________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૩૧
વિશ્રાંત થશે, તેથી ચૈત્યવંદનકાળમાં શ્રદ્ધાદિ ભાવોના પ્રકર્ષને અનુરૂપ બોધિલાભનો પ્રકર્ષ પ્રાપ્ત થશે અને બોધિલાભના પ્રકર્ષના બળથી તે મહાત્માને શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ થશે. એથી પ્રસ્તુત સૂત્રમાં કહે છે કે બોધિલાભના હેતુભૂત શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું, પરંતુ બલાભિયોગાદિથી નહિ અર્થાત્ ગુરુવર્ગના આગ્રહ આદિથી નહિ અને મૂઢતાથી પણ નહિ, પરંતુ ભગવાનની ભક્તિની વૃદ્ધિ જ બોધિલાભની પ્રાપ્તિ દ્વારા મારા હિતની પરંપરાનું કારણ છે તેવા સ્થિર નિર્ણયરૂપ શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું. વળી, તે શ્રદ્ધા જ કેવા સ્વરૂપવાળી છે તે સ્પષ્ટ કરતાં કહે છે -
શ્રદ્ધા પોતાનો અભિલાષ છે અર્થાત્ આ ચૈત્યવંદન મારા કલ્યાણની પરંપરાનું કારણ છે તેવો બોધ થવાથી સમ્યગ્ ચૈત્યવંદન કરવાનો જે પોતાનો અભિલાષ તે શ્રદ્ધા છે. વળી, તે શ્રદ્ધા મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી જન્ય ચિત્તના પ્રસાદરૂપ છે. જેમ કોઈ દરિદ્રને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થાય, તેથી ચિંતામણિના ગુણને જાણનારા તેને ચિંતામણિ રત્નની પ્રાપ્તિથી ચિત્તમાં પ્રસન્નતા થાય છે તેમ જેઓને મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ આદિ ભાવ પ્રગટ્યો છે તેઓને વીતરાગની મૂર્તિને જોઈને વીતરાગની મૂર્તિના અવલંબનથી વીતરાગ પ્રત્યે મોક્ષની પ્રાપ્તિ સુધી સર્વ સુખની પરંપરાને કરનારા પ્રવર્ધમાન બહુમાનભાવની પ્રાપ્તિનો ઉપાય દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલું પ્રસ્તુત ચૈત્યવંદન છે તેવો બોધ થવાથી ચિંતામણિતુલ્ય ચૈત્યવંદનની પ્રાપ્તિથી ચિત્તમાં જે પ્રસન્નતા થાય છે તે શ્રદ્ધા છે અને આવી શ્રદ્ધા જ વિવેકી સાધુ અને શ્રાવકને હોય છે, તેથી પોતાના અભિલાષથી જ તેઓ ચૈત્યવંદન કરવા માટે યત્ન કરે છે, પરંતુ મૂઢ ભાવથી ચૈત્યવંદન કરવા માટે યત્ન કરતા નથી, વળી, આ ચૈત્યવંદન કરવાનો અભિલાષ કેવા ફળને કરનારો છે ? તે સ્પષ્ટ કરે છે
—
જીવાદિ તત્ત્વને અનુસ૨ના૨ છે અર્થાત્ મારો આત્મા શરીરથી ભિન્ન છે અને કર્મને કારણે હું શરીરથી બંધાયેલો છું, તેથી સંસારની સર્વ વિડંબના પ્રાપ્ત થાય છે અને સંસારના પરિભ્રમણનું કારણ આશ્રવ છે અને સંસારના ઉચ્છેદનું કારણ સંવર છે અને તે સંવરની વૃદ્ધિ અર્થે જ સંવરની પૂર્ણતાને પામેલા તીર્થંકરોને વંદન આદિ કરવા અર્થે હું ચૈત્યવંદન કરું છું એ પ્રકારની બુદ્ધિ હોવાથી પ્રસ્તુત શ્રદ્ધા જીવાદિ પદાર્થને અનુસ૨ના૨ છે, આથી જ સંસારના ઉચ્છેદના અર્થી એવા સાધુ અને શ્રાવક આશ્રવનો નિરોધ ક૨વા માટે અને સંવરને અતિશય કરવા માટે દૃઢ પ્રણિધાનપૂર્વક કાયોત્સર્ગ દ્વારા યત્ન કરે છે અને આથી જ વિવેકી સાધુઓ અને શ્રાવકો પ્રતિદિન ચૈત્યવંદન આદિ કરીને સંવરના અતિશય દ્વારા પોતાના બોધિલાભને જ અતિશય-અતિશયતર કરે છે; કેમ કે વીતરાગનાં વંદન, પૂજન, સત્કાર, સન્માનના પરિણામ દ્વારા જેમ જેમ તેમનો વીતરાગ પ્રત્યેના રાગનો ઉત્કર્ષ થાય છે તેમ તેમ અવીતરાગભાવથી તેમનું ચિત્ત સંવૃત્ત થાય છે અને જેમ જેમ વીતરાગના રાગનો ઉત્કર્ષ થાય છે તેમ તેમ નિર્મળ-નિર્મળતર બોધિ સ્થિર-સ્થિરતર થાય છે.
વળી, આ શ્રદ્ધા સમારોપના વિદ્યાતને ક૨ના૨ છે, જેમ ચક્ષુ દોષના કારણે એક ચંદ્ર હોવા છતાં બે ચંદ્ર દેખાય છે તેમ દેહની સાથે એકત્વ બુદ્ધિને કારણે જીવને દેહના વિકારોમાં અને વિકારોના પ્રાપ્તિકાળમાં તે તે ભોગસામગ્રીમાં સુખની બુદ્ધિ થાય છે તે સમારોપને કારણે થાય છે. વસ્તુતઃ વીતરાગતુલ્ય નિરાકુળ