Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મળે ? તેના માર્ગ-દર્શકો છે.
* તમારું મન ક્યારેય ચાર ભાવનામાંથી ન ખસે તેટલું કરી લો તો કામ થઈ ગયું સમજો. તમારો કોઈપણ વિચાર મૈત્રી, પ્રમોદ આદિ ભાવના-મૂલક જ હોવો જોઈએ. એનાથી બહારનો નહિ. પરિષદો-ઉપસર્ગો ન સહી શકો કદાચ, પણ આટલું ય ન કરી શકો ?
પ્રભુ-જન્મ વખતે આનંદ શા માટે ?
* પ્રભુ વીરના જન્મ વખતે આનંદનું કારણ બતાવતાં સૌએ કહ્યું..
જુવાલુકા નદી : મારા કિનારે કેવળજ્ઞાન થશે. કમળો : મારા પર પ્રભુના પગલા પડશે. મેરુ પર્વત ઃ મને પ્રભુના ચરણનો સ્પર્શ થશે. વૃક્ષો : અમને નમસ્કાર કરવા મળશે. વાયુ : અમે અનુકૂળ બનીશું. પંખી : અમે પ્રદક્ષિણા આપીશું. સૂર્ય-ચંદ્ર : અમે મૂળ વિમાને પ્રભુના દર્શન કરવા
આવીશું. સૌધર્મેન્દ્ર ઃ હું પાંચ રૂપ કરી તથા બળદ બની પ્રભુનો
અભિષેક કરીશ. અમરેન્દ્ર ઃ હું મચ્છ૨ બનીને પ્રભુ-ચરણનું શરણું
| સ્વીકારીશ. પૃથ્વી : અમારામાં વર્ષોથી દટાયેલા નિધાનોનો દાન
| માટે સદુપયોગ થશે. માનવો : ધર્મતીર્થની સ્થાપના થશે. પશુ-પંખીઓ : અમે પણ ધર્મદશના સાંભળી શકીશું,
સમજી શકીશું.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૫