________________
૧૧
અરિહંત ચેઈયાણં સૂત્ર ભગવાને સાગરચંદ્રની પૌષધ પ્રતિમાની પ્રશંસા કરી, તેમ વિવેકી સાધુ ભગવાનનાં પૂજન-સત્કાર કરીને ભાવસ્તવની નિષ્પત્તિ થાય તેવા ઉત્તમ ભાવો કરતા હોય અર્થાત્ વિતરાગના ગુણોમાં લીન થઈને સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચય કરતા હોય તેવા વિવેકી શ્રાવકોના પૂજન-સત્કારની પ્રશંસા કરે છે, તે રીતે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારના ફળની પ્રાપ્તિ થાવ એમ અભિલાષા કરે છે, તેથી જેમ વિવેકી શ્રાવકો સ્વભૂમિકા અનુસાર પૂજન-સત્કાર કરીને ભાવસ્તવને પ્રાપ્ત કરે છે, તેમ સાધુ વિચારે છે કે હું પણ પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારનું ફલ પ્રાપ્ત કર્યું, જેથી મારામાં વિદ્યમાન સંયમના કંડકો ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, માટે પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ પ્રાપ્ત થાવ તેમ કહેવું સાધુને દોષરૂપ નથી.
વળી, સાધુ જેમ વિવેકી શ્રાવકના દ્રવ્યસ્તવનું અનુમોદન કરે છે, તેમ ઉપદેશદાનથી દ્રવ્યસ્તવ કરાવે પણ છે અર્થાત્ સાક્ષાત્ તું પૂજા કર, જિનાલય કર, એ પ્રકારે કરાવતા નથી, પરંતુ શ્રાવક માટે ભગવાનની પૂજા કર્તવ્ય છે, શ્રાવકના ધનનું આનાથી અધિક શુભ સ્થાન અન્ય નથી તેમ ઉપદેશ આપે છે; કેમ કે ઉત્તમ દ્રવ્યોથી જગદ્ગુરુની પૂજા કરીને વિવેકી શ્રાવકો ક્ષાયિકભાવના વીતરાગ પ્રત્યે બહુમાનભાવવાળા થાય છે, જેનાથી શ્રાવકમાં ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે, માટે વિવેકી શ્રાવકે ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ભગવાનનાં પૂજા-સત્કાર કરવાં જોઈએ એમ ઉપદેશ આપે છે, તેથી ઉપદેશ દ્વારા સાધુને દ્રવ્યસ્તવ કરાવણ પણ છે.
વળી, શ્રાવકના દ્રવ્યસ્તવની અનુમોદના કરે અને ઉપદેશ દ્વારા દ્રવ્યસ્તવ કરાવે તે અનવદ્ય છે, પરંતુ આરંભ-સમારંભરૂપ સાવદ્ય પ્રવૃત્તિરૂપ નથી, કેમ અનવદ્ય છે? તેમાં યુક્તિ આપે છે – દોષાંતરની નિવૃત્તિ દ્વારા દ્રવ્યસ્તવ કરાવણ અનવદ્ય છે, તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ જેમ શ્રાવકને દ્રવ્યસ્તવ કર્તવ્ય છે તેમ કહે છે, તેમ આ દ્રવ્યસ્તવ કઈ રીતે ભાવસ્તવનું કારણ છે તેનું રહસ્ય પણ શ્રાવકને બતાવે છે, જેથી વિવેકી શ્રાવકને બોધ થાય છે કે સંસારના ક્ષયનું એક કારણ વિતરાગતા છે અને વીતરાગતાની પ્રાપ્તિનો એક ઉપાય ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થવારૂપ નિરવદ્ય સાધુજીવન છે અને જેમાં તેનું નિરવદ્ય જીવન જીવવાની શક્તિ નથી તેવા શ્રાવકોએ નિરવદ્ય જીવન જીવીને ક્ષાયિકભાવને પામેલા પરમગુરુની તે રીતે ભક્તિ કરવી જોઈએ, જેથી તેઓના ગુણોથી રંજિત થયેલું ચિત્ત નિરવદ્ય જીવનને અભિમુખ અભિમુખતર બને. આ પ્રકારના ઉપદેશથી પ્રેરાયેલા શ્રાવકો દ્રવ્યસ્તવ કરે છે ત્યારે ભગવાનના ગુણોથી શ્રાવકનું રંજિત થયેલું ચિત્ત ભોગાદિને અનુકૂળ ચિત્તથી વિપરીત ચિત્તરૂપ હોવાથી તેમનો ભોગાદિ પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ અલ્પ-અલ્પતર થાય છે, માટે શ્રાવકને પૂર્વમાં ભોગોના સંશ્લેષથી જે કર્મબંધ થતો હતો તે દોષાંતરની નિવૃત્તિ દ્રવ્યસ્તવથી થાય છે અર્થાત્ દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને આ વૈભવ મારો છે, જેનાથી હું ભગવાનની ભક્તિ કરું છું એવો પરિણામ વર્તે છે, તેમાં જે સંપત્તિમાં મમત્વબુદ્ધિરૂપ દોષ છે તેના કરતાં ભોગાદિમાં સંશ્લેષના પરિણામરૂપ જે દોષાંતર છે, તેની નિવૃત્તિ દ્રવ્યસ્તવથી થાય છે, માટે સાધુને ઉપદેશ દ્વારા દ્રવ્યસ્તવ કરાવણ અનવદ્ય છે, આ જ પદાર્થને સ્પષ્ટ કરતાં કહે છે –
સાધુના દ્રવ્યસ્તવના ઉપદેશમાં દોષાંતરની નિવૃત્તિ એ જ પ્રયોજક અંશ છે; કેમ કે દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકમાં ભોગ પ્રત્યેના સંશ્લેષની નિવૃત્તિને અનુકૂળ ભગવાનની પૂજાની પ્રવૃત્તિ છે અર્થાત્ વિવેકી શ્રાવક