________________
૨૪.
લલિતવિસ્તરા ભાગ-૩
ખોદવાની ક્રિયા જલપ્રાપ્તિનું કારણ નથી, જેમ ખાતશાસ્ત્રની આજ્ઞા નિરપેક્ષ જે તે ભૂમિમાં કૂવો ખોદવાની ક્રિયા કોઈ કરે તો તે કૂવો ખોદવાની ક્રિયાથી જલપ્રાપ્તિ થાય નહિ, પરંતુ ખોદવાના શ્રમમાત્રની જ પ્રાપ્તિ થાય છે અને જેઓ વિવેકવાળા છે તેઓ ખાતશાસ્ત્રની આજ્ઞા અનુસાર જે સ્થાનમાં નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલ હોય તેવી ભૂમિમાં જ ઉચિત વિધિપૂર્વક કૂપખનન કરે છે અને તેવી ખાતશાસ્ત્રની આજ્ઞારૂપી અમૃતથી યુક્ત જ કૂવો ખોદવાની ક્રિયા ઇષ્ટ ફલની પ્રાપ્તિ માટે છે, એ રીતે જેઓના ચિત્તમાં વીતરાગ પ્રત્યે સ્વાદુ જલતુલ્ય બહુમાન છે અને વીતરાગ થવાનો એક ઉપાય ભાવસાધુપણું છે તેવો પરિણામ વર્તે છે તેઓ પોતાના ચિત્તમાં ભાવસાધુ થવાના અભિલાષરૂપ જે સ્વાદુ જલ છે તેને પ્રગટ કરવાને અનુકૂળ વીતરાગની આજ્ઞા અનુસાર દ્રવ્યસ્તવ કરે છે તે કૂપખનનતુલ્ય હોવાથી તે દ્રવ્યસ્તવના બળથી તે શ્રાવકના ચિત્તમાં ભોગના અસંશ્લેષના પરિણામરૂપ સ્વાદુ જલની પ્રાપ્તિ થાય છે, તેથી કષાયોના તાપને શમન કરીને અને ઇન્દ્રિયોની તૃષાનું શમન કરીને તેઓ પણ જલપ્રાપ્તિના ફળને પ્રાપ્ત કરે છે, તેથી તેવા શુભભાવવાળું દ્રવ્યસ્તવ કૂપના ઉદાહરણથી શ્રાવકને ગુણને માટે છે, એ પ્રકારે સમ્યગુ આલોચન કરવું જોઈએ.
આ રીતે અરિહંત ચેઇયાણં સૂત્રમાં “મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ' તે પ્રકારે બોલવાના અધિકારી કોણ છે તેનું અત્યાર સુધી સમાધાન કર્યું, તેનું નિગમન કરતાં કહે છે –
અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે ‘મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ' એનો વિષય સાધુ અને શ્રાવક બંને છે, તેથી વિસ્તારથી સર્યું અર્થાત્ અરિહંત ચેઇયાણં સૂત્રનો અર્થ કહેવાનો પ્રારંભ કર્યો, ત્યાં વંદન, પૂજન, સત્કાર સુધીનો અર્થ કર્યો ત્યાં પ્રસંગથી સ્મરણ થયું કે પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ કોણ ઇચ્છી શકે ? તેની સ્પષ્ટતા અત્યાર સુધી કરી તે પ્રસંગ અહીં પૂર્ણ થાય છે. લલિતવિસ્તરા -
तथा 'सम्माणवत्तियाए'त्ति सन्मानप्रत्ययं सन्माननिमित्तम्, स्तुत्यादिगुणोन्नतिकरणं सन्मानः; तथा मानसः प्रीतिविशेष इत्यन्ये, अथ वन्दनपूजनसत्कारसन्माना एव किंनिमित्तमिति? अत आह'बोहिलाभवत्तियाए' बोधिलाभप्रत्ययं बोधिलाभनिमित्तम्, जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते, अथ बोधिलाभ एव किंनिमित्तमिति? अत आह- 'निरुवसग्गवत्तियाए'-निरुपसर्गप्रत्ययं निरुपसर्गनिमित्तम्, निरुपसग्र्गो मोक्षः, जन्माधुपसर्गाभावेन, લલિતવિસ્તરાર્થ :
અને સન્માન નિમિતે, તેનો અર્થ કરે છે - સન્માન પ્રત્યય સન્માન નિમિતે હું કાઉસ્સગ્ગ કરું છું એમ યોજન છે, સ્તુતિ આદિથી ગુણોનું ઉન્નતિકરણ સન્માન છે=શ્રાવક કે સાધુ ભગવાનની સ્તુતિ આદિથી ભગવાનના ગુણોનું પોતાના ચિત્તમાં ઉન્નતિકરણ કરે તે સન્માન છે, તે પ્રકારની મન સંબંધી પ્રીતિવિશેષ=ભગવાનની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને તે પ્રકારની મનની પ્રીતિ