Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ ૨. સામયિકે સામયિકના જન્મને વિવિધ વિષયક જ્ઞાનની ઉત્કંઠાનું પરિણામ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતી સામયિકોને માટે પણ આ વાત સાચી છે. ઓગણીસમી સદીના ઉઘાડ સાથે જે ન પ્રવાહ થરૂ થયો હતો. તેણે વિવિધ માધ્યમોથી જ્ઞાન પ્રાપ્ત કરવાના મનોરથને પણ બળ આપ્યું. જ્ઞાનની બધી બારીઓ ખુલ્લી રાખવાના હેતુસર અર્વાચીન શિક્ષણની આવશ્યકતા સમજાવા લાગી, પરસ્પર ચર્ચા અને વિમર્શ માટે વિવિધ સ્થાનેએ “મંડળીઓ” રચાઈ અને આ જ્ઞાનવાર્તાઓ વધુ લેકે સુધી પહેચે એ માટે ચોપાનિયાં અને સામયિક શરૂ થયાં.
એક રીતે જેમ વૃત્તપત્ર તેમ સામયિક પણ પશ્ચિમની ભેટ છે. અંગ્રેજી વૃત્તપત્ર સત્તરમી સદીનાં છેલ્લાં પચાસ વર્ષોમાં ન્યૂઝશીટ તરીકે વિકસિત થયાં, તે સામયિક એ પછીના નજીકના ગાળામાં આકાર લેતાં થયાં. પશ્ચિમનાં સામયિક સાહિત્ય ઉપરાંત ઇતર વિષય પરની સામગ્રી આપતાં. પછીથી એમાં શુદ્ધ - સાહિત્યિક સામયિક, ચોકકસ વિષય પરનાં સામયિક, એવું વર્ગીકરણ થતું રહ્યું. | ગુજરાતી સામયિક, અગાઉ કહ્યું તેમ, વૃત્તપત્રની જેમ, નવી કેળવણીની આબોહવાનું પરિણામ હતાં. લોર્ડ કેનવલિસે ૧૭૯ર માં જેનાથન ઝંકનના સાથે સંસ્કૃત કેલેજ સ્થાપી. બ્રિટિશ પ્રજા ભારતમાં એની કેળવણુ–પ્રથા દાખલ કરવાના પ્રયત્ન કરી રહી હતી. વિબર ફેસે પ્રાથમિક શાળાઓ ખોલવાની માગણીને ઝુંબેશનું સ્વરૂપ આપી દીધું. દરમ્યાન કલકત્તા મુંબઈ તાજેર વગેરે સ્થાએ ઈસાઈ પાદરીઓએ શાળાઓ ચાલુ કરી. રાજા રામમોહનરાયે ડેવિડ હેરની સાથે મળીને ૧૮૧૬ માં હિંદુ કેલેજ' સ્થાપી અને ૧૮૩૩ ના એક બિલથી બ્રિટિશ શાસને સરકારી નોકરીના દરવાજા બધાને માટે ખુલ્લા મૂક્યા.
આમ ચોતરફી ઘટનાઓએ જ્ઞાનપ્રસાર માટે આબેહવા પેદા કરી. મુદ્રકળા ગવા થઈને ભારતમાં પ્રવેશી ચૂકી હતી. ગુજરાતી ભાષામાં મુદ્રણને પુરુષાર્થ ખેડા. જીજીભાઈ છાપગરે પહેલવહેલાં ગુજરાતી બીબામાં બબ્બે કુરીઅર'માં જાહેરાત છાપી. રુસ્તમજી કેરસાસ્પજીએ છાપખાનું શરૂ કર્યું અને નાનમેટાં પુસ્તક બજારમાં આવ્યાં. ફરદુનજી મર્ઝબાને છાપખાનું નાખ્યા પછી ગુજરાતી અખબાર માટે પરિશ્રમ આદર્યો અને પહેલાં સાપ્તાહિક પછી દૈનિક સ્વરૂપે “મુંબઈ સમાચાર' જુલાઈ, ૧૮રર ના પહેલા જ દિવસે આવ્યું તે ગુજરાતી દૈનિક પત્રકારત્વનું પહેલું સોપાન.
ગુજરાતમાં આ વર્ષોમાં સમાજસુધારા-પ્રવૃત્તિને વંટોળ શરૂ થયું હતું તેણે પણ નવા જન્મતા સામયિક પત્રકારત્વને વેગ આપે. પાંચ દદ્દા