________________
અરિહંત ચેઈચાણં સૂત્ર જિનપૂજાને છોડીને અન્ય ઉપાયથી પણ થશે એ આશંકા કરીને હેતુ કહે છે – અન્યથા આજ્ઞા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને=જિનપૂજાકાળમાં જિનગુણને સ્પર્શે તેવા પરિણામરૂપ આશારૂપી અમૃતથી યુક્ત પૂજા-સત્કારને છોડીને, તેનો અયોગ છે અસુંદર આરંભની નિવૃત્તિનો અયોગ છે=શ્રાવકનો ભોગ પ્રત્યેના સંશ્લેષના પરિણામરૂપ અસુંદર આરંભની નિવૃત્તિનો અયોગ છે, વિપક્ષમાં આજ્ઞા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને અન્ય પ્રવૃત્તિથી અસ૬ આરંભની નિવૃત્તિને સ્વીકારવામાં, બાધાને કહે છે – અતિપ્રસંગ હોવાથી પ્રકાાંતરથી પણ અસ૬ આરંભની નિવૃત્તિ સ્વીકાર કરાયે છતે અર્થાત્ આશા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને અન્ય પ્રકારથી અસ૬ આરંભની નિવૃત્તિ સ્વીકાર કરાયે છતે, જુગાર રમવું, હીંચકા ખાવા આદિમાં પણ તેની પ્રાપ્તિનો અતિપ્રસંગ હોવાથી અર્થાત્ અસ૬ આરંભની નિવૃત્તિની પ્રાપ્તિનો અતિપ્રસંગ હોવાથી આજ્ઞા અમૃતયુક્ત પૂજા-સત્કારને છોડીને અસદ્ આરંભની નિવૃત્તિ નથી એમ સંબંધ છે, રૂત્તિ શબ્દ વાક્યની સમાપ્તિમાં છે. ભાવાર્થ :
વિવેકી શ્રાવક સંસારને અત્યંત નિર્ગુણ જાણે છે, મોક્ષ અવસ્થા જ જીવની સુંદર અવસ્થા છે તેમ જાણે છે અને તેની પ્રાપ્તિના પ્રધાન ઉપાયરૂપ સર્વવિરતિના પાલનમાં ભાવથી પોતે અસમર્થ છે તેમ જાણે છે અને તેની શક્તિના સંચયનો ઉપાય ભગવાનનાં પૂજન-સત્કાર છે તેમ પણ જાણે છે; કેમ કે જગતગુરુના પૂજનસત્કારથી પોતાનું ચિત્ત જિનગુણથી અત્યંત રંજિત થાય છે, જેથી જિનતુલ્ય થવાના પ્રબળ કારણરૂપ સર્વવિરતિને અનુકૂળ નિર્લેપ-નિર્લેપતર ચિત્ત થાય છે, તેથી વિવેકી શ્રાવક પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનના પૂજન-સત્કારને સંપાદન કરે છે, આમ છતાં પૂજન-સત્કારના ભાવનો અતિશય કરવા માટે ચૈિત્યવંદનમાં પણ આ કાઉસ્સગ્ગ દ્વારા “મને પૂજન-સત્કારનું ફળ મળો” તેમ અભિલાષ કરે છે; કેમ કે શ્રાવકને ભગવાનના પૂજન-સત્કારમાં સંતોષ નથી, તેથી શક્તિ અનુસાર પૂજન-સત્કાર કર્યા પછી પણ કાયોત્સર્ગ દ્વારા મને પૂજા-સત્કારનું ફળ મળો એ પ્રકારે અભિલાષ કરે છે; કેમ કે શ્રાવકધર્મનો એવો જ સ્વભાવ છે અર્થાત્ શ્રાવકને સર્વવિરતિને પ્રગટ કરવાના પ્રબળ ઉપાયભૂત પૂજા-સત્કારને ફરી ફરી કરવાનો અભિલાષ કરાવે એવો જ સ્વભાવ છે, આથી જ કહે છે – જિનના પૂજા અને સત્કારના કરણની લાલસાવાળો જ આદ્ય દેશવિરતિનો પરિણામ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સાધુજીવન સંપૂર્ણ નિરારંભ છે અને તેવા નિરારંભ જીવનને અનુકૂળ આરંભવર્જના નામની શ્રાવકની આઠમી પ્રતિમા છે, તે પ્રતિમામાં શ્રાવક ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સાધુતુલ્ય થવા માટે મન-વચન-કાયાથી બાહ્ય આરંભોનો ત્યાગ કરીને અંતરંગ નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવા યત્ન કરે છે તેવી આઠમી પ્રતિમાની પ્રાપ્તિ પૂર્વે શ્રાવકને તેવો સંવર પરિણામ નથી, જેથી સર્વ ઉદ્યમથી આરંભનું વર્જન કરીને આત્માની નિરાકુળ પ્રકૃતિમાં સ્થિર થઈ શકે ત્યાં સુધી જે ગૃહસ્થજીવનના આરંભો કરે છે તે આરંભોની નિવૃત્તિનો ઉપાય જિનનાં પૂજા-સત્કાર છે તેવો સ્પષ્ટ બોધ હોવાથી વિવેકી શ્રાવકને જિનના પૂજા અને સત્કારના કરણની લાલસા જ સતત વર્તે છે, તેથી તેમાં તેને સંતોષ નથી, આથી જ શક્તિ