Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન-સામગ્રી
માંડીને ભાવિસ હજી ૨ જા (ઇ. સ. ૧૮૬૯-૧૯૧૯) સુધીના રાજાએનાં યશસ્વી કૃત્યોનુ વર્ણન કર્યું છે.
33
ઇડરના રાòાડ વંશના રાજા કેસરીસિ ંહજી(ઈ. સ. ૧૮૬૮-૧૯૦૧)એ કરેલાં લેાકાપયાગી કાર્યો વિશેની માહિતી લીલાચંદ હેમચંદે ઈડર સ્તુતી’ (પ્રાય: ઈ. સ. ૧૮૮૮) કાવ્યમાં આપી છે.
લીંબડીના ઝાલા રાજા દાલસિંહજી (ઈ. સ. ૧૯૦૮-૧૯૪૦) રાજ્યાસને બિરાજ્યા એ સંબધી અને એ પછી એમણે પ્રજામાં જે હિતકારી કાર્યો કર્યાં તે સંબંધી વર્ષોંન કવિશ્રી શ`કરદાન જેઠીભાઈ દેથાએ શ્રી દોલત રૌપ્ય મહેાત્સવ કાવ્યકુસમ'માં કર્યું છે. આ ઉપરાંત ઈશરદાસજી–પ્રણીત ‘શ્રી હરિરસ' કૃતિની પ્રસ્તાવનામાં શંકરદાન કવિએ લીંબડી રાજ્યકર્તાઓની વંશાવળી આપી છે. ત્યારબાદ મહારાણા ઢાલતસિ'હજીનાં સત્કાર્યની પ્રશસ્તિ કરી છે, તથા એમણે એમના પછી દિગ્વિજયસિ ંહુજીએ કેટલાં વર્ષ રાજ્ય કર્યું" એની પદ્યમાં નોંધ કરી છે.
રાજાઓની જેમ પ્રજાના કેટલાક નામાંકિત અગ્રણીઓનાં જીવનચરિત્ર આ કાલ દરમ્યાન પ્રકાશિત થયાં, જેમકે અરદેશર કેાટવાળ, કરસનદાસ, મૂળજી, દુર્ગારામ, ભાળાનાથ સારાભાઈ, મેાહનલાલ ઝવેરી, રણછોડભાઈ ટાલાલ, બહેરામજી મલબારી, ગાવ નરામ, ગાંધીજી અને દાદાભાઈ નવરોજી૧૦૯ શ્રી મગનભાઈ પટેલે લખેલા ‘મહાજન મંડળ'(૧૮૯૬)માં પણ કેટલાક મહાજનેાની રૂપરેખા આલેખાઈ છે. આ જીવનચરિત્રો પ્રજાકીય જીવનની આરસીરૂપ હેાઈ એમાંથી આ કાલના સામાજિક સાહિત્યિક અને રાજકીય ઇતિહાસ પર ઠીક પ્રકાશ પાડે છે. એમાં કેટલીક વાર રૂઢિ અને નવા વિચારે! વચ્ચેના સંધની પણ ઝાંખી થાય છે.
આ કાલ દરમ્યાન ગુજરાતીમાં જે નિબંધસાહિત્ય સર્જાયું તેમાં પશ્ચિમની કેળવણી તથા સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા કેટલાક પ્રગતિશીલ લેખકે એ સામાજિક અનિષ્ટા સામે ઝુ ંબેશ ચલાવી સામાજિક સુધારાઓની હિમાયત કરી હતી; જેમકે ‘ભૂતનિબંધ' ‘જ્ઞાતિનિબંધ' ‘પુનર્વિવાહ પ્રબંધ’ ‘ગુજરાતના હિંદુઓની સ્થિતિ’ ‘નાતસુધારા’ ‘ભાજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર' ‘જમણવાર વિશે નિબંધ’ નારીશિક્ષણ' બાળલગ્ન' ‘નાતજાતનાં તડા' ‘પાટીદાર—સુબાધસ ગ્રહ' વગેરે. અરબી–ફારસી
આ કાલ દરમ્યાન અરખી–ફારસી ભાષામાં રચાયેલ ઇતિહાસપયેાગી માહિતીવાળી સાહિત્યિક કૃતિઓની સંખ્યા જૂજ છે. જૂનાગઢ રાજ્યના ફારસીના ખ્યાતનામ કવિ રહ્યુછેડજી દીવાને (ઈ. સ. ૧૭૬૮–૧૮૪૧) જંગનામએ હેાલી' નામનું
3