________________
૩૭.
અરિહંત ચેઈયાણં સૂત્ર યત્ન કરે છે એ રીતે વધતી જતી વૃતિથી કાઉસ્સગ્નમાં યત્ન કરે છે, પરંતુ કાઉસ્સગ્નકાળમાં ચિત્ત લક્ષ્યને અનુરૂપ ન પ્રવર્તે તેવા રાગાદિ ભાવોની આકુળતાથી કાઉસ્સગ્ગ કરતા નથી. ધૃતિ શું છે ? તે સ્પષ્ટ કરે છે
ધૃતિ એ મતિજ્ઞાનના ઉપયોગરૂપ લક્ષ્યને અનુરૂપ મનનું પ્રણિધાન છે, વળી, તે મનનું પ્રણિધાન વિશિષ્ટ પ્રીતિ સ્વરૂપ છે; કેમ કે કાયોત્સર્ગ દ્વારા ઉત્તમ ભાવોની નિષ્પત્તિ પોતાના મનપ્રણિધાનથી થાય છે જે ભાવોમાં તે મહાત્માને અત્યંત પ્રીતિ વર્તે છે, જેમ ભોગના અર્થી જીવોને પોતાના ઇષ્ટ ભોગની પ્રવૃત્તિમાં પ્રીતિ વર્તે છે તેમ વિવેકી જીવોને આત્માની નિરાકુળ અવસ્થાની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયામાં પ્રીતિ વર્તે છે.
વળી, જેમ શ્રદ્ધા મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય આત્માના પરિણામરૂપ છે અને મેધા જ્ઞાનાવરણીયકર્મ તથા મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય આત્માના પરિણામરૂપ છે તેમ આ ધૃતિ પણ સદ્ અનુષ્ઠાનમાં મોહનીયકર્મનો ક્ષયોપશમ અને તથાવિધ વર્યાતરાયકર્મના ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામરૂપ છે, તેથી વિવેકી જીવોને ઉચિત ક્રિયા દ્વારા આત્માના નિરાકુળ ભાવમાં સ્થિર થવામાં ધૃતિ વર્તે છે.
વળી, આ ધૃતિ દૈન્ય અને સુક્યથી રહિત છે, જેમ યોગ્ય પણ જીવોને ધર્મ કરીને ઉત્તમ ભાવો કરવાનો અભિલાષ થાય છતાં તે પ્રકારની વૃતિ ન હોય ત્યારે દીનતા થાય છે અને વિચાર આવે છે કે મારા પ્રયત્નથી આ ભાવ થતો નથી, તેથી ખેદ-ઉદ્વેગ અનુભવે છે, પરંતુ વિવેકી પુરુષને બોધ હોય છે કે દુષ્કર પણ કાર્ય લક્ષ્યને અનુરૂપ યથાર્થ બોધપૂર્વક પૈર્યથી કરવામાં આવે તો કેટલાક કાળે અવશ્ય તે પ્રકારની શક્તિ પ્રગટે છે, માટે સંસારના ઉચ્છેદના પ્રબળ કારણરૂપ જિનવચનથી વિહિત અનુષ્ઠાનમાં મારે વૈર્યપૂર્વક યત્ન કરવો જોઈએ તેવા જીવોને દુષ્કર પણ મોહનાશને અનુકૂળ યત્નમાં દીનતા થતી નથી.
વળી, કેટલાક યોગ્ય જીવો પણ સદ્ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, પરંતુ જ્યાં પોતાનું સામર્થ્ય નથી તેવા પ્રકારના ફલમાં ઉત્સુકતાને ધારણ કરીને યત્ન કરે છે, વસ્તુતઃ અકાલે ફલવાંછા એ ચિત્તની વ્યગ્રતા છે અને ધૃતિવાળો પુરુષ જાણે છે કે હું શક્તિને અનુરૂપ ઉચિત કૃત્ય કરું છું તેના દ્વારા જ ઉત્તર-ઉત્તરના અનુષ્ઠાનથી શક્તિનો સંચય થશે અને ઉત્તર-ઉત્તરના અનુષ્ઠાનની શક્તિનો સંચય થશે ત્યારે હું તે તે ઉત્તરઉત્તરનું અનુષ્ઠાન સેવીને તે તે ભાવોને અવશ્ય પ્રાપ્ત કરીશ. માટે વર્તમાનમાં શક્તિ નહીં હોવાનાં કારણે તે અનુષ્ઠાન સેવનથી પણ ફલ પ્રાપ્ત થાય નહિ અને તેની ઉત્સુકતા રાખીને ચિત્તને વ્યગ્ર કરવાથી તે અનુષ્ઠાનની પ્રાપ્તિને અનુકૂળ બળસંચયમાં પણ વિલંબન થશે માટે જેમ ચિત્રકળામાં કુશળ બનવાનો કોઈ અર્થી પુરુષ ધૃતિપૂર્વક અભ્યાસ કરે તો ક્રમે કરીને નિપુણ ચિત્રકાર બને છે, પરંતુ ચિત્રકળાનો અભ્યાસ કરનાર પણ તે પુરુષ વારંવાર ઔસુક્યને ધારણ કરીને હું ક્યારે ચિત્રકાર બનીશ એવા ભાવોથી વ્યગ્ર રહે તો અકાલે ફલવાંછારૂપ ઔસુક્ય દોષને કારણે તે શીધ્ર નિપુણ ચિત્રકાર બની શકે નહિ, તેમ બુદ્ધિમાન પુરુષ સુક્યથી રહિત શક્તિના પ્રકર્ષથી સાસ્ત્રોના વચનનું અવલંબન લઈને ધીરતાપૂર્વક ગુણનિષ્પત્તિમાં યત્ન કરે છે, આથી જ આ ધૃતિ ધીર-ગંભીર આશયરૂપ છે અર્થાત્ લક્ષ્યની નિષ્પત્તિમાં વૈર્ય વર્તે છે અને ગંભીરતાપૂર્વક લક્ષ્યને અનુકૂળ યત્ન થાય તે પ્રકારનો આશય વર્તે છે, તેથી તેવા ધીર પુરુષો સુખપૂર્વક તે તે અનુષ્ઠાન દ્વારા ઉત્તર-ઉત્તરના અનુષ્ઠાનને અનુકૂળ શક્તિસંચય થાય તેવા ગુણોને પ્રાપ્ત કરે છે.