Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* આ માનવ-જન્મ આવા ગુણોની કમાણી કરવા માટે જ છે. તમે મુંબઈ જાવો છો પૈસા કમાવવા માટે ને ? તેમ અહીં [આ જન્મમાં] ગુણની કમાણી કરવાની છે. અહીં આવ્યા પછી દોષો વધાર્યા તો ? મુંબઈ જેવા મહાનગરમાં પણ તમે પૈસા તો ન કમાવ, પણ પૈસે-ટકે ખુવાર જ થયા કરો તો તમારા દુર્ભાગ્યની શી વાત કરવી ?
- ગુણો વધે તેમ પવિત્રતા વધે. પવિત્રતા વધે તેમ સ્થિરતા વધે.
સિદ્ધોનો પ્રેમ પૂર્ણ બની ગયો આથી જ એમની સ્થિરતા અત્યંત નિચલ બની ગઈ.
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ વ્રતો, ચાર ભાવના વગેરે પ્રભુની તમામ આજ્ઞામાં સર્વ જીવો પ્રત્યે પ્રભુનો ઉછળતો પ્રેમ દેખાશે.
'धर्मकल्पद्रुमस्यैताः मूलं मैत्र्यादि-भावनाः । यै नै ज्ञाता न चाऽभ्यस्ताः, स तेषामतिदुर्लभः ॥"
- યોગસાર. પ્રભુમાં આ ચારેય ભાવનાઓ ચિંતનાત્મક નથી રહી, પણ સ્વાભાવિક બની ગઈ છે. ચિંતન કરનારું મન તો વિલીન બની ગયું.
હવે મન ક્યાં છે ? પ્રભુ તો મનની પેલે પાર પહોંચી ગયા
પ્રભુમાં જે પ્રેમ અને સ્થિરતા આપણે જોઈ શકીએ તો આપણામાં એ ગુણોનું અવતરણ થઈ શકે.
* ભગવાનની મૂર્તિ એની એ હોય, પણ આપણી શુદ્ધિ વધતી જાય તેમ તેમ આપણા ભાવો પણ વધતા જાય.
* ભગવાન બોલે ? હા. યશોવિજયજી કહે છે : ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી;
સરળતણે હૈડે જે આવે, તેહ જણાવે બોલીજી...” જે પ્રભુ માટે આપણે ભેખ લીધો, એ પ્રભુ જ આપણને ન
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ છે