Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણી ટકાને આવરી લેવામાં આવી હતી અને એમાં ૯૯.૫ ટકા નિરક્ષર માલૂમ પડી હતી. સ્ત્રી-શિક્ષણપંચે સ્ત્રી-કેળવણીને લગભગ બધાં જ પાસાંને આવરી લેતી ભલામણ કરી હતી.૪૭ આ ગાળા દરમ્યાન કન્યાઓને પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા ઈ. સ. ૧૮૮૦માં માત્ર ૧૨૭ ની હતી, જે ઈ. સ. ૧૮૯૧૯૨માં ૩૬૫ થઈ. એ સંખ્યા ઉત્તરોત્તર વધતાં ઈ. સ. ૧૯૧૧-૧૨ માં સરકારી જિલ્લા કલબેડ, મ્યુનિસિપલ અનુદાન લેતી અને અનુદાન ન લેતી શાળાઓની સંખ્યા વધીને ૮૯૦ થઈ અને ઈ. સ. ૧૯૧૬-૧૭માં એ સંખ્યા વધીને ૧,૧૧૦ થઈ તેમજ શાળાએ જતી કન્યાઓની સંખ્યા ઈ. સ. ૧૯૧૧-૧૨ માં ૬૩,૦૦૯ હતી તે વધીને ઈ. સ. ૧૮૧૬-૧૭ માં ૮૨,૨૬૪ થઈ.
માધ્યમિક સ્તરે અમદાવાદમાં મગનભાઈ કરમચંદ શાળાને કન્યાઓની માધ્યમિક શાળામાં વિકસાવી શકાત, પરંતુ એને માધ્યમિક શાળાની શૈલીમાં રૂપાંતરિત કરતાં પહેલાં નિખ માધ્યમિક શાળાસ્વરૂપે શરૂ કરવાનું ડહાપણભર્યું લાગ્યું. ઈ. સ. ૧૮૯૨ માં કન્યાઓને માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા ક હતી, જેમાં હાઈસ્કૂલ કક્ષાએ ૩૧ અને મિડલ સ્કૂલ કક્ષાએ ૧૪૦ મળીને કુલ ૧૮૦ વિદ્યાર્થિની હતી. આ સંખ્યા ઈ. સ. ૧૯૧૧-૧૨ માં વધી અને શાળાઓની સંખ્યા ૫૩ તથા માધ્યમિક શિક્ષણ લેતી કન્યાઓની સંખ્યા ૮૭૬થઈ, જ્યારે એ જ સંખ્યા ઈ. સ. ૧૯૧૬-૧૭માં વધીને અનુક્રમે ૫૮ અને ૬,૬૬૭ થઈ.
ઉરચ શિક્ષણની વાત કરીએ તે ઈ. સ. ૧૯૧૧-૧૨ સુધી માત્ર કન્યાઓ માટેની ઉચ્ચ શિક્ષણ આપતી કોઈ સંસ્થા ન હતી. મુંબઈ રાજ્યનું પૂનામાં કામ કરતું કર્વે (પછીથી એસ. એન. ડી. ટી.) મહિલા વિશ્વવિદ્યાલય ઈ. સ. ૧૯૨૧૨૨ સુધી સરકાર દ્વારા માન્ય થયું ન હતું. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આ ગાળામાં કોઈ નોંધપાત્ર બનાવ હોય તે એ ઈ. સ. ૧૯૦૧ માં ગુજરાતની બે મહાન સન્નારીઓ લેડી વિદ્યાગૌરી નીલકંઠ (રમણભાઈ નીલકંઠનાં ધર્મપત્ની) તથા શ્રીમતી શારદાબહેન મહેતા (ડે. સુમંત મહેતાનાં ધર્મપત્ની) સ્નાતક થનાર પ્રથમ બહેને હતાં.૪૮
જ્ઞાતિનાં બંધન, પેટાજ્ઞાતિના રિવાજ, દહેજની પ્રથા, બાળલગ્ન, પુનર્લગ્નની. મનાઈ, ધાર્મિક અંધશ્રદ્ધા વગેરે દૂષણોની બેડીઓમાંથી સ્ત્રીઓ શિક્ષણના અભાવે. બહાર જ ન નીકળી શકે એવી પરિસ્થિતિમાંથી સ્ત્રીઓને બહાર લાવી એમનું વ્યક્તિત્વ સમાજ સમક્ષ પ્રગટાવવા કવીશ્વર દલપતરામ, વીર કવિ નર્મદ તેમજ શ્રી મહીપતરામ, અને એમના પુત્ર રમણભાઈ નીલકંઠ જેવા અનેક મહાનુભાવોએ પાયાના પથ્થર બની. સમાજના અનેક અવરોધ અને જડ માન્યતા સામે લડત આપી અને સ્ત્રી–ઉધારની.