Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
2. ઉ૦૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન બહાદુરશાહના બે પુત્રો તથા પૌત્રને વિના કારણે નિર્દય રીતે ગોળીથી વીધી નાખ્યા. આમ, તૈમુર, બાબર તથા અકબરના વંશને હિણપતભરી રીતે અંત આવ્યે.
બળવાને લીધે હિંદમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અમલને પણ અંત આવે. બ્રિટિશ સરકારે હવે હિંદને કાબૂ પિતાના હાથમાં લીધે અને બ્રિટિશ ગવર્નર જનરલે “વાઈસરૉય'ની પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરી. ૧૯ વરસ પછી ૧૮૭૭ની સાલમાં ઇંગ્લંડની રાણીએ “કૈસરે હિંદને ઇલકાબ ધારણ કર્યો. કૈસરે હિંદ' એ પ્રાચીન રેમના સીઝ (સમ્રાટ) તથા બાઈઝેન્ટાઈન સામ્રાજ્યના સમ્રાટોના ઇલકાબનું હિંદી સંસ્કરણ છે. હવે મેગલવંશ નામશેષ થઈ ગયું. પરંતુ આપખુદીની ભાવના તેમ જ તેનાં ચિહ્નો કાયમ રહ્યાં અને બીજે એક “મહાન મેગલ” ઇંગ્લંડમાં બિરાજે.
૧૧૦. હિંદના કારીગરવર્ગની દુર્દશા
૧ ડિસેમ્બર, ૧૯૩૨ ૧૯મી સદીના હિંદના વિગ્રહની વાત આપણે પૂરી કરી. અને હું તેથી રાજી થયો છું. હવે આપણે એ સમયના વધારે મહત્ત્વના બનાવોને વિચાર કરી શકીશું. પરંતુ એટલું લક્ષમાં રાખજે કે, ઇંગ્લંડના ફાયદા માટેના આ વિગ્રહ હિંદને ખરચે લડવામાં આવ્યા હતા. અંગ્રેજોએ હિંદીઓની ઉપર છત મેળવવાને ખરચ તેમની જ પાસે ભરપાઈ કરાવવાની રીત ભારે સફળતાપૂર્વક અજમાવી. જેમની સાથે હિંદીઓને કશી તકરાર નહોતી એવી તેમની પડેશની પ્રજાઓ–બ્રહ્મી પ્રજા અને અફઘાને – ઉપર જીત મેળવવાને માટે પણ તેમણે પિતાને ખજાને અને લોહી ખરચ્યાં. આ બધા વિગ્રહાએ અમુક અંશે હિંદુસ્તાનને નાદાર બનાવ્યું; કેમકે દરેક વિગ્રહમાં ધનદેલતને નાશ થાય છે. વળી, સિંધની બાબતમાં આપણે જોઈ ગયાં તેમ વિજેતાઓને માટે બક્ષિસનાં નાણું એ પણ વિગ્રહનો અર્થ થાય. વિગ્રહ તેમ જ એવાં બીજા કારણેને લીધે આવેલી નાદારી ઉપરાંત તેના શેર ધરાવનારાઓને તે મોટાં મોટાં ડિવિડંડ આપી શકે એટલા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફ સેનારૂપાને પ્રવાહ નિરંતર વહેતો રહ્યો.
બ્રિટિશ સત્તાના આરંભના દિવસે એ ફાવે તેમ લૂંટફાટ ચલાવનારા સાહસર વેપારીઓના દિવસે હતા એ વિષે, મને લાગે છે કે, હું તને આગળ કહી ગયે છું. એ રીતે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તેના એજટે હિંદની એકઠી થયેલી અઢળક દેલત ઉપાડી ગયા. એના બદલામાં હિંદને લગભગ કશું જ મળ્યું નહિ. સામાન્ય વેપારમાં તે ઉભય પક્ષે કંઈક લેવડદેવડને વ્યવહાર હોય છે. પરંતુ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં પ્લાસીની લડાઈ પછી