Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મળે તો ભેખનો અર્થ શો ? મીરાં આદિને મળી શકતા હોય તો આપણને કેમ ન મળી શકે ?
મન રે મનાવ્યા વિણ નવિ મૂકું આવા ઉદ્ગારો એમને એમ નીકળ્યા હશે ?
બધું કરીએ છીએ, પણ જીવનમાં ખૂટે શું છે? માત્ર પ્રેમ જ, પરસ્પર પ્રેમ જ ખૂટે છે ને ? તમે પરસ્પર પણ પ્રેમ ન રાખી શકો તો પ્રભુ પર પ્રેમ શી રીતે કરી શકશો ?
* ભગવાન વીતરાગ છે એનો અર્થ એ નથી કે ભગવાનમાં પ્રેમ નથી. ભગવાન રાગ-રહિત છે. પ્રેમ-રહિત નથી.
દ્વેષ જેટલો રાગ ખરાબ નથી. રાગનું માત્ર રૂપાંતર કરવાની જરૂર છે.
ગુણાનુરાગ પ્રગટ્યા પછી જ બીજા ગુણો પ્રગટી શકે છે, એ તો તમે જાણો જ છો ને ? | દર્શન મોહનીયનો ક્ષય થવાથી ભગવાનમાં અનંત પ્રેમ પ્રગટેલો છે. આપણામાં જેટલા અંશે દર્શન મોહનીયનો ક્ષય થાય તેટલા અંશે જીવો પ્રતિ પ્રેમ પ્રગટે. ચારિત્ર મોહનીયની પછી વાત... પહેલા દર્શન મોહનીય પર ફટકો પડવો જોઇએ.
પ્રભુના દર્શન કરવા એટલે એમનામાં અનંત પ્રેમના દર્શન કરવા, એમની અનંત સ્થિરતાના દર્શન કરવા.
* ભગવાન પોતાની સૌમ્ય મુદ્રા અને વાણીથી આનંદની પ્રભાવના કરી રહ્યા છે.
આગમ એટલે ભગવાનની ટેપ થયેલી વાણી. મૂર્તિ એટલે ભગવાનની સૌમ્ય મુદ્રા. એના માધ્યમથી આજે પણ આપણે આનંદ મેળવી શકીએ.
પ્રભુના દર્શન કરતાં એમની અનંત પૂજ્યતા, અનંત કરુણા અનંત પ્રેમ ઇત્યાદિના કદી દર્શન થયા ?
આ ગુણો આવતાં જ આપણામાં પૂજ્યતા પ્રગટે જ. પૂજ્યતા માટેની પાત્રતા બહારથી નથી આવતી, અંદરથી પ્રગટે છે.
૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ