Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં વિચહે અને વિપ્લવ આમ અંગ્રેજો હિંદમાં ચાલી રહેલી ઐતિહાસિક પ્રક્રિયાના નિમિત્તરૂપ બન્યા. એ પ્રક્રિયા ચૂડલ હિંદને પલટીને તેને આધુનિક પ્રકારનું ઔદ્યોગિક મૂડીવાદી રાજ્ય બનાવવાની હતી. આ વસ્તુની ખુદ અંગ્રેજોને પિતાને પણ ખબર નહતી અને તેમની સામે લડનારા અનેક હિંદી રાજાઓને તે સાચેજ એની કશીયે ગતાગમ નહતી. જેના દિવસો ભરાઈ ચૂક્યા હોય તે વ્યવસ્થા 'ભાગ્યે જ કાળબળ પારખી શકે છે, પોતે પિતાને હેતુ તથા કાર્ય પાર પાડ્યાં છે અને ઈતિહાસની પ્રબળ ઘટનાઓ તેને અઘટિત રીતે પાછા હઠવાની ફરજ પાડે તે પહેલાં જ શોભામાં રહીને તે ભાગ્યે જ નિવૃત્ત થઈ જાણે છે, ઇતિહાસને બધ પણ તે ભાગ્યે જ સમજે છે તથા કોઈકે કહ્યું છે તેમ તેને “ઈતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈને દુનિયા આગળ વધે છે એની તેને ભાગ્યે જ ખબર હોય છે. એ જ રીતે હિંદની ક્યૂડલ વ્યવસ્થા પણ આ બધું ન સમજી અને અંગ્રેજોનો તેણે નિષ્ફળ સામનો કર્યો. એ જ રીતે, હિંદ તથા પૂર્વના બીજા દેશો માંહેના અંગ્રેજે પોતાના તેમ જ પોતાના સામ્રાજ્યના દિવસે હવે ભરાઈ ચૂક્યા છે તથા બ્રિટિશ સામ્રાજ્યને નિર્દયપણે ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈને જગત આગળ વધી રહ્યું છે એ વસ્તુ નથી સમજતા.
પરંતુ અંગ્રેજે દેશમાં પિતાના પગ પ્રસારી રહ્યા હતા તે સમયની હિંદની પ્રચલિત ક્યૂડલ વ્યવસ્થાએ વિદેશીઓને હાંકી કાઢીને સત્તા હાથ કરવાને એક આખરી પ્રયત્ન કર્યો. આ પ્રયાસ તે ૧૮૫૭ને મહાન વિપ્લવ. આખા દેશમાં અંગ્રેજો સામે ભારે અસંતોષ અને બેદિલી પ્રવર્તી રહ્યાં હતાં. ઇસ્ટ ઈન્ડિયા કંપનીની નીતિ તે કેવળ પૈસા પેદા કરવા સિવાય બીજું કશું ન કરવાની હતી અને તેના ઘણાખરા અમલદારોના અજ્ઞાન તથા લૂંટાર વૃત્તિમાં એ નીતિને ઉમેરે થવાને પરિણામે દેશમાં ચોમેર દુઃખ અને હાડમારી ફેલાયાં, બ્રિટિશ હિંદના લશ્કરને પણ એની અસર પહોંચી. અને તેમાં નાનાં નાનાં અનેક બંડે થયાં. જ્યુડલ સરદારે તેમ જ તેમના વંશજો સ્વાભાવિક રીતે જ તેમના નવા સ્વામીઓ પરત્વે રોષની લાગણી સેવી રહ્યા હતા. એટલે ગુપ્ત રીતે એક મોટા બળવાની યેજના કરવામાં આવી. આ પેજના ખાસ કરીને યુક્ત પ્રાંત અને મધ્ય પ્રાંતના આખા પ્રદેશમાં ફેલાવા પામી હતી. પરંતુ હિંદીઓ શું કરે છે તથા વિચારે છે એ બાબતમાં અહીંના અંગ્રેજો એટલા બધા અજાણ હોય છે કે સરકારને એની જરા સરખી ગંધ પણ ન આવી. બધાં સ્થળોએ એકી સાથે બળવો શરૂ કરવાની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ મીરતની કેટલીક હિંદી ટુકડીઓએ ઉતાવળ કરી અને નિયત સમય પહેલાં જ ૧૮૫૭ની સાલના મે મહિનાની ૧૦મી તારીખે તેણે બંડ કર્યું. આ કવેળાના બંડથી બળવાના નાયકની બાજી ઊંધી વળી ગઈ. કેમકે એથી કરીને સરકાર સાવચેત બની. એમ છતાંયે આખા યુક્ત પ્રાપ્ત