Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* મુનિ ઘેર વહોરવા ગયા ત્યારે પાંજરાના પોપટે પૂછ્યું : હું આ બંધનમાંથી શી રીતે છૂટું ?
ગુરુને પૂછતાં તેઓ મૂચ્છિત બની ગયા. પોપટને આ કહેતાં તે સમજી ગયો. [મુનિ કાંઇ સમજયા ન્હોતા, છતાં પોપટ સમજી ગયો.] મૂચ્છિત [મૃતપ્રાય] બનીને તેને મરેલો સમજી પાંજરું ખોલવામાં આવ્યું ને પોપટ ઉડી ગયો.
પોપટને ઇચ્છા જાગી, આપણને આ શરીરના પાંજરામાંથી છુટવાની ઇચ્છા જાગી ?
પોપટ સમજી ગયો, આપણે સમજ્યા ? ભગવાનની મૂર્તિ પરથી આપણે આવું કાંઈ સમજી શકીશું ?
વચનથી ભગવાન ભલે નથી બોલતા, પણ મુદ્રાથી તો બોલે જ છે. કેટલાક જવાબ મૌનથી જ અપાતા હોય છે. દરેક સ્થળે શબ્દો ઉપયોગી નથી હોતા. અક્ષરથી જ્ઞાન થાય તેમ અનક્ષર [ઇશારા આદિ]થી પણ જ્ઞાન થાય.
ધ્યાન વિચારમાં અનેક્ષર જ્ઞાનનું પણ એક વલય છે.
ભગવાનની મુદ્રા બોધ આપે છે : તમે મારી પાસે આનંદ માંગો છો, પણ મને આ આનંદ સાધનાથી મળ્યો. તમે પણ સાધના કરી આનંદ મેળવી શકો.
* વ્યક્તિગત રાગ કહેવાય. રાગ દોષ છે. સમષ્ટિગત પ્રેમ કહેવાય. પ્રેમ ગુણ છે.
ખાબોચીયાનું પાણી ગંદું હોય. વ્યક્તિગત રાગ મલિન હોય. વિશાળ સમુદ્ર નિર્મળ હોય. પ્રેમ નિર્મળ હોય.
* હમણાં હું મુંબઇ-દહીંસર ગયેલો ત્યારે અપાર માનવમહેરામણ ઉમટેલું. તે વખતે મેં એટલું જ કહેલું : તમે મારા દર્શનાર્થે નથી આવ્યા, પણ મને દર્શન આપવા આવ્યા છો.
એમના હૃદયમાં ગુરૂ પ્રત્યેનું બહુમાન છે. તેને નમવાનું છે.
* એક પણ માણસ મા વગર, માના પ્રેમ વગર મોટો નહિ થયો હોય. ભગવાન પણ જગદંબા છે. ભગવાનમાં પરમ પ્રેમરૂપ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૯