________________
૨૮
લલિતવિસ્તાર ભાગ-૩ પણ ઉચિત જ છે અને મોક્ષ સર્વ ઉપદ્રવ વગરની જીવની સુંદર અવસ્થા છે, તેથી મોક્ષ કયા કારણથી જોઈએ છે એ પ્રકારના પ્રશ્નને અવકાશ નથી.
વળી, જેઓ દઢ પ્રણિધાનપૂર્વક પ્રસ્તુત સૂત્રથી વારંવાર બોધિલાભ અને મોક્ષ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારે અભિલાષ કરે છે, તેનાથી થયેલા ભાવના અતિશયને કારણે મોક્ષપ્રાપ્તિ સુધી બોધિનું રક્ષણ સંભવે છે, એથી મોક્ષપ્રાપ્તિ સુધી અમ્મલિત ઉત્તરોત્તર બોધિલાભની પ્રાપ્તિ થયા કરે તેના માટે જ પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ નિમિત્તે અને નિરુપસર્ગ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું, એ પ્રકારનો ઉપન્યાસ કરાયો છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે જે વસ્તુ સિદ્ધ થયેલ હોય તે સાધ્ય બને નહિ, માટે સિદ્ધ એવા બોધિલાભવાળા સાધુને અને શ્રાવકને તેની પ્રાપ્તિનો અભિલાષ કરવો ઉચિત નથી, તેનું નિરાકરણ કરવા માટે કહે છે –
સંસારમાં અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ પ્રાર્થના છે એવો નિયમ નથી, પરંતુ પ્રાપ્ત થયેલી વસ્તુથી ભ્રષ્ટ થયેલાને પણ પ્રયત્નથી તેનું પ્રાપ્યપણું છે, જેમ કોઈને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ હોય અને કોઈક રીતે તે વસ્તુ નાશ પામે તો ફરી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તેમ સાધુ અને શ્રાવક બોધિલાભને પામેલા છે તોપણ પ્રમાદવશ બોધિ પ્લાન થાય કે નાશ પામે ત્યારે ફરી પ્રયત્નથી તેને પ્રાપ્ત કરવું આવશ્યક છે, આથી જ સુસાધુ કે ભાવશ્રાવક બોધિલાભને પામ્યા હોય અને શક્તિ અનુસાર તે બોધિના બળથી ઉત્તરોત્તર નિર્મળ બોધિને માટે યત્ન કરતા હોય, આમ છતાં અનાદિ ભવ-અભ્યાસને કારણે પ્રમાદદોષથી આકર્ષ દ્વારા બોધિથી પાત થાય, છતાં તે સાધુ કે શ્રાવક પોતાના ઉચિત આચારોનું પાલન કરતા હોય, તોપણ તે આચારપાલન બોધિ રહિત હોવાથી ગુણવૃદ્ધિનું કારણ બને નહિ, તેવા સાધુ કે શ્રાવક પ્રસ્તુત સૂત્રથી દૃઢ પ્રણિધાનપૂર્વક બોધિલાભ માટે અને મોક્ષ માટે હું કાઉસ્સગ્ન કરું છું તેવો પ્રયત્ન કરે તો ભ્રષ્ટ થયેલું બોધિ પણ ફરી પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, તેથી પણ સાધુ અને શ્રાવકને બોધિલાભ માટે કાયોત્સર્ગ કરવો ઉચિત છે.
અહીં પ્રશ્ન થાય કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ક્યારેય સમ્યક્તથી પાત પામવાના નથી અને તેવા પણ સાધુ કે શ્રાવક બોધિલાભ માટે હું કાઉસ્સગ્ન કરું છું તેમ કેમ બોલે ? તેથી કહે છે –
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને બોધિના આવારક દર્શનમોહનીયકર્મનો નાશ થયેલો હોવાથી તેમનું બોધિ ક્યારેય પાત પામવાનું નથી, તોપણ વિલંબ વગર ફળને આપે તેવું બોધિ અપ્રમત્ત મુનિને હોય છે અને તેવું બોધિ જ વીતરાગતાની પ્રાપ્તિ દ્વારા શીઘ્ર કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે અને તેવા બોધિની પ્રાપ્તિ સાયિક સમ્યગ્દષ્ટિને થઈ નથી, તેથી પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ પણ આક્ષેપફલ સાધક બોધિલાભની ઇચ્છા કરે છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ નિમિત્તે એ પ્રકારનો ઉપન્યાસ કરાયો છે. લલિતવિસ્તરા :
अयं च कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनायालमित्यत आह'सद्धाए मेहाए थीइए धारणाए अणुप्पेहाए वडमाणीए ठामि काउस्सग्गं'ति। श्रद्धया-हेतुभूतया, न