે છે -
-
ધૃતિ મનનું પ્રણિધાન છે=પ્રસ્તુત કાયોત્સર્ગથી ફલનિષ્પત્તિને અનુકૂળ વીર્ય પ્રવર્તાવવાનો દૃઢ સંકલ્પ છે, જે વિશિષ્ટ પ્રીતિરૂપ છે=તે કાયોત્સર્ગ દ્વારા ફલનિષ્પત્તિને અનુકૂળ ક્રિયામાં વિશિષ્ટ પ્રીતિરૂપ છે, આ પણ=ધૃતિ પણ, અહીં=સઅનુષ્ઠાનમાં, મોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી ઉત્પન્ન થયેલી=મોહનીયકર્મના ક્ષયોપશમથી અને વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી, દૈન્ય અને ઔક્યથી રહિત અવંધ્ય કલ્યાણનું કારણ એવી વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી ધીગંભીર આશયરૂપ છે – જે પ્રમાણે દરિદ્રતાથી ઉપહત જીવને ચિંતામણિ આદિની પ્રાપ્તિ થયે છતે વિજ્ઞાત ચિંતામણિના ગુણવાળા પુરુષને ‘હવે દરિદ્રતા ગઈ” એ પ્રમાણે જણાયેલા તેના વિઘાતભાવવાળી=જણાયેલા દૌગત્યના વિદ્યાતભાવવાળી ધૃતિ, થાય છે, એ રીતે જિનધર્મરૂપ ચિંતામણિ રત્નની પ્રાપ્તિમાં પણ જણાયેલા તેના માહાત્મ્યવાળા પુરુષને ‘હવે સંસાર ક્યાં છે’ એ પ્રકારે તેના દુઃખની ચિંતા રહિત એવી આ=કૃતિ, થાય છે જ; કેમ કે ઉત્તમનું આલંબનપણું છે=સંસારક્ષયમાં પ્રબળ કારણીભૂત જિનવચનના પરમાર્થરૂપ ઉત્તમનું આલંબનપણું છે.
ભાવાર્થ:
વિવેકી સાધુઓ અને વિવેકી શ્રાવકો જે રીતે વધતી જતી શ્રદ્ધાથી અને મેધાથી કાઉસ્સગ્ગમાં સ્થિર થવા