________________
૩૪
લલિતવિસ્તરા ભાગ-૩ મેધા ગ્રંથગ્રહણનો પટ એવો પરિણામ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થનારો ચિત્તનો ધર્મ છે, આ પણ=મેધારૂપ ચિતનો ધર્મ પણ, અહીં સગ્રંથમાં પ્રવૃત્તિના સારવાળો પાપશ્રુતની અવજ્ઞાને કરનાર ગુરુવિનયાદિ વિધિવાળા પુરુષથી લભ્ય મહાન તેના ઉપાદેયનો પરિણામ છે=સગ્રંથના ઉપાદેયનો પરિણામ છે, આતુરને રોગીને, ઔષધની પ્રાપ્તિમાં ઉપાદેયતાના દષ્ટાંતથી સગ્રંથમાં ઉપાદેયતાનો પરિણામ છે એમ અન્વય છે. દૃષ્ટાંત-દાષ્ટ્રતિક ભાવને સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે વિચારક રોગીને તે તે પ્રકારે ઉત્તમ ઔષધની પ્રાપ્તિમાં=જે જે પ્રકારે રોગનો નાશ થાય તે તે પ્રકારે ઉત્તમ ઔષધની પ્રાપ્તિમાં, વિશિષ્ટ ફલનું ભવ્યપણું હોવાને કારણે ઔષધનું સેવન કરીને આરોગ્યને પ્રાપ્ત કરે તેવા વિશિષ્ટ ફલનું ચોગ્યપણું હોવાને કારણે, ઈતરના અપોહથી=પ્રાપ્ત થયેલા સદ્ ઔષધથી ઈતર ઔષધના ત્યાગથી, ત્યાં સદ્ ઔષધમાં, મહાન ઉપાદેયભાવ છે અને ગ્રહણમાં આદર છે=ઔષધસેવનમાં આદર છે, એ રીતે મેધાવી પુરુષને મેધાના સામર્થ્યથી સગ્રંથમાં જ ઉપાદેયભાવ છે અને ગ્રહણમાં આદર છે, અન્યત્ર નથી; કેમ કે આનું જ=સગ્રંથનું જ, ભાવૌષધપણું છે. ભાવાર્થ
વિવેકી શ્રાવક અને વિવેકી સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે અને સંસારથી વિસ્તારનો ઉપાય વિતરાગભાવ જ છે અને વીતરાગના વચનરૂપ ગ્રંથ વીતરાગતાને પ્રગટ કરવાના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ઉપાયોને બતાવે છે, તેથી વિવેકી શ્રાવક અને વિવેકી સાધુ વીતરાગતાના મર્મને સ્પર્શે તે રીતે વધતી જતી મેધાથી કાયોત્સર્ગમાં યત્ન કરે છે, જેનાથી તેઓની મેધા વિતરાગતાના મર્મને કંઈક અધિક અધિક સ્પર્શે છે. તે મેધા કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
વીતરાગતાને પ્રાપ્ત કરાવનારા જે સગ્રંથો છે તેને ગ્રહણ કરવામાં પટુ પરિણામવાળી મેધા છે, આથી જ જે શ્રાવકો અને સાધુઓ વધતી જતી મેધાથી કાયોત્સર્ગ કરે છે તેઓની મેધા તે પ્રકારની સૂક્ષ્મ બને છે, જેના કારણે સર્વજ્ઞએ કહેલા ગ્રંથોના રહસ્યને સૂક્ષ્મ જોઈ શકે છે અને આ સર્વજ્ઞનું વચન કઈ રીતે વિતરાગતાને અભિમુખ સૂક્ષ્મ દિશા બતાવે છે તેને જાણીને તેના પરિણામને તેઓ સુખપૂર્વક પ્રાપ્ત કરે છે. આથી જ તેવા મેધાવી મહાત્મા ઈર્યાપથ પ્રતિક્રમણ સૂત્ર બોલીને કઈ રીતે ધ્યાન-મૌન પથમાં જઈ શકાય છે તેના રહસ્યને પ્રાપ્ત કરી શકે છે, તેથી તે ઇરિયાવહિયા સૂત્રના બળથી જ સંવર અને નિર્જરાને અનુકૂળ ધ્યાન-મૌન પથમાં વિશેષથી જવા યત્ન કરી શકે છે. વળી, આ મેધા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થનારો ચિત્તનો ધર્મ છે=મતિજ્ઞાનનો ઉપયોગ છે. વળી, જેમ ચિત્તના ધર્મરૂપ શ્રદ્ધા કલ્યાણનું કારણ હતી તેમ ચિત્તના ધર્મરૂપ મેધા પણ કલ્યાણનું કારણ છે આથી સગ્રંથમાં પ્રવૃત્તિપ્રધાન હોય છે અર્થાત્ તેવા મેધાવી પુરુષો સંસારનો ઉચ્છેદ થાય તેવા ઉત્તમ ગ્રંથોને જ ભણવા માટે યત્ન કરે છે. માટે તે મેધા કલ્યાણનું કારણ છે.