Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં વિચહે અને વિપ્લવ સપ્ટેમ્બરના દિલ્હીના ઘેરા અને તેના પતન પછી બળવાનાં વળતાં પાણી થવા લાગે છે. એ પછી થોડા મહિનાઓ બાદ અંગ્રેજો બળ કચરી નાખે છે. એમ કરતાં તેમણે સર્વત્ર કેર વર્તાવ્યું. અસંખ્ય લોકોને નિર્દય રીતે ગેળીથી વીંધી નાખવામાં આવ્યા; ઘણાઓને તપને ગળે ઉડાડી મૂકવામાં આવ્યા, હજારેને રસ્તા ઉપરનાં ઝાડ ઉપર ફાંસીએ લટકાવવામાં આવ્યા. એમ કહેવાય છે કે, અલ્લાહાબાદથી કાનપુર તરફ કૂચ કરનાર નીલ નામના સેનાપતિએ માર્ગમાંનાં બધાં માણસોને ઝાડ ઉપર ફાંસીએ લટકાવ્યાં; તે એટલે સુધી કે રસ્તા ઉપરનું એક ઝાડ વધસ્થંભ બન્યા વિના ભાગ્યે જ બાકી રહ્યું હોય. આબાદ ગામડાંઓને લૂંટીને તેમને નાશ કરવામાં આવ્યું. એ આખી ભીષણ અને દુઃખદ કથા છે અને એની બધી કારમી હકીકત તને કહેવાની મારી હિંમત ચાલતી નથી. નાના સાહેબ હેવાનિયતભરી રીતે અને દગાખોરીથી વર્યો હતો એ ખરું, પરંતુ ઘણાયે અંગ્રેજ અમલદારોએ તે એ બાબતમાં આડો આંક વાળે. અમલદારો કે નાયક વિનાનાં હિંદી સૈનિકનાં ટોળાઓએ ઘાતકી અને કમકમાટી ઉપજાવે એવાં કૃત્ય કર્યા એની ના નથી, પરંતુ અમલદારોની સરદારી નીચેના તાલીમ પામેલા બ્રિટિશ સૈનિકે તો ક્રરતા અને હેવાનિયતમાં તેમને ક્યાંયે આંટી ગયા. હું એ બંનેને મુકાબલો કરવા નથી ચહાતે. ઉભય પક્ષે એ કથા દુઃખદ છે, પરંતુ આપણું વિકૃત માનસવાળા ઈતિહાસકારે હિંદીઓની ક્રૂરતા અને દગારીની બાબતમાં ઘણું ઘણું કહે છે અને બીજા પક્ષનો ઉલ્લેખ સરખો પણ કરતા નથી. વળી એમણે યાદ રાખવું ઘટે કે, જ્યારે એક વ્યવસ્થિત સરકાર નિરંકુશ ટોળાની પેઠે વર્તવા લાગે ત્યારે તેની ક્રરતા આગળ જનતાના પાગલ બનેલા ટોળાની કરતા કશી વિસાતમાં નથી હતી. આપણે પ્રાંતનાં ગામડાંઓમાં તું જાય છે તો જણાશે કે, બળ દાબી દેવામાં આવ્યું તે વખતે તેમના ઉપર વર્તેલા ભીષણ કેરનું તાદશ અને કારમું
સ્મરણ હજી આજે પણ ત્યાંના લેકેને છે. • બળવાના ભયંકર કેર અને દમનની વચ્ચે કાળી ભૂમિકા ઉપરના તેજસ્વી ટપકાની પેઠે એક વ્યક્તિનું નામ આગળ તરી આવે છે. આ વ્યક્તિ તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તે વીસ વરસની બાળવિધવા હતી અને પુરુષને પિશાક પહેરીને તેણે અંગ્રેજોની સામે લડવાને પોતાની પ્રજાની સરદારી લીધી. તેની ધગશ, કાર્યકુશળતા અને અડગ હિંમતને માટે અનેક વાતે પ્રચલિત છે. તેને સામને કરનાર અંગ્રેજ સેનાપતિએ પણ તેને બળવાના બધા નાયકામાં સૌથી ઉત્તમ અને બહાદુર” કહી છે. લડતા લડતી તે મરણ પામી હતી.
૧૮૫૭-૫૮ને બળવો એ યૂડલ હિંદનો છેવટનો ઝબકારે હતો. તેણે ઘણી વસ્તુઓને અંત આણ્યો. તેણે મહાન મોગલ વંશને અંત આણ્ય; કેમકે, હડસન નામના એક અંગ્રેજ અમલદારે તેમને દિલ્હી લઈ જતી વખતે