________________
૨૩
અરિહંત ચેઈયાણ સૂત્ર દ્રવ્યસ્તવકાળમાં ક્ષાયિકભાવના ક્ષમાદિ ગુણોવાળા ભગવાન પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનનો ભાવ શ્રાવકના સર્વવિરતિ કાલીન ક્ષમાદિ ભાવોના પ્રતિબંધક કર્મોનો કંઈક કંઈક અંશથી ક્ષયોપશમભાવ કરાવીને ભોગતૃષ્ણાને ક્ષણ કરે છે, તેથી અસ આરંભના બીજભૂત શ્રાવકની ભોગતૃષ્ણા જેટલા જેટલા અંશથી દ્રવ્યસ્તવથી ક્ષણ થાય છે તેટલા તેટલા અંશથી શ્રાવકની અસદ્ આરંભની નિવૃત્તિ જ થાય છે, માટે દ્રવ્યસ્તવ આજ્ઞા અમૃતસંયુક્ત જ છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ સુસાધુ અનાદિથી આત્મામાં સ્થિર થયેલી ભોગતૃષ્ણાને ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સતત ક્ષણ કરે છે, તેથી સાધુનું સંયમ વીતરાગનું ભાવસ્તિવ છે અર્થાત્ વીતરાગની આજ્ઞા પાલન કરીને વીતરાગતુલ્ય થવાની ક્રિયારૂપ છે તેમ વિવેકી શ્રાવક પણ પૂજન-સત્કાર કરીને દ્રવ્યસ્તવથી ભોગતૃષ્ણાનો ક્ષય કરી રહ્યા છે માટે તેઓના દ્રવ્યસ્તવને ભાવસ્તવ જ કહેવો જોઈએ; કેમ કે વીતરાગતુલ્ય થવા માટે યત્ન કરે છે, એ પ્રકારની શંકાનું સમાધાન કરતાં કહે છે –
સાધુની જેમ વિવેકી શ્રાવક પણ ભોગતૃષ્ણા ક્ષીણ થાય તે રીતે ઔચિત્યથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, તોપણ સાધુની અપેક્ષાએ અલ્પભાવ હોવાને કારણે=ભોગતૃષ્ણાના નાશને અનુકૂળ અલ્પ વ્યાપાર હોવાને કારણે, શ્રાવકનાં પૂજન-સત્કાર દ્રવ્યસ્તવરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે જો શ્રાવકના દ્રવ્યસ્તવમાં અલ્પ શુભભાવ છે તો તે દ્રવ્યસ્તવ નિષ્ફળ છે, એ પ્રકારની શંકાના નિરાકરણ માટે કહે છે –
કૂવાના દૃષ્ટાંતથી દ્રવ્યસ્તવ શ્રાવક માટે ગુણકારી છે, જેમ કોઈક તેવા સ્થાનમાં ગૃહસ્થોને સ્વાદુ જલની પ્રાપ્તિનો સંભવ ન હોય અને કૂપખનનથી જ પ્રાપ્ત થઈ શકે તેમ હોય ત્યારે કૂપખનનમાં યત્કિંચિત્ શ્રમ આદિ દોષો થાય છે, તોપણ સ્વાદુ જલની પ્રાપ્તિથી તે પ્રમાદિ દોષો દૂર થાય છે અને ઉત્તરમાં તે કૂવામાંથી જલની પ્રાપ્તિને કારણે પોતાને અને અન્ય જીવોને તે કૂવાના વિદ્યમાન કાળ સુધી ઉપકાર થાય છે તેમ વિવેકી શ્રાવક ભગવાનની પૂજા સિવાય અન્ય રીતે ભોગતૃષ્ણાને શમન કરવા સમર્થ નથી, આથી જ વિતરાગતાના અર્થી હોવા છતાં ત્રણ ગુપ્તિવાળા સાધુની જેમ વિતરાગતાને પ્રગટ કરવા માટે યત્ન કરી શકતા નથી, તેથી અન્ય રીતે ભોગતૃષ્ણા શમન થાય તેમ નથી તેવું જાણનાર શ્રાવક ઉત્તમ દ્રવ્યોથી વીતરાગની ભક્તિ કરીને પૂજાકાળમાં વીતરાગના ગુણોના સ્મરણથી આત્માને તે રીતે ભાવન કરે છે, જેનાથી ભોગતૃષ્ણાનું કંઈક શમન થાય છે, તેથી જેમ કૂવો ખોદવાથી શ્રમ થવા છતાં સ્વાદુ જલની પ્રાપ્તિથી ઉપકાર થાય છે, તેમ કંઈક આરંભ દોષવાળું પણ દ્રવ્યસ્તવ હોય અને યતનાપૂર્વક પ્રયત્ન કરવા છતાં પૂજાકાળમાં શ્રાવકનું ચિત્ત કંઈક સ્કૂલના પામતું હોય, તોપણ ભગવાનના ગુણોથી ચિત્ત વાસિત થાય છે ત્યારે તે અલનાથી થયેલા દોષો નિવર્તન પામે છે અને પૂર્વે જે ભોગમાં સંશ્લેષવાળું ચિત્ત હતું તે પણ ક્રમસર અલ્પ અલ્પતર થાય છે, તેથી શ્રાવકનું દ્રવ્યસ્તવ અસદ્ આરંભની નિવૃત્તિનું પ્રબળ કારણ અને સર્વવિરતિને અનુકૂળ બળસંચયનું પ્રબળ કારણ છે. અને જે શ્રાવકોનું તેવું દ્રવ્યસ્તવ નથી તે દ્રવ્યસ્તવ ઇષ્ટ ફલ સિદ્ધિવાળું નથી. જેમ કૂવો ખોદવાની ક્રિયા પણ જેઓની વિવેકવાળી નથી તેઓની તેવી કૂવો