Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદના કારીગરવની દુર્દશા હ૯ - ૨૩ પૈસાને ધધ એક જ દિશામાં એટલે કે ઈગ્લેંડ તરફ વહેતો રહ્યો. હિંદે આ રીતે પિતાની પુરાણી અઢળક દેલત ગુમાવી અને તેના સંક્રાંતિકાળમાં અણીને વખતે ઇંગ્લંડને પિતાનો ઔદ્યોગિક વિકાસ સાધવામાં એની ભારે મદદ મળી. આ નિર્લજ્જ લૂંટ અને વેપારના પાયા ઉપર રચાયેલા બ્રિટિશ અમલનો પહેલે યુગ લગભગ ૧૮મી સદીને અંતે પૂરે થયે.
- બ્રિટિશ અમલને બીજે યુગ ૧૯મી સદી આવરી લે છે. એ દરમ્યાન હિંદ હરેક પ્રકારના કાચા માલની મેટી ખાણ અને એ કાચા માલમાંથી પેદા થયેલા પાકા માલનું બજાર બન્યું. અહીંનો કાચો માલ ઇંગ્લંડનાં કારખાનાંઓમાં મોકલવામાં આવતો. આ બધું હિંદની પ્રગતિ અને તેના આર્થિક વિકાસને ભોગે કરવામાં આવતું. અરધી સદી સુધી, મૂળ તે કમાણી કરવાને અર્થે સ્થાપવામાં આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની નામની વેપારી કંપનીએ હિંદ ઉપર શાસન કર્યું. પરંતુ બ્રિટિશ પાર્લામેન્ટ દિનપ્રતિદિન હિંદની બાબતમાં વધારે ને વધારે લક્ષ આપવા માંડયું હતું. પછીથી ૧૮૫૭-૫૮ના બળવા બાદ, આપણે આગલા પત્રમાં જોઈ ગયાં તેમ, બ્રિટિશ સરકારે હિંદનો વહીવટ પોતાના હાથમાં લીધે. પરંતુ એથી કરીને હિંદ પરત્વેની બ્રિટનની નીતિમાં કશે મહત્ત્વનો * ફેર ન પડ્યો; કેમકે, બ્રિટિશ સરકાર પણ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેના કાબૂમાં હતી તે જ વર્ગની પ્રતિનિધિ હતી.
ઈગ્લેંડ અને હિંદનાં આર્થિક હિત વચ્ચે દેખીતે વિરોધ હતું. પરંતુ હમેશાં આ વિરોધનું નિરાકરણ ઇંગ્લંડની તરફેણમાં જ થતું; કેમકે, બધી સત્તા ઈંગ્લંડના હાથમાં હતી. ઈંગ્લેંડનું ઉદ્યોગીકરણ થયું તે પહેલાં પણ એક મશહૂર અંગ્રેજ લેખકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી હિંદ ઉપર થતી માઠી અસર દર્શાવી હતી. આ લેખક તે એડમ સ્મીથ. તે સંપત્તિશાસ્ત્રનો જનક ગણાય છે. છેક ૧૭૭૬ની સાલમાં પ્રસિદ્ધ થયેલા “ધ વેલ્થ ઓફ નેશન્સ' (રાષ્ટ્રની સંપત્તિ) નામના તેના પુસ્તકમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બાબતમાં તે જણાવે છે કે,
કેવળ વેપારીઓની જ ટેળીની બનેલી સરકાર ગમે તે દેશ માટે ખરાબમાં ખરાબ સરકાર ગણાય છે. રાજ્યકર્તા તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું હિત એ હેવું જોઈએ કે પોતાના શાસન નીચેના મુલક હિંદુસ્તાનમાં વિલાયતથી આણેલો માલ બની શકે એટલો સેંઘો વેચાય અને હિંદમાંથી આણેલો માલ અહીંયાં બને એટલો મેઘો વેચાય. પરંતુ વેપારી તરીકે એનું હિત એથી સાવ ઊલટું જ છે. રાજકર્તા તરીકે તે જે દેશ ઉપર તેઓ શાસન કરે છે તેનું હિત અને તેમનું પોતાનું હિત એક જ છે. પરંતુ વેપારી તરીકે તો તેનું હિત એ દેશના હિતથી બિલકુલ ઊલટું જ છે.”
આગળ ઉપર હું તને કહી ગયો છું કે, અંગ્રેજો અહીં આવ્યા ત્યારે હિંદમાં જૂની ડલ વ્યવસ્થા પડી ભાંગવા લાગી હતી. મોગલ સામ્રાજ્યના પતનથી હિંદના ઘણે ભાગમાં રાજકીય અંધાધૂંધી અને અવ્યવસ્થા પ્રવર્તી