________________
૩૨
લલિતવિસ્તરા ભાગ-૩ આત્માને સ્વતઃ સુખ વર્તે છે અને વિતરાગભાવ વિકૃત થયેલો હોવાથી ઇચ્છાથી આકુળ થયેલા જીવને તે તે ભોગસામગ્રીથી ઇચ્છાના શમનરૂપ કંઈક સુખ થાય છે તે સમારોપ સ્વરૂપ છે. જેમ ચંદ્ર એક હોવા છતાં બે દેખાય છે, તેમ આત્માનું અનુકૂળ વેદનરૂપ સુખ એક હોવા છતાં કષાયના શમનજન્ય સુખ અને શાતાની સામગ્રીજન્ય સુખ છે તેમ બે સુખ દેખાય છે એટલું જ નહીં પરંતુ કષાયના શમનનું સુખ દેખાતું જ નથી, માત્ર શાતાની સામગ્રીજન્ય સુખ અને માનસન્માન આદિ વિકારજન્ય સુખ જ સુખ દેખાય છે અને વીતરાગના દર્શનથી પ્રગટ થયેલી શ્રદ્ધાને કારણે જેમ જેમ વીતરાગતામાં સુખ દેખાય છે તેમ તેમ વિકારી સુખમાં સુખબુદ્ધિનો સમારોપ નાશ પામે છે, તેથી વીતરાગ પ્રત્યેની શ્રદ્ધા વિકારી સુખમાં સુખના સમારોપનો વિઘાત કરનારી છે. આથી જ સાધુ અને શ્રાવક વધતી જતી શ્રદ્ધાથી ચૈત્યવંદન કરીને જેમ જેમ વીતરાગભાવથી અતિશય-અતિશયતર ભાવિત થાય છે તેમ તેમ બાહ્ય પદાર્થો સુખના સાધનરૂપે દેખાતા નથી, પરંતુ સ્પષ્ટ ઇન્દ્રજાળ તુલ્ય દેખાય છે, જેમ ઇન્દ્રજાળમાં દેખાતાં ભોગનાં સાધનો વાસ્તવિક સુખનાં સાધનો નથી તેમ બાહ્ય પદાર્થો સુખનાં સાધનો નથી, પરંતુ વીતરાગભાવમાં સ્થિર થતું ચિત્ત જ સુખના વેદનસ્વરૂપ છે તેવી સ્થિર બુદ્ધિ થાય છે, માટે શ્રદ્ધા સમારોપના વિઘાત કરનાર છે.
વળી, કર્મ અને ફલનો પરસ્પર કાર્ય-કારણભાવરૂપે વાસ્તવમાં સંબંધ છે અને તેવા કર્મનું અને ફલનું પોતાનામાં અસ્તિત્વ છે તેવો સ્થિર નિર્ણય કરાવનાર શ્રદ્ધા છે; કેમ કે પોતે સંસારમાં જે જે અવીતરાગભાવના પરિણામો કરે છે તેનાથી કર્મ બંધાય છે અને તેના ફળને પોતે જ પ્રાપ્ત કરશે તેવો સ્થિર નિર્ણય છે, આથી જ કર્મોની કદર્થનાથી મુક્ત થવા માટે વિવેકી શ્રાવકો અને સાધુને ચૈત્યવંદન કરવાની રુચિ વર્તે છે અને સૂક્ષ્મ બોધથી યુક્ત શ્રદ્ધા હોવાથી તેઓને સ્પષ્ટ જણાય છે કે ચૈત્યવંદનના અવલંબનથી પ્રસ્તુત સૂત્રથી કરાયેલા જે ભાવો છે તે ભાવોમાં હું જો દઢ યત્ન કરીશ તો અશુભ કર્મબંધ અટકશે, તેથી મને અશુભ ફલ પ્રાપ્ત થશે નહિ અને શુભ અનુબંધવાળા કર્મની પ્રાપ્તિ કરીને તેના ફળરૂપે હું અવશ્ય સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરીશ. આવા પ્રકારનો દઢ સંપ્રત્યય હોવાથી શ્રાવકો અને સાધુઓ સમ્યગુ ચૈત્યવંદનની નિષ્પત્તિ માટે તીવ્ર શ્રદ્ધાથી યત્ન કરે છે. જેના કારણે તે શ્રદ્ધા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ કર્મ અને તેના ફળનો પરસ્પર સંબંધ છે તે નિર્ણય પણ દઢ-દઢતર થાય છે તેવી વધતી જતી શ્રદ્ધાથી સાધુ અને શ્રાવકો પ્રસ્તુત ચૈત્યવંદન કરે છે.
વળી, પોતાનો આત્મા શરીરથી ભિન્ન છે, તે પરિણામી છે અને વિદ્યમાન કર્મોથી બંધાયેલો છે અને તેના વિયોગથી મોક્ષ છે અને કર્મબંધનું કારણ પોતાના ભાવપ્રાણોની હિંસા છે અને મુક્ત થવાનું કારણ પોતાના ભાવપ્રાણોની અહિંસા છે તેવો સ્પષ્ટ નિર્ણય કરાવે તેવી શ્રદ્ધા છે, તેથી જ પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે પ્રસ્તુત સૂત્રથી વીતરાગ પ્રત્યે પ્રવર્ધમાન રાગ થાય એ માટે જ “મને પ્રસ્તુત કાયોત્સર્ગથી વંદન-પૂજન આદિનું ફળ મળો' તેમ અભિલાષ કરીને પોતાના ભાવપ્રાણોની અહિંસાને અતિશય કરવા માટે સાધુઓ અને શ્રાવકો યત્ન કરે છે, જે તેઓની શ્રદ્ધાનું કાર્ય છે, માટે પારમાર્થિક શ્રદ્ધા ભગવાનના પ્રવચનના વિવિધ પદાર્થોના યથાર્થ બોધ સ્વરૂપ છે.
વળી, આ શ્રદ્ધાવાળા શ્રાવકોને અને સાધુઓને વીતરાગતા જ સારરૂપ દેખાય છે અને બાહ્ય પદાર્થોમાં